SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ જયેન્દ્રરાવ ભગવાનલાલ દૂરકાળ, અમદાવાદના વતની વડનગરા નાગર ગૃહસ્થ જયેન્દ્રરાવ ભગવાનદાસ દૂરકાળનો જન્મ ઇ.સ. ૧૮૮૧ના સપ્ટેમ્બરની પહેલી તારીખે ખેડા જિલ્લાના ઠાસરા ગામે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ ગોંડલ ખાતે લીધું અને માધ્યમિક શિક્ષણ વડોદરા ખાતે પૂરું કર્યું. મેટ્રિક થયા પછી ઉચ્ચ અભ્યાસ માટે તે જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં જોડાયા પરંતુ ત્યાંથી તે અમદાવાદની ગુજરાત કૉલેજમાં ગયા અને ઇ.સ. ૧૯૦૬માં બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ઇ.સ. ૧૯૧૦માં તેમણે એમ.એ.ની ઉપાધિ મેળવી. જયેન્દ્રરાવનો અભ્યાસ ચાલુ હતો તે દરમિયાન જ તેમણે લખેલા એક નિબંધને ‘નારાયણ મહાદેવ પરમાનંદ યુનિવર્સિટી નિબંધ પારિતોષિક' એનાયત થયું હતું. અભ્યાસ પૂરો કરી કોલકટા ખાતેની એંગ્લો વર્નાક્યુલર હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે જોડાયા. ઇ.સ. ૧૯૧૨માં ત્યાં તેમણે ધી રીવ્યૂ’ નામનું એક અંગ્રેજી માસિક શરૂ કર્યું હતું. એમના લેખો ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા'માં તેમજ બૉમ્બે ગેઝેટ’માં પ્રકાશિત થતા હતા. ઇ.સ. ૧૯૧૬માં તેઓ અમદાવાદ આવ્યા. ઇ.સ. ૧૯૨૦માં તે સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં જોડાયા. અહીં તેમણે ઇ.સ. ૧૯૪૧ સુધી એટલે કે નિવૃત્તિ-વયમર્યાદા સુધી સેવા આપી. તેઓ આ કૉલેજમાં અંગ્રેજી તથા ગુજરાતીના અધ્યાપક હતા. થોડો સમય તેઓ સુરત ખાતે ચાલતી શ્રી વિઠ્ઠલદાસ ઠાકોરદાસ હિન્દુ ગુરુકુળ સંસ્થામાં ‘પ્રધાનાધ્યાપક’ રહ્યા હતા. સનાતન ધર્મશિક્ષણ મંડળના તેઓ પ્રમુખ હતા. ગુજરાતી નિબંધકાર, કવિ અને સંપાદક તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર જયેન્દ્રરાવ મુખ્યત્વે નિબંધકાર હતા. તેમણે લખેલા નિબંધસંગ્રહોમાંના કેટલાક છે ‘થોડાંક છૂટ્ટાં ફૂલ’ (૧૯૨૭), ‘ધર્મ અને રાષ્ટ્ર’ (૧૯૩૬), ‘નંદિની’ (૧૯૫૧) અને ‘ગીતાકૌમુદી’ (૧૯૫૧). તેમણે કેટલાક હળવા, હાસ્યરસિક, નર્મમર્મયુક્ત નિબંધો પણ લખ્યા છે. તે નિબંધોમાં તેમણે વિનોદપ્રધાન અને કટાક્ષયુક્ત શૈલીનો સંયોગ સાધ્યો છે. પોયણાં’ (૧૯૨૯), ‘અમી’ (૧૯૩૫) અને ‘ઊંધે ઘડે પાણી’ એ પ્રકારના તેમના નિબંધસંગ્રહો છે. ધર્મતત્ત્વચિંતનને કેન્દ્રમાં રાખી એમણે ‘ચિત્તતત્ત્વ નિરૂપણ’ (૧૯૧૮) અને ‘અંજલિ’ નામથી બે સંગ્રહો પ્રગટ કર્યા છે. તેમને અંગ્રેજીમાં પણ પુસ્તકો લખવાનો શોખ હતો. ‘હાર્મની ઓફ કિડ્ઝ' (૧૯૧૨), ‘ઇન્ડિયન એજ્યુકેશન' (૧૯૨૮), Jain Education Intemational પથપ્રદર્શક પૉલિટિક્સ એન્ડ એજ્યુકેશન’ (૧૯૨૮) અને ‘સ્ફિયર્સ ઑફ સાયન્સ ફિલૉસોફી' (૧૯૩૭) અંગ્રેજી પુસ્તકો છે. તનના કાવ્યસંગ્રહોની સંખ્યા પણ ઠીકઠીક છે. એ સંગ્રહો સમભાવીઓમાં જાણીતા બન્યા હતા. ઇ.સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ થયેલ ‘ઝરણાં-ટાઢાં અને ઊન્હાં' નાં કાવ્યો પર કાન્ત અને ન્હાનાલાલનો પ્રભાવ દેખાય છે. એમણે પૌરાણિક વસ્તુ લઈને નાટકો લખ્યાં હતાં. આ નાટકો ઇ.સ. ૧૯૫૧માં ‘સાત લીલાનાટકો અથવા વિભુની વિભૂતિઓનું સુદર્શન' નામથી પ્રકાશિત થયાં હતાં. આ નાટકો તેમને ધર્મશાસ્ત્રો અને પુરાણોનું કેટલું અગાધ જ્ઞાન છે તેની પ્રતીતિ કરાવે છે. ઇ.સ. ૧૯૪૨માં તેમણે ‘લોકોને પ્રભુ ઇશુની સંગત' એ નામથી એક બોધક પુસ્તિકા લખી હતી. ઇ.સ. ૧૯૧૫માં પ્રકાશિત થયેલ ‘હરિરગીત' તથા ઇ.સ. ૧૯૨૫માં પ્રગટ થયેલ ‘સિંહસ્થ યાત્રાવર્ણન'માં તેમની માતા જસબાના કાવ્યોનો સંગ્રહ છે. બાળકોને ધર્મ અને સદાચારનું શિક્ષણ મળે એ પ્રકારના સંસ્કૃત શ્લોકો જયેન્દ્રરાવ દૂરકાળે ‘સનાતન ધર્મ શિક્ષણમાળા' નામની શ્રેણીમાં ગુજરાતી ભાષાંતર સહિત પ્રકાશિત કર્યા છે. સૂરતની હિન્દુ ગુરુકુળ દ્વારા ઇ.સ. ૧૯૩૭માં દૂરકાળની ‘બાળપાઠ્યપોથી' પ્રસિદ્ધ થઈ હતી. બનારસના ભારતધર્મમંડળ તરફથી દૂરકાળને ધર્મવિનોદ'ની પદવી એનાયત થઈ હતી. જગન્નાથપુરીના શંકરાચાર્યે ‘વિદ્યાવારિધિ’ની પદવીથી તેમને વિભૂષિત કર્યા હતા. ઇ.સ. ૧૯૬૦ના ડિસેમ્બરની ત્રીજી તારીખે અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું. ત્ર્યંબકલાલ મ. ઓઝા રસાયણશાસ્ત્રના ગુજરાતના અગ્રણી અધ્યાપક અને સંશોધક એવા ત્ર્યંબકલાલ શિક્ષણજગતમાં ટી.એમ. ઓઝા તરીકે જાણીતા બન્યા છે. ઇ.સ. ૧૯૦૭માં ધ્રાંગધ્રા ખાતે એક સામાન્ય કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. ધ્રાંગધ્રામાં જ તેમણે પ્રાથમિક તેમ જ માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું અને ઉચ્ચ શિક્ષણ માટે અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા. ત્યાંથી જ તેઓ બી.એસ.સી., એમ.એસ.સી. તથા પી.એચ.ડી. થયા. તેમનો સંશોધન મહાનિબંધ હતો ‘અકાર્બનિક રસાયણ.’ ઇ.સ. ૧૯૩૭માં તેઓ ગુજરાત કૉલેજમાં ડેમોન્સ્ટ્રેટર તરીકે જોડાયા. તે જગ્યા પરથી તે ઉપર ને ઉપર ચઢતા ગયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy