________________
પ્રતિભાઓ
આવતાં હોવાથી નવલકથાઓ મનગમતી બની છે. ઇ.સ. ૧૯૬૮માં તેમણે ‘ચલઅચલ’, ઇ.સ. ૧૯૭૦માં ‘આભને છેડે’ અને ઇ.સ. ૧૯૭૯માં ‘મેઘના' નવલકથાઓ લખી હતી. ‘આભને છેડે’નું હિન્દી ભાષાંતર પણ થયું છે. તેમના વાર્તાસંગ્રહો છે ‘આલંબન’, ‘વાદળી ઝર્યા કરતી હતી' અને ‘તાણેવાણે’. તેમણે આપેલા એકાંકીસંગ્રહો છે. તેમનાં નાટકો છે ‘શુભસ્ય શીઘ્રમ્’, ‘નવાં નવાં નાટકો’ અને કિશોરોનાં નાટકો’. ‘શુભસ્ય શીઘ્રમ્’ નાટક રાજ્ય સરકારના પારિતોષિકથી વિભૂષિત થયું હતું.
વિવેચનક્ષેત્રે
ઇ.સ. ૧૯૫૫માં ‘દલપતરામ-એક અધ્યયન' નામનો મહત્ત્વનો સંશોધનાત્મક, સ્વાધ્યાયગ્રંથ તેમણે પ્રકાશિત કર્યો. અન્ય વિવેચનપુસ્તકો છે ‘અન્વય’ અને ‘તદ્ભવ’. ઇ.સ. ૧૯૬૩માં તેમણે ઇ.સ. ૧૯૬૧માં થયેલ ગુજરાતી ગ્રંથસ્થ વાંડ્મયની સમીક્ષા કરી હતી. જે ગ્રંથકારે ગુજરાત સાહિત્યસભા દ્વારા પ્રકાશિત થઈ હતી. ઇ.સ. ૧૯૭૮માં ગુજરાતી ગ્રંથકાર શ્રેણીને ઉપક્રમે ‘મીરાં’ નામ એક પુસ્તિકા લખી હતી. તેમના ગુજરાતી કવિતાના આસ્વાદલેખોનો બે ભાગમાં પ્રકાશિત થયેલો સંગ્રહ છે ક્ષણો ચિરંજીવી’.
અનુવાદ તેમજ ચારિત્ર-લેખન તેમજ સંપાદન ક્ષેત્રે પણ તેમનું પ્રદાન ગણનાપાત્ર છે. ઇ.સ. ૧૯૬૩માં તેમણે પત્ની જ્યોત્સનાબહેનના સહયોગમાં પિતા હરિરામનો જીવન-પરિચય ‘હિરિકરણ' નામે લખ્યો હતો. વિસનગરમાં સ્થપાયેલી કવિસભાના તથા વડોદરામાં ચાલતી ‘ગ્રંથગોષ્ઠિ' સંસ્થા સાથે તેઓ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા.
ઇ.સ. ૧૯૮૯ના મે માસની ૧૪મી તારીખે વડોદરા ખાતે સમગ્ર સંસારને તેમણે આખરી સલામ કરી. હીરાબહેન પાઠક
કલ્યાણરાય મહેતાનાં પુત્રી હીરાબહેન મુંબઈમાં ઇ.સ. ૧૯૧૬ના એપ્રિલની ૧૨મી એ જન્મ્યાં હતાં. તેઓ રામનારાયણ વિ. પાઠકનાં વિદ્યાર્થિની હતાં. તેમણે ઇ.સ. ૧૯૪૫માં પાઠકજી સાથે લગ્ન કર્યું તેથી ઘણી ચકચાર જાગી હતી.
મુંબઈની રાષ્ટ્રીય શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી તે માધ્યમિક શિક્ષણ માટે મુંબઈની જ ચંદારામજી સ્કૂલ તથા ન્યૂ ઇરા સ્કૂલમાં દાખલ થયાં. ઇ.સ. ૧૯૩૬માં તેમણે કર્વે યુનિવર્સિટીમાંથી જી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ કરી. તેમના શિક્ષાગુરુ અને પછીથી લગ્નસંબંધે જોડાયેલા
Jain Education International
૫૫૫
રામનારાયણ પાઠકનાં માર્ગદર્શન હેઠળ તેમણે ‘આપણું વિવેચન સાહિત્ય' પર એક નિબંધ તૈયાર કર્યો જે ઇ.સ. ૧૯૩૯માં ગ્રંથસ્વરૂપે પ્રગટ થયો હતો.
ઇ.સ. ૧૯૩૮માં તે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અધ્યાપિકા તરીકે જોડાયાં. આ સ્થાન પર લાગલગાટ લગભગ ૩૪ વર્ષ કામ કરી ઇ.સ. ૧૯૭૨માં સ્વૈચ્છિક રાજીનામું આપી છૂટાં થયાં. રામનારાયણ સાથેનું તેમનું લગ્નજીવન દસ વર્ષ સુધી રહ્યું. ઇ.સ. ૧૯૫૫માં રામનારાયણનું અવસાન થયું.
ઇ.સ. ૧૯૯૫માં એક મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમનું બહુમાન કર્યું હતું.
તેમને રામનારાયણ પાઠક પ્રત્યે અને તેમણે સર્જેલા સાહિત્ય પ્રત્યે અપાર ભક્તિભાવના હતી. હીરાબહેન સંવેદનશીલ સર્જક-વિવેચક-આસ્વાદક હતાં. ઇ.સ. ૧૯૭૦માં સ્વર્ગવાસી પતિને સંબોધીને લખેલાં બાર વિરહ-કાવ્ય-પત્રો પરલોકે પત્ર' નામથી ગ્રંથસ્થ થયા હતા. કાવ્ય સ્વરૂપે પ્રગટ થયેલા આ પત્રોમાં મુક્ત વનવેલી છંદનો ઉપયોગ કર્યો છે. એક પત્રમાં તો કટાક્ષની ચાલનો પણ ઉપયોગ કર્યો છે. સમગ્ર પુસ્તકમાં કરુણપ્રશસ્તિનાં તત્ત્વો નજરે પડે છે.
વિવેચનક્ષેત્રે પણ હીરાબેન રસ ધરાવતાં હતાં. ઇ.સ. ૧૯૬૮માં તેમણે ‘કાવ્યભાવન' નામનો વિવેચન–ગ્રંથ લખ્યો હતો જેમાં કાવ્ય-ચર્ચા અને કવિઓ વિષેના લેખો છે. ગુજરાતી કવિતા, વાર્તા અને નવલકથા વિષે તૈયાર કરેલા અભ્યાસનિબંધો તેમણે ‘વિદ્યુતિ' શીર્ષકથી ઇ.સ. ૧૯૭૪માં પ્રગટ કર્યા હતા. ઉપરાંત તેમનાં અન્ય પુસ્તકોમાં ‘પરિબોધના’, ‘ગવાક્ષદીપ’, ચંદ્ર-ચંદ્રાવતીની વાર્તા' (સંપાદન), સાહિત્ય આસ્વાદ્ય, કાવ્યસંચય (સંપાદન) વગેરેનો સમાવેશ થાય છે.
વિદ્યાનગર ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયું ત્યારે તેઓ વિવેચન–વિભાગનાં અધ્યક્ષ હતાં. ઇ.સ. ૧૯૭૪માં ગુજરાત સાહિત્ય સભાએ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક' આપી તેમનું બહુમાન કર્યું હતું. ‘પરલોકે પત્ર' માટે ઇ. સ. ૧૯૬૮ થી ૧૯૭૨ના સમયગાળા માટેનો નર્મદ સાહિત્ય ચંદ્રક મળ્યો હતો. ઇ.સ. ૧૯૭૦-૭૧ના વર્ષ માટે તેમને ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક એનાયત થયું હતું. રામનારાયણ પાઠકના અપ્રકાશિત લેખોને પ્રગટ કરવામાં તેમણે સક્રિય રસ દાખવ્યો હતો. હીરાબહેનનું આ સંપાદન ગુજરાત સાહિત્ય અકાદમીએ પુસ્તકાકારે પ્રગટ કર્યું છે. ઇ.સ. ૧૯૯૫ના સપ્ટેમ્બરની ૧૫મી તારીખે મુંબઈ ખાતે તેમણે ચિરવિદાય લીધી.
For Private & Personal Use Only
www.jainelibrary.org