SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૪ ૨૮ (૧) દીપિકા :—આચાર્ય મંત્રેશ્વરે અધ્યાયના આ મહાન ગ્રંથનું પ્રણયન કર્યું છે. ડૉ. ચન્દ્રશેખર ગોપાલજી ઠકકુરે આ ગ્રંથની સુંદર ગુજરાતી ટીકા કરી છે, ગ્રંથના તમામ તલસ્પર્શી વિધાનોનું અધ્યયન કરી સંજ્ઞાધ્યાય, ગ્રહભેદ, કર્માજીવ, મહારાજયોગ, રોગ, ભૂત ભવિષ્યફલ, મહાદશાઓ, ગોચર પ્રવ્રજ્યાયોગ, અષ્ટકવર્ગ તથા ઘણા વિષયો ઉપર વિચાર કર્યો છે. ફલદીપિકામાં મંત્રેશ્વર લખે છે “सुकुन्तलाम्बां सम्पूज्यं सर्वाभीष्ट प्रदायिनीम् । तत्कटाक्ष विशेषेण कृता या फलदीपिका' ॥ (૨) આયુષ્ય અરિષ્ટ અને મૃત્યુઃ—આ ગ્રંથના લેખક શ્રી કે. જે. મહેતા આયુષ્ય ઉપર બલ આપી, દીર્ધાયુ જીવન અકાલ મૃત્યુ, અલ્પાયુ, અપઘાત, બળાત્કાર, ખૂન, ફાંસી, અકસ્માત મૃત્યુ, અપમૃત્યુ, મારકગ્રહો, સ્થળ, વિભિન્ન મહાનુભાવોની કુંડલી ઉપર ફલકથન કરી ૧૩૩ કોષ્ટકો ઉપર સુંદર વિચાર કરીને લખે છે. (૩) વર્ષ કુંડલી અષ્ટકવર્ગ અને વિવિધ જ્યોતિષ વિષયો ઃ —આ જ લેખકની આ પુસ્તકમાં સ્થાનોના અધિપતિઓ, પરદેશયાત્રા, સ્વરોદયશાસ્ત્ર, આશ્લેષા અને પૃથ્વી, પવનનું સંયોગનું વિચાર, જમણા-ડાબા સ્વરનું વિચાર અહીં ઉંડાઈથી કરવામાં આવે છે. (૪) ભાવાર્થ રત્નાકર :—ડૉ. ચંદ્રશેખર ગોપાલજી ઠક્કરે આ ગ્રંથમાં લગ્ન વિચાર, ધનયોગ, ગ્રહોનું પરિચય, ભાવફલ સ્વક્ષેત્રાદિ વર્ણન સાથે શેખર ભાષ્ય કર્યું છે. (૫) દશાફલવિચારઃ—મોહનભાઈ ડી. પટેલ (પરાશરમ્) આ ગ્રંથના વ્યાખ્યાકાર છે. આ ગ્રંથનો આધાર વૃહદ્ પારાશરહોરાશાસ્ત્ર છે. ગ્રંથમાં દશાઓના પ્રકારો, જેમ કે કાલદશા, ચક્રદશા, સ્થિર દશા, ચોગાéદશા, કેદ્રાદિદશા, કારકદશા, મંડુકદશા, શૂલદશા, ત્રિકોણદશા, દૃગ્દશા, લગ્નાદિ રાશિ દશા, પંચસ્વરદશા, સંધ્યાદશા, યોગિની દશા, અંશ દશા, પિંડદશા, નિસર્ગદશા, પાશક દશાઓનું ખૂબ જ સુંદર વર્ણન કરેલ છે. વિશોત્તરી અષ્ટોત્તરીને મહત્ત્વની દશા કહેવામાં આવી છે. (૬) જાતકજીવન (લઘુમિનિ) —લેખકચુનીભાઈ ભટ્ટે આ ગ્રંથમાં સંજ્ઞાધ્યાય, રાજયોગો, આયુ, દશાલ, દરિદ્રિયોગો, ગ્રહબલ, દૃષ્ટિ, ભાવ, ચરાદિપ્રકાર, અયન દૃષ્ટિચક્ર, ભાવસંધિનું પર્યાય, દશાક્રમ, વિકૃતિ ચક્ર, ઉદય ચક્ર, પ્રકૃતિ ચક્ર તથા ભુક્તિ ફલનું વિસ્તૃત વિચાર કર્યું છે. Jain Education International પથપ્રદર્શક (૭) દશાફલ દર્પણઃ—ડૉ.ચંદ્રશેખર ગોપાલજી ઠક્કરે આ ગ્રંથમાં નવગ્રહોની દશાઓ, મૈત્રી, દશાપતિ, પ્રત્યત્તર, સૂક્ષ્મદશાની ચર્ચા ખૂબ જ સુંદર રીતે કરી છે. (૮) પ્રશ્નજ્યોતિષ તત્ત્વઃ—આ ગ્રંથનું મૂલાધાર ગ્રહોનું સ્થાન છે દરેક ભાવોનું સૂક્ષ્મ વિચાર. ચન્દ્રનાં ગુણદોષ. પ્રશ્નોત્તર રૂપમાં બતાવ્યા છે. ગ્રંથના લેખક ડૉ. રવીન્દ્ર સી. દેસાઈ છે. (૯) જન્મ કુંડલીમાં મંગલદોષઃ—કે. જે. મહેતા તથા કુ. હરસિદ્ધા કે. મહેતાએ મહર્ષિ પારાશરનો આધાર લઈ સ્ત્રીજાતક ઉપરના તમામ વર્ગોને સમાવેશ કરી જન્મ કુંડલીમાં મંગળ ગ્રહ વિશે યથાર્થતા બતાવી છે. (૧૦) નક્ષત્ર ફલ દીપિકા -મોહનભાઈ ડી. પટેલ (પરાશરમ્) દ્વારા લખેલ આ પુસ્તકમાં નક્ષત્રોનું નામકરણ, તત્ત્વ, સંજ્ઞા, વર્ગ, નક્ષત્રયોગ, વર્ષાત, પ્રશ્નજ્ઞાન, મહાદશાઓનું વૈજ્ઞાનિક વિવેચન છે. કર્ક તથા સંવર્તક યોગની વિશેષ ચર્ચા આ ગ્રંથમાં કરવામાં આવી છે, આ ગ્રંથકારે જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ કામ કર્યું છે. લગભગ એમના ૩૦ પુસ્તકો પ્રકાશિત છે. (૧૧) અનિષ્ટ નિવારણ ઇષ્ટ સર્જન :—શ્રી કે. જે. મહેતા, કુ. હરસિદ્ઘ કે. મહેતા દ્વારા આ ગ્રંથની રચના થઈ છે. ગ્રંથમાં સૂર્યથી લઈને રાહુ, કેતુ ગ્રહોના દેવતાઓ, તેમજ સૂર્યનાં વિષ્ણુ, અધિદેવ છે. ચન્દ્રના શિવ, મંડળના કાર્તિકેય, બુધના વિષ્ણુ, ગુરૂના બ્રહ્મા, શુક્રનાં લક્ષ્મીજી, શનિ રાહુના ભૈરવ, કેતુના ગણેશની વિસ્તૃત ચર્ચા કરી છે. (૧૨) જ્યોતિષ રત્નાકર :—આ ગ્રંથમાં રાહુને એક માયાવી ગ્રહ, સૂર્ય તથા શનિની કમાલ વિષે તથા અમૃતયોગ, પીડાકારક ગ્રહ રાહુનું ગુણધર્મ, કારકત્વ વિશે— "CHARACTE RISTICS AND SIGNIFICATION" કહ્યું છે. શ્રી નટવરલાલ પટેલ આ ગ્રંથના રચયિતા છે. ગ્રહોનું ઊંડું જ્ઞાન આ ગ્રંથમાં બતાવ્યું છે. ગ્રંથકારે-બૃહજ્જાતક, બૃહત્સંહિતા, જાતક પારિજાત, ફલદીપિકા, માનસાગરી, જાતકા-ભરણ, ભૃગુસૂત્ર, વૃહદ પારાશર હોરા, ભુવનદીપક, ઉત્તરકાલા-મૃત, જૈમિની સૂત્ર, તાજિક નીલકંઠી, સત્યનાડી, ગર્ગ સંહિતાનું અધ્યયન કરી ૧૧૫ કુંડલિયોનો સરસ દાખલા પણ આપ્યા છે. (૧૩) નડતા ગ્રહોનું નિવારણ —ડૉ. ચંદ્રકાંત મોહનલાલ પાઠક દ્વારા લિખિત આ ગ્રંથમાં રાશિઓનો પ્રભાવ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy