SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪ બહારવટિયાના ટાંટિયા ધ્રૂજતા. પણ તેનું વેર વાળવા સતત ઘૂમ્યા કરતા. તેથી ભાદા પટેલે જામ જસાજીને કહ્યું : “મહારાજા, આપ જાણો છો કે કંડોરણું ગામ ગોંડલ, જૂનાગઢ અને પોરબંદર એમ ત્રણ રાજ્યોની સરહદના ત્રિભેટે આવેલ છે. ઈ સંધાય રજવાડાઓની કાયમ રંજાડ અને બીક રહે છે એટલે ગામ ફરતો મજબૂત ગઢ બાંધવાની તાતી જરૂર છે.'' ભાદા પટેલ! તમારી વાત સાચી છે પણ રાજની તિજોરી ઉપરા ઊપરી મોળા વરહના કારણે તળિયા ઝાટક છે. એટલે હમણાં થોડો વખત ખમી ખાવ.” “તો બાપુ, મને રજા આપો તો હું ગઢ બંધાવું. રૈયતને રક્ષવી તો પડશે જ ને!” જામની રજા મળતાં ભાદા પટેલે સ્વ ખર્ચે રાજની, રૈયતની રક્ષા માટે જામ કંડોરણાનો કિલ્લો બાંધવો શરૂ કર્યો. વર્ષોના પરિશ્રમ પછી ભાદર નદીના કાંઠે ગઢ માટે આખું ગાડું વહ્યું જાય એવો મજબૂત ગઢ પૂરો કર્યો. જામ જસાજીએ સંવત ૧૮૭૫ના અખાત્રીજે વિધિવત્ પૂજા કરીને ગઢના દરવાજા ખુલ્લા મૂક્યા. પછી તો જામ બાજુએ ધકેલાઈ ગયા ને પ્રજાએ ભાદા પટેલના જશનાં ગીતડાં ગાવા માંડ્યાં. “ભાદે ગઢ ચણાવિયો, બંધાવ્યા કોઠા ચાર, ગામ દરવાજા શોભતા, કાંગરાનો નઈ પાર.' ગઢ ખુલ્લો મૂક્યા પછી ભાદા પટેલે જસાજામને બે દિવસ વધુ રોક્યા અને એમની મહેમાનગતિ કરવામાં મણા રાખી નહીં. હરેક ટંકે જામ માટે સાકરડી નામની ભેંસના કઢેલાં દૂધ હાજર રાખ્યાં. જામને ભેંસનું દૂધ જીભે લાગી ગયું. એમણે ભાદા પટેલ પાસે એ ભેંસની માંગણી કરી. જીવની પેઠે જતન કરીને આ પાડીને ઊછેરી હતી, એટલે કાળજાના કટકા સમી વહાલી ભેંસ જામને આપવાની ભાદા પટેલે ધસીને ના પાડી દીધી. રાજાશાહી કે તાનાશાહીનો એ જમાનો. જામસાહેબે રાતોરાત રાજ છોડી દેવા હુકમ કર્યો. ઉપકારનો બદલો અપકારમાં મળતાં ભાદા પટેલે જામને મોઢામોઢ જ પરખાવ્યું. સાંભળો જામ! તમારા એકલા કંડોરણામાં જ વાવ્યું ઊગે છે ને બીજે ક્યાંય નથી ઊગતું એવું થોડું છે? અમારે ખેડૂતોને તો ગાજે ત્યાં ગિરાસ. જ્યાં મહેનત કરશું ત્યાં ધરતીમાતા કણમાંથી મણ દેશે. તારી ધરતીને સરપેય નહીં સુંઘે જા!'' કહેવાય છે કે ભાદા પટેલે રાતોરાત સામાન સાથે કંડોરણું છોડી દીધું. હાલ અમરેલી જિલ્લામાં આવેલા લાઠી તાલુકાના શેખ પીપરીયાગામે જઈને વસ્યા. ભાદા પટેલના વંશજો ભાદાણી અટકથી ઓળખાય છે. Jain Education International પથપ્રદર્શક પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા અને મૂક લોકસેવક શ્રી મોતીભાઈ અમીન “મારું કામ અંધારું હોય ત્યારે અજવાળું કરવાનું છે. કંઈ ન હોય ત્યાં કંઈક કરી બતાવી માર્ગદર્શક બનવાનું છે. ઊંઘતાને જગાડવાનું છે, જાગતાને બેઠા કરવાનું છે, બેઠેલાને ઊભા કરવાનું છે, ઊભેલાને ચાલતા કરવાનું છે, ને ચાલતાને દોડતા કરવાનું છે.” આવા શબ્દો ઉચ્ચારનારા ગુજરાત પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા અને મૂક લોકસેવક મોતીભાઈ અમીનનો જન્મ તા. ૨૯ નવેમ્બર ૧૮૭૩ના રોજ ખેડા જિલ્લાના માતર તાલુકાના એમના મોસાળ આલિન્દ્રામાં થયો હતો. ગામમાં ચાર ધોરણનો અભ્યાસ કર્યા બાદ એ વડોદરા ગયા. ત્યાં મેટ્રિક અને ગ્રેજ્યુએટ થયા. બાળપણથી જ પુસ્તક વાંચવાનો એમને શોખ. એટલે વિદ્યાર્થીકાળથી જ એમણે “વિદ્યાર્થી પુસ્તકાલય” સ્થાપ્યું. તેમજ તેમણે “પુસ્તકાલય” માસિક પ્રસિદ્ધ કર્યું અને ચરોતર બોર્ડિંગ હાઉસ સ્થાપી, જીવનભર ત્યાં નિવાસ કર્યો. બાદમાં મહારાજ સયાજીરાવની પ્રેરણાથી મોતીભાઈ અમીન દ્વારા પુસ્તકાલય પ્રવૃત્તિનાં બીજ વવાયાં. એ પુસ્તકાલય ખાતાના વડા નિમાયા. એમના નિરીક્ષણ હેઠળ ગામેગામ “જ્ઞાન પરબો’’ ખૂલી. પરિણામે વડોદરા રાજ્યમાં ઠેર ઠેર પુસ્તકાલયો સ્થપાયાં. આધુનિક ચરોતરના આઘદૃષ્ટા, કેળવણીકાર, સાહિત્યકાર અને પુસ્તકાલય પ્રવૃત્તિના ભીષ્મ પિતામહ તરીકે ગુજરાત ભરમાં પ્રસિદ્ધ થયા. વસોના વતની આવા મહામાનવ પાટીદાર સમાજનું ગૌરવ બન્યા. તેમની યાદમાં ગુજરાત સરકારે શરૂ કરેલી સ્વ. શ્રી મોતીભાઈ અમીન ગ્રંથાલય એવોર્ડ અને ઉત્તર ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર યોજના ૧૫ વર્ષથી અમલમાં છે. સાઠ વર્ષે નિવૃત્ત થયા છતાં એમની વાચનભૂખ અને લોકોને વાંચતા કરવાની પ્રવૃત્તિ અકબંધ રહી. એમની લોકકલ્યાણ અને સમાજકલ્યાણની પ્રવૃત્તિ પણ અટકી નહીં. શિક્ષણ ક્ષેત્રથી પુસ્તક પ્રવૃત્તિ ક્ષેત્ર સુધી અમીન “માસ્તર”ના હુલામણા નામથી ઓળખાતા. મોતીભાઈ અમીનનું તા. ૧ ફેબ્રુઆરી ૧૯૩૯ના રોજ અવસાન થયું હતું. પરમ વંદનીય શ્રી લાલ બાપુના સાત્ત્વિક જીવનની આછેરી ઝલક ગાંધી વિચારને ખરેખર આચારમાં મૂકનાર કેટલીક વિભૂતિઓ પૈકી સ્વ. શ્રી લાલજીભાઈ નારણભાઈ સેંજળીયા કે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy