SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ એમાં ભારતીયો, કહો કે ગુજરાતી-બલ્કે પટેલોની માલિકીની મોટેલોનો યે મોટો હિસ્સો છે! સાનફ્રાન્સિસ્કોમાં હારબંધ મોટેલો આવતી હતી....આ આપણા ફલાણા પટેલની મોટેલ અને પેલી ઢીંકણા પટેલની' (પૃ. ૭) પ્રીતિ સેનગુપ્તા જેવાં જગતપ્રવાસી લેખિકાએ તેમના પુસ્તક ‘દેશ-દેશાવર' (પ્ર. આ. ૧૯૯૮)માં દર્શાવ્યું છે કે પેસિફિક મહાસાગરમાં આવેલ અમેરિકન ટાપુરાજ્ય હવાઈની સફર દરમિયાન હોનોલુલુ શહેરની બહાર ફરવા ગયેલ ત્યારે, તેમને જાણવા મળેલું કે “અહીં એક બે ભારતીય છે. મેં હોટેલમાં જઈને ટેલિફોન-ચોપડીમાં જોયું, તો એક ‘પટેલ’નો નંબર હતો....પટેલ-પત્ની હવાયન હતી.” (પૃ. ૭૪) સ્વામી સચ્ચિદાનંદજીનાં પ્રવાસપુસ્તકો બ્રિટન અને અમેરિકામાં વસી ગયેલા પટેલો વિશે વિવિધ પ્રકારની ઘણી માહિતી આપે છે. તેમના ‘આપણે અને પશ્ચિમ’ પુસ્તક (પ્ર. આ. ૧૯૯૫) માંની કેટલીક માહિતી તો આશ્ચર્યજનક છે : “સુરતી પટેલ દંપતી......બન્નેને અંગ્રેજી ન આવડે.... આશ્ચર્ય એ કે બન્ને અમેરિકામાં રહે, બન્નેને અંગ્રેજી ગ્રીનકાર્ડ અને બન્ને મૉટેલનો ધંધો ધમધોકાર ચલાવે.” (પૃ. ૩) અમેરિકાના ઑરિગન રાજ્યના પોર્ટલેન્ડમાં “આપણા ગુજરાતી પટેલોએ આ મૉટેલ ઉદ્યોગને પચાવી લીધો છે. જોતજોતામાં ઘણી મૉટેલોના તેઓ માલિક બની ગયા છે.” (પૃ. ૫૫) અમેરિકાના ફ્લોરિડા રાજ્યના માયામી શહેરમાં જયરામભાઈ પટેલની “બે મોટેલો છે. માણસ સુખી અને ભક્ત છે.” (પૃ. ૧૯૫) “મોટું શહેર ડિટ્રોઈટ....શ્રી અરુણભાઈ પટેલ....હાથપગ અને મગજ લઈને અમેરિકા આવેલા અને અત્યારે ત્રણ-ચાર મૉટેલોના માલિકસુખી માણસ છે.” (પૃ. ૩૩૧) માયામી શહેરના વિમાનમથકે મૂળ વાલમ (જિ. મહેસાણા) ની એક પાટીદારની દીકરી’ જોવા મળેલી. એ અને એનો પતિ “આર્જેન્ટિના (દૃક્ષિણ અમેરિકા) ગયાં હતાં. મારા પતિ ત્યાં વ્યાપાર કરવા માગે છે. તે બધું જોવાતપાસવા ગયા હતા.” (પૃ. ૧૯૬) ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં ગુજરાતી સમાજ છે, આ ‘સમાજના પ્રમુખ ઊંઝાના પટેલ છે.' (પૃ. ૨૦૦) ટેક્સાસ રાજ્ય.....એમરિલ્લો શહેર....ડૉ. સૂર્યકાન્ત પટેલ અને દિવ્યાબહેન....સાધુસંતોને પોતાને ઘેર ઉતારો આપે છે....એમરિલ્લોમાં સુરતી પટેલોની સંખ્યા વધારે છે. સુરતી પટેલો અપેક્ષા કૃત ભોળા, ભલા, નમ્ર તથા ઉદાર સ્વભાવના હોય છે......એમરિલ્લોની પાસે જ બસો માઈલ દૂર લબક ગામ છે. રણોલીના શ્રી રમણભાઈ (પટેલ) .....ત્યાં’” (પૃ. ૨૫૭) “ગુજરાતી સમાજ-અટલાન્ટાના મંત્રી શ્રી જિતુભાઈ પટેલ....” (પૃ. ૨૬૦) “રિચલેન્ડ....શ્રી વિઠ્ઠલભાઈ Jain Education Intemational ५०७ (પટેલ) ના પરિવારના સભ્યો અહીં ડૉક્ટર....” (પૃ. ૨૯૪) “કેન્ટુકી રાજ્ય...લેક્સિંગ્ટન.....અહીં ડૉ. ઇલાબહેન તથા તેમના પતિ રોહિત પટેલ.” (પૃ. ૩૦૦) મિનેસોટા રાજ્યની રાજધાની મિનિયાપૉલિસમાં રાજેન્દ્ર પટેલ અને શિકાગોમાં દંતાલી (તા. પેટલાદ) ના શ્રી પ્રવીણભાઈ રહે છે. (પૃ. ૩૧૩, ૩૨૬) : ન્યૂયોર્કમાં ગુજરાતી સમાજના પ્રમુખ રમણભાઈ પટેલ, અંબાલાલ પટેલ, મહેળાવ (તા. પેટલાદ)ના બહુ જૉલી માણસ’ વિષ્ણુભાઈ પટેલ, ‘રાષ્ટ્રસંઘના ધાર્મિક' વિભાગમાં મોટા હોદ્દા ઉપર કામ કરતા ‘ચન્દ્રકાન્ત પટેલ વગેરે પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. (પૃ. ૩૩૫-૩૩૬, ૩૪૧-૩૪૨) કનેક્ટિકટ રાજ્યના ન્યૂહેવન શહેરમાં “ગુજરાતીઓની (અને તેમાં પટેલોની) સારી એવી સંખ્યા છે. મૉટેલોની સાથે બીજા વ્યવસાય પણ સ્વીકારીને લોકો ધન્ય થઈ રહ્યા છે....ફોરેસ્ટ હિલમાં તથા ન્યૂજર્સીમાં ઘણા દંતાલીના (પટેલ) સજ્જનો રહે છે.' (પૃ. ૩૪૬) ‘......ભવાનીપુરા ગામના (તા. પેટલાદ) પ્રવીણભાઈ (પટેલ) વર્ષોથી અહીં (સનીવેલ ગામ, કેલિફોર્નિયા) રહે છે. નર્સરીનું ભણીને વધુ ભણવા અમેરિકા આવ્યા, ભણ્યા અને જૉબ કરવા લાગ્યા. પણ જૉબમાં તકલીફ થવા લાગી. પાટીદાર નામે સાહસ. દસ એકર જમીન રાખી અને પોતાની આગવી નર્સરી શરૂ કરી દીધી....ફૂલછોડોથી માંડીને શાકભાજીના રોપાઓ બહુ મોટા પ્રમાણમાં તૈયાર થાય અને દૂર દૂર સુધી બે-ત્રણ ટ્રકોમાં પહોંચતા કરાય. બધા સુખી પોતાના પરિવારને પણ અહીં જ વસાવ્યો અને બધા માણસોને પોતાની નર્સરીમાં કામે લગાડ્યા.” (પૃ. ૩૨) લોસ એંજેલિસ શહેરમાં ‘સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ' હોવાની માહિતી ચન્દ્રકાન્ત બક્ષી ‘અસ્મિતા ગુજરાતની (પ્ર.આ. ૧૯૯૮, પૃ. ૬૭) પુસ્તકમાં આપે છે. તેઓ તેમના પુસ્તક ‘સ્ત્રી વિશે’ (પ્ર. આ. ૧૯૯૮, પૃ. ૬૭)માં જણાવે છે કે “વોશિંગ્ટન ડી. સી......એમાં પૂર્વ એશિયા વિભાગમાં સિનીઅર ઇકોનોમિસ્ટ તરીકે શિલ્પા પટેલ છે, જે ૧૯૮૩ થી વિશ્વબેન્ક સાથે છે.' સ્વામી સચ્ચિદાનંદજીએ ‘પૃથ્વી પ્રદક્ષિણા' પુસ્તક (પ્ર. આ. ૧૯૯૦, પૃ. ૧૮૪-૧૮૫)માં મૂળ પાટણ પાસેના બાલિસણાના વતની અને સાનફ્રાન્સિસ્કોમાં વસી ગયેલા, નારણભાઈ પટેલ વિશે લખ્યું છે : “.....ડૉક્ટર છે. તેમની સર્જરી વખણાય છે....તેઓ સીધા સાદા સરળ નિરભિમાની, ઉદાર વ્યક્તિ છે.” ન્યૂજર્સીમાં વસેલા, મૂળ ઉત્તર ગુજરાતના મણુંદના વતની, ગોરધનભાઈ પટેલ રેડિયો, એક્ટિવીટી (કિરણોત્સર્ગ)ની અસર અને તેની તીવ્રતા માપવાનાં ઉપકરણોના શોધક, વૈજ્ઞાનિક છે. તેમની ‘સિરાડ કાર્ડ'ની મહત્ત્વની નોંધ માટે અમેરિકાની ફેડરલ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy