SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૬ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા અને દિલ્હીને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં તેમણે જ્ઞાતિના તબક્કાવાર અભ્યાસો કરેલા છે. રાષ્ટ્રીય કક્ષાની શ્રીનિવાસ’ વ્યાખ્યાન માળાના તેઓ પ્રેરક-સર્જક રહ્યા હતાં. ડો. શાહ સાહેબના લેખ રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ થતા ‘સોશ્યોલોજિક બુલેટીન', “ઇ.પી.ડબલ્યુ”, “અર્થાતું' જેવા પ્રસિદ્ધ સામયિકોમાં નિયમિત રીતે પ્રસિદ્ધ થતા રહે છે. તેમના વિચારો અને લેખનમાં સામાજિક-સાંસ્કૃતિક માનવશાસ્ત્રીય અભિગમ જોવા મળે છે. તેઓએ સોશ્યોલોજિકલ કોન્ફરન્સનું મેંગલોર ખાતે પ્રમુખપદ સંભાળ્યું હતું. તેઓએ પોતાનું પી.એચ.ડી.નું કાર્ય ભારતના સમાજશાસ્ત્રના ભીષ્મપિતા ગણાતા ડો. એમ. એન. શ્રીનિવાસના માર્ગદર્શન તળે કરેલ હતું. તેમનો પી.એચ.ડી.નો વિષય “સોશ્યલ સ્ટ્રકચર એન્ડ ચેન્જ ઇન એ ગુજરાત વિલેજ હતો. પ્રો. એ. એમ. શાહ સાહેબે અભ્યાસ અને પોતાની સેવા ‘ઓક્ષફર્ડ યુનિવર્સિટીમાં પણ આપેલ હતી અને ત્યાંથી ૧૯૫૧માં પરત ફર્યા બાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. તેઓએ અનેક પુસ્તકો લખેલ છે, પરંતુ ડો. આઈ.પી. દેસાઈ સાથે થયેલો પત્રવ્યવહાર (વિચાર-વિમર્શ) કે જે બાદમાં ‘વિભાજન અને ઊંચનીચ ક્રમ ગુજરાતમાં જ્ઞાતિપ્રથાનું વિહંગાવલોકન'ના પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થયું કે જેમાં ગુજરાતની જ્ઞાતિની પાયાની સમજ તેઓએ આપેલ છે. હાલમાં તેઓ દિલ્હીમાં નિવૃત્ત જીવન ગાળે છે. વગડાઉ ફૂલો જેવી નારી સંવેદનાની ઝૂલતી ડાળ સમા (ડો.) તારાબેન પટેલ ગુજરાતમાં જ્યારે સમાજશાસ્ત્રમાં મહિલા વિદુષીનું નામ ઉચ્ચારવામાં આવે ત્યારે ડો. તારાબેનનું નામ એક વિશિષ્ટ તરાહથી લેવામાં આવે છે. આઝાદી બાદના તબક્કામાં કે જ્યારે સમાજશાસ્ત્રનો પ્રારંભ (વિકાસાત્મક તબક્કો) થયો. તે સમય ગાળામાં તેઓએ પોતાનો અભ્યાસ વિદેશમાં કર્યો. ગુજરાત યુનિવર્સિટીમાં સૌ પ્રથમ સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તરીકે પસંદ થયાં. સમાજશાસ્ત્રનું ગુજરાતી ભાષામાં જ્યારે સાહિત્ય ઉપલબ્ધ ન હતુ તે સમય ગાળામાં તેઓમાં સમાજશાસ્ત્રની પાયાની સમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓને મળી રહે તે હેતુથી સમાજશાસ્ત્રનાં મૂળતત્ત્વો’ પુસ્તક લખ્યું જે હજુ પણ સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે આધારભૂત છે. પથપ્રદર્શક ૧૯૭૩-૭૪માં બક્ષીપંચમાં (0.B.c.) કઈ જ્ઞાતિઓનો સમાવેશ કરવો તે નક્કી કરવા માટેની જે સમિતિ રચાઇ હતી તેમાં સમાજશાસ્ત્રી તરીકે (ડો.) તારાબેન પટેલનો સમાવેશ થયેલ હતો. અને તેમણે જ સમગ્ર ગુજરાતમાં અભ્યાસ કરીને ૮૨જ્ઞાતિઓની યાદી સુપ્રત કરી હતી. આ ઉપરાંત ગુજરાતમાં 'Tribal women'નો અભ્યાસ તેમણે કરેલો હતો. તેઓ પ્રથમ ગુજરાતી મહિલા વિદુષી હતાં કે જેમણે વિદેશમાં જઈને સમાજશાસ્ત્ર વિષયમાં અનેકવિધ ઉપાધિઓ પ્રાપ્ત કરેલ હતી અને શોધ કાર્યો કર્યાં હતાં. તેઓએ ગુજરાતમાં જ્યારે સમાજશાસ્ત્રનો પ્રારંભ થયેલો હતો ત્યારે 'sociology of Education'ના સંદર્ભમાં I.c.s.s.R.ના અનેક પ્રોજેકટમાં કાર્ય કરેલ હતું. આજે આપણે જ્યારે દલિત, આદિવાસી મહિલા વિષે વિચારણા કરીએ તેના વિષે તેમને આજથી પાંચ દાયકા પહેલાં વિચારણા અને અભ્યાસો કરેલા હતા. આઈ. પી. દેસાઈના ‘ગ્રામીણ ગુજરાતમાં અસ્પૃશ્યતાના ઉલ્લેખનીય અભ્યાસમાં તેમની ભૂમિકા અગ્રસ્થાને રહેલ હતી. ગુજરાતમાં સર્વ પ્રથમ અભ્યાસ થયેલો who goes to college' આ અભ્યાસ ૪૦, વર્ષ પૂર્વે થયેલો અને એ અભ્યાસમાં પણ ડો. વિમળભાઈ સાથે ડો. તારાબેનની ભૂમિકા કેન્દ્ર સ્થાને રહી હતી. આ અભ્યાસમાં મુખ્યત્વે ઉચ્ચ શિક્ષણમાં કોણ પ્રવેશ મેળવી શકે છે. વિશેષતઃ દલિત, આદિવાસી અને મહિલા ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશની સ્થિતિ ગુજરાતમાં શી રહી છે? તે જાણવા માટેનો પ્રયાસ પ્રસ્તુત અભ્યાસમાં થયેલો હતો. તેમને ભિક્ષાવૃત્તિ પર પણ અભ્યાસ કરેલો હતો. ૧૯૮૯-૯૦માં તેઓ ગુજરાતમાં સમાજશાસ્ત્ર પરિષદના પ્રમુખ હતાં. હાલના તબક્કામાં જે મહિલા સશક્તીકરણની વાત ચર્ચાય છે તેમનો ઉલ્લેખ તેમણે પાંચ દાયકા અગાઉ કરેલો. હાલમાં અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે. માણસ જાતના માવતર અને ભેરુ ડો. વિધુતભાઈ જોષી ગુજરાતના સમાજશાસ્ત્રીઓની જુની અને નવી પેઢીના સંક્રાંતિકાળમાં સ્થાન ધરાવતા ડો. વિધુતભાઈ જોષી બી.એ. અને એમ.એ. કક્ષાએ સમાજશાસ્ત્ર વિષયમાં યુનિવર્સિટીમાં પ્રથમ હતા. તેમણે પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી અને આઈ.પી. દેસાઈના માર્ગદર્શન હેઠળ “આદિવાસી શિક્ષણ આશ્રમશાળાની ભૂમિકા પર કામ કરી પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી હતી. કોલેજ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy