SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ પથપ્રદર્શક ૫૩૪ મેડમ મૉન્ટેસોરીના શૈક્ષણિક વિચારોનો તેમણે અભ્યાસ કર્યો અને તેમનો પ્રથમ પરિચય ગુજરાતને કરાવ્યો. મેટ્રિકનો ખાનગી વર્ગ ખોટમાં ચાલતો હોવાથી બંધ પડ્યો એટલે ત્યાંથી છૂટા થઈ તેઓ અમદાવાદના અંબાલાલ સારાભાઈનાં બે સંતાનોના પૂરા સમયના શિક્ષક તરીકે કાર્ય કરવાનું ઇ.સ. ૧૯૧પમાં સ્વીકાર્યું. છેક ઇ.સ. ૧૯૨૭ સુધી તેઓ આ સ્થાન પર રહ્યા. તેમણે બાળકોના સર્વાગણ વિકાસ માટે કઠોર પરિશ્રમ કર્યો એટલું જ નહીં પણ સમગ્ર સારાભાઈ કુટુંબ પાશ્ચાત્ય ઢબનું જીવન જીવતું તેથી તમામ રહેણીકરણી ગુજરાતી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેઓની ઓળખાણને લીધે જ સારાભાઈ પરિવારને ગાંધીજી, ગિજુભાઈ અને રવીન્દ્રનાથ જેવી વ્યક્તિઓ સાથે ઘનિષ્ઠ સંબંધ બંધાયો. | નિવૃત્તિ વય થઈ એટલે કોસિંદ્રાના હવે વાલી થઈ ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમને કોસિંદ્રા લઈ ગયા. અહીં તેમણે એક આશ્રમની સ્થાપના કરી જ્યાં શિક્ષણ અને સંસ્કાર દ્વારા લોકોને તેમણે કેળવણી આપી. ત્રણેક વર્ષ આ આશ્રમમાં તેઓ રહ્યા પરંતુ અંબાલાલ સારાભાઈના આગ્રહથી તેઓ ૧૯૩૦માં પુનઃ અમદાવાદ આવ્યા અને ૧૦ વર્ષ સુધી પરિવાર સાથે વસ્યા. પછીના ત્રણેક વર્ષ તેઓ મુંબઈમાં વસ્યા હતા. તેઓ ગુજરાતી ઉપરાંત હિન્દી, સંસ્કૃત, પાલિ, અંગ્રેજી, મરાઠી અને બંગાળી સાહિત્યના પણ અભ્યાસી હતા. પુસ્તકો પ્રત્યે તો એટલો લગાવ કે કોઈ પણ ગુજરાતી પુસ્તક પ્રકાશિત થાય કે તરત જ તેઓ ખરીદી લેતા. ધર્મ, નીતિ અને તત્ત્વજ્ઞાન એ તેમના પ્રિય વિષયો હતા. તેમણે અધ્યાપન માટે પ્રશ્નોત્તરી, ચર્ચા અને સ્વાધ્યાયપદ્ધતિ પર વિશેષ ભાર મૂક્યો હતો. - ઈ.સ. ૧૯૭૩માં જ્યારે તેમની જન્મશતાબ્દી ઉજવાઈ ત્યારે તેમણે રચેલાં “સંસ્કારશિક્ષક’, ‘સંસ્કારલક્ષી શિક્ષણ’ પત્રો', 'અને “નોંધપોથીઓ' નામનાં પુસ્તકો પ્રકાશિત થયાં કલ્યાણરાય ન. જોષી આજીવન કેળવણીકાર કલ્યાણરાયભાઈનો જન્મ દ્વારકા પાસે આવેલ બેટ-શંખોદ્વારમાં ઇ.સ. ૧૮૮૫ના જુલાઈ માસની બારમી તારીખે થયો હતો. પિતાનું નામ નથુભાઈ અને માતાનું નામ દિવાળીબહેન. બેટદ્વારકામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી મુંબઈની એલિફિન્સ્ટન કૉલેજમાંથી ભૌતિક અને રસાયણવિજ્ઞાનના વિષયો સાથે સ્નાતક થયા હતા. બેઠી દડીની આકૃતિ, ખાદીનો સ્વચ્છ અને જાડો વેશ, માથે સફેદ કાઠિયાવાડી ફેંટો, કંઈક જાડી ભરાવદાર મૂછો, ચહેરા ઉપર સહેજ કડપ અને હાથમાં નેતરનો ડંગોરો એટલે ઉત્તરાવસ્થાના કલ્યાણરાયભાઈ. જોતાં જ તેઓ શિક્ષક હશે એવી ધારણા જાગૃત બને. ગ્રેજ્યુએટ થયા પછી દ્વારકાની એ.વી. સ્કૂલના આચાર્ય તરીકે જોડાયા. ત્યારબાદ પાટણ, વીસનગર વગેરે શહેરોની માધ્યમિક શાળાઓમાં પણ આચાર્ય તરીકે કામગીરી બજાવી. ઇ.સ. ૧૯૪૪માં નિવૃત્ત થયા. વડોદરા રાજ્ય તરફથી પ્રસિદ્ધ થતા “કેળવણી' નામના શૈક્ષણિક માસિકના પણ તેઓ પાંચેક વર્ષ સંપાદક રહી ચૂક્યા હતા. વિજ્ઞાન અને પુરાતત્ત્વ એ એમના પ્રિય વિષયો હતા. ઇ.સ. ૧૯૧૮માં સયાજીરાવ ગાયકવાડે તેમને કેદીઓ માટેની સહાયક સંસ્થાના સભ્ય બનાવ્યા હતા. દ્વારકામાં તેમણે શારદાપીઠ વિદ્યાસભાની સ્થાપના કરી. કન્યાઓ માટેની ગર્લ્સ હાઈસ્કૂલની દ્વારકા ખાતેની શરૂઆત કરવામાં તેઓનો સિંહફાળો હતો. પુરાતત્ત્વની દૃષ્ટિએ તેમણે સમગ્ર ઓખામંડળમાં વિવિધ સ્થળોએ ખોદકામ કરાવી પોતાનાં તારતમ્યો પ્રસિદ્ધ કર્યા હતાં. તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈ ‘નર્મદ સુવર્ણચંદ્રક' એનાયત થયો હતો. તેમણે શાળાઓમાં ઉપયોગમાં લઈ શકાય તેવા વિવિધ વિષયો પર ૨૮ જેટલાં પુસ્તકો લખ્યાં છે. “સ્નેહગીતા’ અને ‘સ્નેહજ્યોત’ નામની બોધક નવલકથાઓ, સર વિઠ્ઠલદાસ ઠાકરસી તથા પુરુષોત્તમ વિશ્રામ માવજીનાં જીવનચરિત્ર, દ્વારકા વિસ્તારનો સાંસ્કૃતિક ઇતિહાસ, ઓખામંડળના વાઘેરોનો સવિસ્તર પરિચય તથા ઓખામંડળના પુરાતત્ત્વીય સ્મારકોનાં પરિચય આપતો ગ્રંથ વગેરે લખ્યા છે. ઇ.સ. ૧૯૭૬ના જુલાઈની ૧૯મી તારીખે પોરબંદરમાં તેમણે કાયમને માટે આંખો મીચી. હતાં. ઈ.સ. ૧૯૪૩ના ઓક્ટોબર માસની બીજી તારીખે લોહીના ઊંચા દબાણ અને લકવાને કારણે મુંબઈમાં અવસાન થયું. . ખરા અર્થમાં ગુરુ એવા એ પત્નીપરાયણ પતિ, સંતાનવત્સલ વડીલ, વિદ્યાવ્યાસંગી વિદ્યાર્થી, ગુરુભક્ત શિષ્ય અને શિષ્યભક્ત ગુર, સમભાવી વફાદાર મિત્ર, અતિથિપ્રિય યજમાન, સેવાપરાયણ સેવક અને દેશપ્રેમી નાગરિક હતા. Jain Education Intemational tior Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy