SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૫૮૩ જયોતિષશાસ્ત્રમાં ગુજરાત મધ્ય પ્રદાન -ડો. રમેશચંદ્ર મુરારી દરેક ભાષાનું તેનું એક જુદું જ મહત્ત્વ હોય છે, ગુજરાતમાં ગુજરાતી ભાષાનું વૈવિધ્ય જોવા મળે છે. દરેક ક્ષેત્રે ગુજરાત બુદ્ધિ સંબંધી કાર્યો માટે મોખરે છે. વ્યાપારથી લઈને વિજ્ઞાન-વિકાસ સુધી આ પ્રાંતે ૫૦ વર્ષમાં ખૂબ જ ઉન્નતિ કરી છે. અહીં ધાર્મિકતા મુખ્ય માનવામાં આવે છે. તે સાથે સંસ્કૃતિનો ફાળો અહીં અતૂટ છે. જેમ કે ધાર્મિક સંસ્કારોના હોવાથી લોકોના વિચાર ઉચ્ચ છે. મદિરા-માંસાહાર અહીં વર્જિત છે (મનાઈ છે) સંસ્કૃતિ સાથે પ્રાચીન વિદ્યા જ્યોતિષ તરફ આપણે આગળ વધીએ તો આ વિષય ઉપર ખૂબ જ વિચાર અહીં થયા છે. આ વિષય માટે લોકોમાં લાગણી, સમજ અને શ્રદ્ધા છે, જ્યોતિષ ઠગ વિદ્યા નથી. તે એક ગણિતનું સચોટ શાસ્ત્ર છે. આજે જ્યોતિષના અસંખ્ય પ્રામાણિક ગ્રંથો આપણે ત્યાં મળે છે. આ ક્ષેત્રમાં શંકર, મણિરામ, ભૂલા, મથુરાનાથ, ચિંતામણિ દીક્ષિત, રાઘવ, શિવ, દિનકર, યજ્ઞેશ્વર, વાયુદેવ શાસ્ત્રી, નીલામ્બર શર્મા, વિનાયક લક્ષ્મણ છત્ર (કેરોપંત) વિસાજી રઘુનાથ લેલે, ચિંતામણિ રઘુનાથ આચાર્ય, વેંકટેશ, બાલ ગંગાધર તિલક, વિનાયક પાંડુ રંગ ખાનાપુરકર તેમજ સુધાકર દ્વિવેદીએ ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં ઘણો ફાળો આપ્યો. જ્યોતિષશાસ્ત્ર વેદનું અંગ અને ગ્રહગણિત છે. તે કદી ખોટુ શાસ્ત્ર નથી અને થવાનું પણ નથી ગણિત સત્ય જ હોય છે. અમુક અલ્પજ્ઞો જ્યોતિષી બની જાય તેથી શાસ્ત્રને બદનામ કરાય નહી. જ્યોતિષ પરમાત્માનું નેત્ર છે. હા એમ જરૂર કહી શકાય કે જ્યોતિષ વિષે ગુજરાતમાં જે સંશોધનો થવા જોઈએ તે થયા નથી. જ્યોતિષી પાસે સાધન સામગ્રી ઉપલબ્ધ નથી જે હોવી જોઈએ. કેટલીક આગાહી ખોટી પડે છે તેનું કારણ અપૂર્ણ સંશોધન છે. જ્યોતિર્વિધા અનાદિકાળથી સમાજને માર્ગદર્શન આપતી જ આવે છે અને ભવિષ્યમાં પણ આપશે. | ગુજરાતમાં જયોતિષ ઉપરની સામાન્ય ઝલક રજૂ કરનાર ડો. રમેશચંદ્ર મુરારી જયોતિષ શાસ્ત્રના સારા એવા અભ્યાસુ છે. તેમના પરિચય સંબંધમાં પણ નજર કરીએ. રમેશચંદ્ર એલ. મુરારીનો જન્મ તા.૧૦-૫-૧૯૬૦ ના રોજ લોહાઘાટ, જિ. ચંપાવત (ઉત્તરાંચલ) ખાતે થયો હતો. તેમણે સંસ્કૃત વિષય સાથે વારાણસીમાં એમ.એ. અને ગુજ. યુનિ. અમદાવાદથી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવી, ૧૫ વર્ષ સુધી પી.જી. કક્ષાએ વ્યાખ્યાતા તરીકે સેવા આપી છે, તેમણે જ્યોતિષ વિષયની કર્મ વિપાક સંહિતા પદ્યાર્થ અને ‘દ્વારકાની યાદે' ભાગવત્ ફલમ્ તથા “ચમત્કાર ચિંતામણી' જેવા પ્રકાશનો આપ્યાં. તેમણે પાંચ આંતરરાષ્ટ્રીય સેમિનાર, છ રાષ્ટ્રીય, ૮ પ્રાંતીય સેમિનારોમાં ભાગ લીધો અને ૩ દેશોમાં વિદેશયાત્રા કરી છે, જ્યોતિષનું પરંપરાગત અધ્યયન ઉપરના તેમના જ પુસ્તકો પ્રેસમાં છે. હાલમાં તેઓ શ્રી દ્વારકાધીશ સંસ્કૃત એકેડેમી, દ્વારકામાં સેવા આપી રહ્યાં છે. આ લેખકની વંશ પરંપરામાં ૧૭૩૪થી અત્યાર સુધીમાં જ્યેષ્ઠ પુત્રનો જન્મ અગિયારસના દિવસે જ થાય છે. જે જે જ્યોતિષના જાણકાર થયા છે તેમના નામ આ મુજબ છે. (૧) ગુમાની મુરારી (૨) રામી મુરારી (૩) ઇન્દ્રદેવ મુરારી (૪) રાધાપતિ મુરારી (૫) ચુડામણિ મુરારી (૬) પ્રેમવલ્લભ મુરારી (૭) કૃષ્ણાનંદ મુરારી (લેખકના દાદા) (૮) લક્ષ્મીદત્ત મુરારી (પિતા) (૯) રમેશચંદ્ર મુરારી (૧૦) પ્રતિક મુરારી (લેખકનો પુત્ર) ખૂબ ખૂબ ધન્યવાદ. – સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy