SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨ માતાનું નામ હતું ઇંદિરાગૌરી. તેઓ દિનમણિશંકર શાસ્ત્રીનાં પુત્રી હતાં. મોહનલાલનું લગ્ન રાવબહાદુર કમળાશંકર ત્રિવેદીનાં પુત્રી દમનગૌરી સાથે થયું હતું. કેટલોક અભ્યાસ તેમણે અમદાવાદની ગુજરાત કૉલેજમાં અને બાકીનો અભ્યાસ મુંબઈ ખાતે કરી ઇ.સ. ૧૯૦૫માં સંસ્કૃત વિષય સાથે તે એમ.એ. થયા હતા. ઇ.સ. ૧૯૦૭માં તેમણે એલ.એલ.બી.ની પરીક્ષા પણ પાસ કરી. ઇ.સ. ૧૯૨૦ થી ઇ.સ. ૧૯૩૬ દરમિયાન તેઓ સુરતની એમ.ટી.બી. કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે સેવા આપતા હતા. તેમના વિવિધ વિષય પરના લેખો તે સમયનાં માતબર લેખાતાં સામયિકો ‘બુદ્ધિપ્રકાશ’, ‘ગુજરાત શાળાપત્ર’, ‘વસંત’માં પ્રકાશિત કરતા. ‘લેન્ડોરના કાલ્પનિક સંવાદો' નામનું પુસ્તક બે ભાગમાં તેમણે ઇ.સ. ૧૯૧૧-૧૨માં પ્રસિદ્ધ કર્યું હતું. આ પુસ્તકનું પ્રકાશન ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ કર્યું હતું. સુરતમાં થતી તમામ પ્રકારની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં મોહનલાલ એક અથવા બીજી રીતે સંકળાયેલા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદનું ભંડોળ એકત્ર કરવા માટે તેમણે ઇ.સ. ૧૯૨૪માં ‘સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ' નામનું પુસ્તક લખ્યું. એ પુસ્તક મેકડૉનલ્ડના પુસ્તકના અનુવાદરૂપે હતું. પુસ્તકમાં પૂર્તતા માટે મોહનલાલે મેકડૉનલ્ડ પાસેથી નોંધો પણ મેળવી હતી. આવું જ બીજું અનૂદિત પુસ્તક હતું ‘મહાભારતની સમાલોચના' જે ઇ.સ. ૧૯૧૪ના પ્રગટ થયું હતું. ઇ.સ. ૧૯૩૭ થી ઇ.સ. ૧૯૪૦ સુધી તેઓ મુંબઈની ખાલસા કૉલેજમાં અધ્યાપન કાર્યમાં રોકાયા હતા. એમના નિબંધો રસદાયક અને હળવી શૈલીમાં લખાયેલા હોવાથી વિશિષ્ટ પ્રકારના લાગે છે. ઇ.સ. ૧૯૪૨માં ‘તરંગ’ તથા ઇ.સ. ૧૯૪૪માં ‘સંસ્કાર'ના બે નિબંધ-સંગ્રહો તેમના નામે ચઢ્યા છે. ઇ.સ. ૧૯૪૧માં પ્રકાશિત ‘વીરપૂજા’માં મહંમદ પયગંબર, માર્ટિન લ્યૂથર, અશોક અને દયાનંદના ચરિત્રો આપ્યાં છે. તેમના ચાર વિવેચનસંગ્રહો આ પ્રમાણે છે : ‘સાહિત્યકળા’ (૧૯૩૮), ‘કાવ્યકળા’ (૧૯૩૮), ‘વિવેચન’ (૧૯૪૧) અને ‘રસપાન’' (૧૯૪૨). વ્યોમેશચંદ્ર પાઠકજીના સાથમાં તેમણે ‘ગદ્યકુસુમો' નામના કાવ્યસંગ્રહનું સંપાદન ઇ.સ. ૧૯૩૧માં કર્યું હતું. સુરત ખાતે ઇ.સ. ૧૯૭૪ના ફેબ્રુઆરીની બીજી તારીખે તેમણે સ્વર્ગગમન કર્યું. Jain Education Intemational પથપ્રદર્શક રતિલાલ મોહનલાલ ત્રિવેદી રતિલાલનો જન્મ રાણપુરમાં ઇ.સ. ૧૮૯૪ના માર્ચ માસની ૨૪મી તારીખે થયો હતો. તેઓ શિક્ષણકાર, સંસ્કૃતિચિંતક અને નિબંધકાર તરીકે જાણીતા હતા. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ તેમણે ધ્રાંગધ્રામાં મેળવ્યું. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા. ઇ.સ. ૧૯૧૭માં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા. સ્નાતક થયા પછી ફેલોશીપ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાર પછી એ જ હાઈસ્કૂલમાં તેમણે બે વર્ષ માટે આચાર્યની કામગીરી બજાવી. ઇ.સ. ૧૯૩૭માં શિક્ષણ સંબંધી તેમણે કરેલા ચિંતનને કેન્દ્રમાં રાખી વિશિષ્ટ પ્રકારનું શિક્ષણ આપતી ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલની સ્થાપના અમદાવાદમાં કરી. જીવનની સમાપ્તિ સુધી તેઓ આ શાળાના આચાર્યપદે રહ્યા હતા. તેમની શાળા અને આચાર્ય તરીકે તેમની કામગીરી બંને નોંધપાત્ર રહ્યાં હતાં. સાહિત્યક્ષેત્રે તેમણે વિવેચનને લગતાં તથા સંસ્કૃતિચિંતન વિષે પુસ્તકો લખ્યાં હતાં. તેમાંનાં કેટલાંક છે ‘હિંદની વિદ્યાપીઠો’, ‘વાલ્મીકિનું આર્ષદર્શન’, ‘સ્મૃતિ અને દર્શન’ તથા ‘પ્રવાસનાં સંસ્મરણો’. આ પુસ્તકોમાં પ્રાચીન વિદ્યાપીઠોનો પરિચય આદિ કવિ વાલ્મીકિના દર્શનનું–માનસનું અને ભાવનાવિકાસનું નિરૂપણ, તેમજ મનોહર ગદ્યમાં હિમાલયનાં પ્રકૃતિસ્થાનોનું–અને સૃષ્ટિસૌંદર્યનું ચિત્રણ રજૂ કર્યું છે. તેઓ આનંદશંકર ધ્રુવના પ્રિય શિષ્ય હતા. શિષ્ય તરીકે ગુરુને ભાવાંજલિ આપવાના ઉદ્દેશથી તેમણે ‘આચાર્ય આનંદશંકરભાઈ : જીવનરેખા અને સંસ્મરણો' નામનું પુસ્તક ઇ.સ. ૧૯૪૧માં પ્રગટ કર્યું. ભાવાર્થ આપતા આ ગ્રંથમાં રતિલાલે જ્ઞાન અને સાહિત્યના વિવિધ વિસ્તારોમાં વિહાર કર્યો છે. ઇ.સ. ૧૯૪૯માં તેમણે લખેલું ‘થોડાંક અર્થદર્શનો’ નામનું પુસ્તક પ્રકાશિત થયું હતું. આ પુસ્તકોમાં કાલિદાસ, ભવભૂતિ, પ્રેમાનંદ, ન્હાનાલાલ, રમણલાલ દેસાઈ જેવા સાહિત્યસ્વામીઓનાં સર્જનનું સૌંદર્યદર્શન કરાવ્યું છે. તદુપરાંત ઠેકાણે ઠેકાણે રતિલાલભાઈએ મનુષ્યત્વ, ઇતિહાસ અને ભાષા તેમજ શિક્ષણ વિષે કરેલું ચિંતન ડોકિયું કરતું દેખાય છે. ઇ.સ. ૧૯૫૬માં ભક્ત ક્વયિત્રી મીરાં વિષે તેમણે એક મનનીય વ્યાખ્યાન આપ્યું. તેમના સ્વર્ગવાસ બાદ છેક ઇ.સ. ૧૯૫૯માં એ વ્યાખ્યાન ‘મીરાં’ નામથી પુસ્તકરૂપે પ્રગટ થયું. આ પુસ્તકમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy