SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૪ પ્રમુખ તરીકે પણ સેવા આપેલી હતી. | ભારતના વિવિધ રાજ્યોના જ્ઞાતિ સમુદાયો સાથે હંમેશના સંપર્કમાં રહેતા હતા. પ્રો. એમ. એન. શ્રીનિવાસની સાથે તેમણે જ્ઞાતિ વિષયક નિબંધો પણ તૈયાર કરેલા. તેઓ ભારતના સમાજશાસ્ત્રના સ્કોલરો સાથે સતત સંપર્કમાં રહેતા હતાં. તેમણે દક્ષિણના જ્ઞાતિ સમુદાયનો શ્રીનિવાસ સાથે રહીને અભ્યાસ કરેલો હતો. તેઓ સમાજશાસ્ત્રમાં એક સ્પષ્ટ વક્તા તરીકે પણ જાણીતા છે. તેઓએ નિવૃત્તિ બાદ પણ દિલ્હીની જે.એન.યુ. યુનિવર્સિટીમાં એમેરીટ્સ પ્રોફેસર તરીકે સેવાઓ આપેલી છે. તેઓએ 'Family in India' નામનું પુસ્તક લખેલું છે. તેમનાં લખેલાં પુસ્તકો ભારતની વિવિધ યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે અભ્યાસમાં લેવામાં આવે છે. તેઓનાં પુસ્તકોનો એક સંપુટ મુંબઈ યુનિવર્સિટીના સમાજકાર્ય વિભાગમાં અભ્યાસક્રમમાં છે. તેઓનું લખાણ ખૂબ જ અને વ્યાપક સમૃદ્ધ લખાણ તરીકે ગણવામાં આવે છે. આમ ઉપરાંત તેમના અસંખ્ય લખાણો અને નોંધ સમાજશાસ્ત્રમાં એક મૂળભૂત ગ્રંથ તરીકે ગણવામાં આવે છે. જો કે, વિવેચકોએ તેમને નૃવંશશાસ્ત્રી ગણેલા હતા. મૂળભૂત રીતે રેડકલીફબ્રાઉન અને મેલીનોવસ્કીની અસર તળે તેમનાં લખાણો જોવા મળેલાં હતાં. જો કે, આ દરેક બાબતો તેમની સમાજશાસ્ત્રીય વ્યાપકતાને સ્પષ્ટ કરે છે અને વધુ સુરેખ બનાવે છે. તેઓએ બહોળા વિષયો ઉપર બૃહદ લખાણ લખેલ છે. તેમનું સર્જન આ પ્રમાણે છે. (1) Aspect of Family in Mahuva (2) Tribal demand for Autonomous State (3) Vedchhi Movement (4) Untouchablity in Rural Gujarat (5) Caste Violence and the Social Structure (6) Caste as a Basic of Backwardness (7) Division and Hierarchies (8) The craft of sociology and other Essays. તેઓ આજીવન અવિવાહિત રહ્યા પરંતુ તેમનું કુટુંબ અત્યંત વિશાળ હતું. જેમાં અસંખ્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો, વહીવટકર્તાઓ અધિકારીઓ, રાજકીય આગેવાનો અને કર્મશીલોનો સમાવેશ થાય છે. જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેમણે સાહિત્ય અને સામાજિક માળખામાં રઘુવીર ચૌધરી, ઝવેરચંદ મેઘાણી, લક્ષ્મણ શાસ્ત્રી તેમજ પી. વી. કાનના ધર્મશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ૭૪, વર્ષની વયે “સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝના કેમ્પસમાં ૨૬-જાન્યુઆરી ૧૯૮૫માં તેઓ સ્વર્ગવાસી થયા. પથપ્રદર્શક બૃહદ્ સમાજના સંયોજક અને સમદર્શી સ્વ. (ડો.) એ. આર. દેસાઈ ભારત અને ગુજરાતમાં જે કેટલાક માર્કસવાદી વિચારધારાને વરેલા સમાજશાસ્ત્રીઓ ગણાય છે તેમાં ડૉ. એ. આર. દેસાઇની ગણના મુખ્ય છે. ૧૯૬૪માં ફ્રાન્સમાં મળેલી આંતરરાષ્ટ્રીય ગ્રામીણ સમાજશાસ્ત્રની પરિષદમાં તેમણે ભાગ લીધો હતો. ૧૯૭૧માં સીનિયર ફેલો તરીકે સોવિયેટ રશિયામાં ત્રણ માસ માટે સરકારના આમંત્રણથી ગયા હતા. ૧૯૭૩-૭૫ સુધી આર.સી.એસ. આર.ના સીનિયર ફેલો તરીકે Dialectics of Indian Development attach independence' ઉપર અભ્યાસ વિકસાવ્યો હતો. તેઓ source Book of labour movement in Indiaના માનદ્ ડિરેકટર તરીકે નિમણૂંક પામેલા હતા. ડૉ. દેસાઈ સાહેબે પોતાની સેવાઓ દીર્ધકાળ સુધી બોમ્બે યુનિવર્સિટીમાં આપેલ હતી. તેમનું સાહિત્ય સર્જન આ પ્રમાણે છે. (૧) સમાજખંડ ભાગ-૧ થી ૪ (અનુવાદ) Society પુસ્તકનો અનુવાદ (૨) જ્ઞાતિઓ ક્યાંથી આવી? (૩) ભારતીય સમાજ અને સંસ્કૃતિના પ્રવાહો (૪) ભારતનું ગ્રામીણ સમાજશાસ્ત્ર (૫) ભારતીય રાષ્ટ્રવાદના સામંત વલણ (Recent Trends in Indian Nationalism) (૬) લોકશાહી અને ક્રાંતિ (સહ, અનુવાદક પ્રાગમલ રાઠોડ) (૭) ભારતીય રાષ્ટ્રવાદની સામાજિક ભૂમિકા (social Background of Indian Nationalism) (૮) સમાજ વિજ્ઞાન માળા : સંપાદક તેમણે સમાજવિજ્ઞાન માળા શીર્ષક તળે ભારતીય સમાજ-સંસ્કૃતિ, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, સામુદાયિક વિકાસ યોજના, ભારતીય ગ્રામીણ સમાજશાસ્ત્ર, ભારતની જ્ઞાતિ વ્યવસ્થા, કલાનું સમાજશાસ્ત્ર અને કેળવણીનું સમાજશાસ્ત્ર જેવા વિષયો પર ગ્રંથમાળાનું સંપાદન કાર્ય કર્યું. સમાજશાસ્ત્ર વિષયના પ્રારંભિક કાળમાં તેઓની સમાજશાસ્ત્રના સાહિત્યની સર્જન પ્રક્રિયાએ સમાજશાસ્ત્રના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપ્યું છે. તેઓ ૧૯૭૯-૮૧ સુધી ભારતીય સમાજશાસ્ત્ર પરિષદના પ્રમુખ હતા. અને ૧૯૯૧માં તેઓએ ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદના પ્રમુખ તરીકે સેવા આપેલ હતી. ડો. દેસાઈ સાહેબ ૧૯૯૪ના ડિસેમ્બર માસમાં અવસાન પામ્યા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy