SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮ અને બાળકો.' હા, પોતાના ઘેરથી જ ‘ટ્રાવેલ એજન્ટ’નું કામ કરે છે. પ્રફુલ્લભાઈની પ્રિય પ્રવૃત્તિ સમાજસેવા. તેમનાં માતુશ્રીના નામે મુંબઈ–ભારતમાં ‘ચંપા ચેરિટેબલ ટ્રસ્ટ’ શરૂ કર્યું છે, જેના દ્વારા જરૂરતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સહાય આપવામાં આવે છે. ઇન્ડિયન કલ્ચરલ એસોસિએશન'-ICAમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે તેમણે કામ કરેલું, તો “ચેરિટેબલ કેર ફાઉન્ડેશન'માં પણ સેવાઓ આપી છે. ભારતમાં જ્યારે પણ કોઈ કુદરતી આફત આવે ત્યારે અમેરિકાથી ફંડ એકત્ર કરીને ત્યાં પહોંચાડે છે. લાતૂર-ધરતીકંપ વખતે ૨૦૦ વિદ્યાર્થી રહી શકે એવડી મોટી હોસ્ટેલ ત્યાં બંધાવી આપેલી. મુંબઈમાં પોલિયો કેમ્પનું આયોજન કરતા રહે છે. જરૂર હોય ત્યાં એબ્યુલન્સ, મેડિકલ ઇન્સ્ટમેન્ટ લઈ આપે છે. વતનમાં (જામનગર) માળિયા હાટીનામાં એક ટ્રસ્ટ કર્યું છે, જેના દ્વારા તબીબી સહાય, શિક્ષણ સહાય કરતા રહે છે. વતન પ્રત્યેના અત્યંત ખેંચાણને કારણે વરસે બે વરસે અચૂક દેશમાં આવતા રહે છે. પ્રફુલ્લભાઈએ સત્કાર્યને જ મોટો ધર્મ ગણ્યો છે. ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવનારા પ્રફુલ્લભાઈ કહે છે કે “ધર્મમાં જેને શ્રદ્ધા છે તે નમ્ર બને છે, ૨જુ બને છે. દરેક વ્યક્તિએ સમાજ પાસેથી ઘણું બધું લીધું છે તો સમાજને તે પાછું આપવું જોઈએ.” પ્રફુલ્લભાઈ, ઇલાબહેનનો લોકસંપર્ક પણ બહોળો, તેમને દરેક કાર્યમાં ગુજરાતીઓ, ભારતીયો અને અમારકનોનો પણ સાથ સહકાર મળતો રહ્યો છે. પ્રફુલ્લભાઈ અને ઇલાબહેને બે બાળકોને દત્તક લીધાં છે. આનંદ અને અમી. બાળકોને ઉત્તમ નાગરિક બનાવવા તે તેમની ભવિષ્યની કલ્પના છે. આનંદ છે આઠ વર્ષનો, અમી છે છ વર્ષની. અમેરિકન શાળામાં અમેરિકન બાળકો સાથે ભણતાં અને રમતાં આનંદ અને અમીને ઘરમાં સંપૂર્ણપણે ગુજરાતી વાતાવરણમાં ઊછેરે છે. સવાર-સાંજ ઘરમાં પ્રાર્થના કરે છે. તે મધુર અને સ્પષ્ટ ઉચ્ચારણો સાથે ‘હનુમાનચાલીસા’નું સ્તવન કરે છે. કર્તવ્યનિષ્ઠ અને પરમાર્થપરાયણ પ્રફુલ્લભાઈને નાનાં- મોટાં બધાં જ કાર્યોમાં ઇલાબહેનનો સાથ પૂરેપૂરો. અમેરિકામાં ગુજરાતી વાતાવરણને જીવંત રાખનારાં દંપતીની સૌથી મોટી વાત તો એ છે કે બન્ને પ્રેમભૂખ્યાં અને અપેક્ષારહિત કામ કરનારાં છે. નિયતિની કરુણતા કે ૨૦૦૩માં ટૂંકી બિમારીમાં પ્રફુલ્લભાઈ આ દુનિયા છોડીને ચાલી નીકળ્યા. ઈશ્વરના પથપ્રદર્શક ચુકાદાને માથે ચડાવીને ઇલાબહેન બાળકોના ઉછેરને પ્રાપ્તકર્તવ્ય તરીકે સ્વીકારીને કાર્ય કરે છે. “મને મારું કામ મળી ગયું” કહેનાર અમેરિકામાં ગુજરાતીભાષા શીખવનાર શ્રીમતી ચન્દ્રિકાબહેન વિપાણી સામાન્ય વ્યક્તિને પણ પોતાનું જીવનકાર્ય મળી જાય એટલે તે અસામાન્ય બની જાય છે. તેનું કાર્ય બીજાને પ્રેરણારૂપ બનતું હોય છે. તેવી વ્યક્તિ છે ચન્દ્રિકાબહેન વિપાણી. પિયર ગોંડલમાં, સાસરું જેતપુર. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. ૧મે વર્ષે લગ્ન થયાં. સસરાને રંગૂનમાં ઝવેરાતનો વ્યવસાય. તેથી ૧૦ વર્ષ રંગૂનમાં રહ્યાં. ત્યાનું રાજકીય વાતાવરણ અસ્થિર થતાં ૧૯૬૪માં હૈદ્રાબાદ આવીને સ્થિર થયા. ટાયર્સનો બિઝનેસ બહુ સરસ ચાલતો હતો. ત્રણ પુત્રોરાજીવ, સંજીવ અને મનીષ. રાજીવ અને સંજીવ બી.એસ.સી. થઈને અમેરિકા ભણવા ગયા. કપ્યુટર-સોફટવેરમાં એમ.એસ.સી. થઈને અમેરિકામાં જ ગોઠવાઈ ગયા. માતાપિતાને અમેરિકા બોલાવી લીધાં. દ્રિકાબહેનને સાહિત્યમાં રસ. ધાર્મિક મનોવૃત્તિ અને જૈનધર્મનો અભ્યાસ પણ ખરો. ગૃહસ્થાશ્રમની જવાબદારીઓ વચ્ચે નિજાનંદ માટે કાવ્યરચનાઓ કરતાં રહેતાં હતાં. ૧૯૯૧માં અચાનક તેમના પતિનું અવસાન થયું. જીવનમાં એકલતા અને નિરાશાથી હતપ્રભ બની ગયાં. સંતાનો તો કામ પર ચાલ્યા જાય. પછી કરવું શું? તેમની એ સમયની સ્થિતિ વિશે ચન્દ્રિકાબહેને કહ્યું કે “આપણે તો સોનાના પિંજરામાં એકલાં, ન ટહુકો કરી શકીએ કે ન ટહુકો સાંભળવા મને.” પ્રેમાળપુત્રો-પુત્રવધૂઓ અને પૌત્ર-પૌત્રીઓનો પ્રેમ ભરપર. લાઇબ્રેરીમાં જતાં રહે, લેખન-વાચનની પ્રવૃત્તિ તો ખરી જપરંતુ “ખાલીપો' અનુભવતાં રહે. તેઓ સ્વામીનારાયણ મંદિરમાં પણ નિયમિત જતાં હતાં. એક દિવસ તેમના પુત્રે કહ્યું, “મમ્મી, તમે ગુજરાતી ભણાવવાનું શરૂ કરો.” છેલ્લાં કેટલાંક વર્ષોથી અમેરિકામાં વસતાં ગુજરાતી કુટુંબોને પોતીકાપણું જાળવી રાખવા માટે માતૃભાષા શીખવાની જરૂરિયાત સમજાઈ છે. કેલિફોર્નિયામાં સિલિકોન વેલીના સારા લારા કાઉન્ટી પાસે મિલ પિટાસમાં શ્રી સ્વામીનારાયણ મંદિર થયું છે. ત્યાં ઉત્સવો ઉજવાય, દર રવિવારે સૌ ભેગાં મળે, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy