SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨ તેમનો પરિચય પહેલાં મૈત્રીમાં પરિણમ્યો અને પછી તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. ચન્દાબહેને લગ્ન પછી સાતેક વર્ષ તો ગૃહિણી તરીકે સાસુમા અને કુટુંબની સેવામાં સીમિત રહીને કર્તવ્યો નિભાવ્યાં, પણ કલાકારનો જીવ-ધીમે ધીમે ઘરમાં જ બાટિક વર્ક, પોટરી વર્ક, પઇન્ટિંગ, હાઇડ્રોપોલિક્સ (કૂંડાં-લાકડાંનાં ખોખાં વગેરેમાં શાકભાજી ઉગાડવા) વગેરે પ્રવૃત્તિ શરૂ કરી. કાંતિસેનભાઈને ધંધાને કારણે ભાવનગર, રાજકોટ, કચ્છ વગેરે સ્થળોએ જવાનું થતું ત્યારે ક્યારેક ચન્દાબહેન પણ સાથે જતાં. સૌમ્ય અને મૃદુભાષી ચન્દાબહેનને કલાની ઊંડી પરખ હતી. ૧૯૬૯માં કચ્છમાં દુષ્કાળ પડ્યો ત્યારે રામકૃષ્ણ મિશનના નેતૃત્વ નીચે એક્સેલ દ્વારા કચ્છમાં રાહતકાર્યો ચાલતાં હતાં. વતનનાં લોકોને મદદરૂપ થવા માટે ચન્દાબહેન તેમના ભત્રીજાનાં પત્ની શ્રીમતી શ્રુતિબહેન અને શ્રીમતી રંજનબહેન વગેરે કચ્છ ગયેલાં. ત્યાંનાં ગામડાંની સ્ત્રીઓ–રબારણોનું સુંદર ભરતકામ, આભલાની કલા જોઈને તેઓ પ્રભાવિત થયાં. વળી આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તે સ્ત્રીઓ મફત મદદ લેવા માગતી નહોતી. તેઓ કામ કરીને મહેનતાણું મેળવવા ઇચ્છતી હતી. ચન્દાબહેને તે સ્ત્રીઓને મદદરૂપ થવા માટેનું બીડું ઝડપ્યું. તેમની કલાનું યોગ્ય વળતર મળી રહે અને તેઓ સ્વમાનભેર કમાણી કરી શકે તેનું આયોજન કર્યું. કચ્છી સ્ત્રીઓની ભરત– ગૂંથણની કલાને આર્થિક પ્રવૃત્તિ તરીકે વિકસાવવાનું વિચારીને પરંપરાગત ભરત અને ડિઝાઇનોનો આધુનિક વસ્ત્રોમાં ઉપયોગ કર્યો. સાડીઓ, ડ્રેસિસ, અને અન્ય કલાના નમૂનાઓ તૈયાર કરાવ્યા, અને હિંમત કરીને ૧૯૭૦માં ઠક્કર ગેલેરી મુંબઈમાં કચ્છી કલાનું સૌ પ્રથમવાર પ્રદર્શન કર્યું. બે જ દિવસમાં રૂા. ચાર લાખનો માલ વેચાઈ ગયો. પ્રદર્શનને અને કચ્છી કલાને પ્રોત્સાહક પ્રતિભાવ મળ્યો એ જોઈને ચન્દાબહેને કચ્છમાં સ્થળે સ્થળે ફરીને, જાણકારો સાથે ચર્ચા-વિચારણા કરીને કચ્છી કલાને જીવંત રાખવા માટે અને કલાકારોને આત્મનિર્ભર કરવા માટેનું વ્યવસ્થિત આયોજન કર્યું. ૧૯૭૩થી તેમણે કામનો આરંભ કર્યો. તેમનાં ભત્રીજાવહુ શ્રુતિ શ્રોફ અને રંજન શ્રોફ આ કામમાં તેમની સાથે સંકળાયેલાં હતાં. બંનેનાં નામમાંથી અક્ષરો લઈને આ પ્રવૃત્તિને નામ આપ્યું ‘શ્રુજન’. ૧૯૮૨માં આખી યે પ્રવૃત્તિને ‘શ્રુજન’ ટ્રસ્ટમાં ફેરવી નાખી. Jain Education International પથપ્રદર્શક કચ્છના નાના એવા ઘાણેટી ગામથી, ત્રીસેક સ્ત્રીઓ દ્વારા આરંભાયેલી આ પ્રવૃત્તિ આજે કચ્છના ૧૦૦ ગામમાં ચાલે છે. અને આશરે ૧૮,૦૦૦ મહિલાઓ તેમાં કામ કરે છે. ૧૯૮૩થી ‘શ્રુજન’દ્વારા ટ્રેઇનિંગ પ્રોગ્રામ પણ ગોઠવવામાં આવે છે. તાલીમ પૂરી કર્યા પછી તાલીમાર્થી મહિલાઓને મહેનતાણું અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. દિલ્હીના ક્રાફ્ટ હાઉસ (DCH)ની આર્થિક મદદથી ભુજોડી ગામે અઢી એકરની જગ્યા પર એક કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. જ્યાં કચ્છી, કલાકારીગરીની બધી જ વસ્તુઓ મળી રહે છે, જેમાં ‘એક્સેલ’ અને બીજી ગ્રુપ કંપનીઓની પણ મદદ મળતી રહે છે. ૧૯૮૯ પછી ‘શ્રુજન’ને પોતાનો ડિઝાઈન સ્ટુડીઓ છે. શ્રુજન દ્વારા પરંપરાગત આલેખનોનું માહિતીપત્રક તૈયાર કરવામાં આવ્યું છે. ‘શ્રુજન’નાં પોતાનાં સંગ્રહાલયો ભુજોડી (કચ્છ), મુંબઈ, વડોદરા, અમદાવાદ અને કલકત્તામાં છે. લોકકલા-ભરતકલાની તાલીમ ઉપરાંત ‘શ્રુજન’ દ્વારા સમાજસેવાની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. વિવેકાનન્દ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ (VRTI)ના એક ભાગરૂપે મેડિકલ કેમ્પ, રાહતકાર્યો, મકાન બનાવવાનાં આયોજનોમાં સહાય વગેરે કાર્યો પણ કરવામાં આવે છે. ચન્દાબહેન ‘શ્રુજત'ના મેનેજિંગ ટ્રસ્ટી છે. તેમનામાં સાહસિકતા, સર્જકતા અને સૂઝભરી કાર્યશૈલીનો અનોખો સમન્વય જોવા મળે છે. કાકાની જેમ કાકી પણ વિચારને આચારમાં ઉતારનારા વિનમ્ર કર્મઠ વ્યક્તિ છે. કચ્છની મહિલાઓને તેમની કલા દ્વારા આર્થિક આવક મળતી થઈ, તેઓના કુટુંબમાં પણ એ રીતે આવક વધી તેનો આનંદ અનુભવે છે તો પોતાની પ્રવૃત્તિ દ્વારા કલાને પ્રોત્સાહન મળે છે અને મહિલાઓને રોજગારી મળે છે તેનો ચન્દાબહેનને સંતોષ છે. નિરપેક્ષભાવે કાર્ય કરવાની ગીતાની ફિલસૂફી તો સમગ્ર શ્રોફ પરિવારનો આદર્શ છે. ચન્દાબહેને એક મુલાકાતમાં પોતાના સમગ્ર કાર્યને ઈશ્વરની કૃપારૂપે ગણાવતાં કહ્યું છે કે “આ તો ઉપરવાળાની દયા છે કે આ બધું મારાથી થઈ શક્યું. એ કરાવે છે ને હું કરું છું. બાકી તો હું નાની હતી ત્યારે પણ કોઈ મહત્ત્વાકાંક્ષા નહોતી ને આ ઉંમરે ય નથી, પણ એક વાત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy