SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪ પથપ્રદર્શક હચમચાવી દીધું અને આ ખળભળાટ સાહિત્યમાં શબ્દરૂપે પ્રજળીને પ્રકટ્યો એવા હરીશ મંગલમ દલિત સાહિત્યની પરબ માંડનાર છે. જિ. મહેસાણા) ખાતે તા. ૧૫-૨-૧૯૫૨ના રોજ જન્મેલા હરીશ મંગલમે બી.એ., એલ.એલ.બી. ની ઉપાધિ મેળવી છે. અધિક કલેકટર તરીકે સેવાઓ આપનાર હરીશ મંગલમના આજસુધીમાં ૧૩ પુસ્તકો પ્રગટ થયાં છે. ૧ કાવ્યસંગ્રહ, ૨ નવલકથાઓ, ૧ નવલિકાસંગ્રહ, ૨ વિવેચન, ૧ આસ્વાદ તેમજ ૬ સંપાદનનો સમાવેશ થાય છે. એમની બે નવલકથાઓ “તિરાડ', મોડી' તેમજ વાર્તાસંગ્રહ ‘તલપ’ આ ત્રણે પુસ્તકો હિંદીમાં પ્રગટ થઈ ચૂક્યાં છે. એમની ઘણી વાર્તાઓના અંગ્રેજી, હિંદી, બંગાળી, ઉડિયા, ઉર્દૂ ભાષાઓમાં અનુવાદ થયા છે. | ‘તલપ’ વાર્તાસંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય અકાદમી, તરફથી પુરસ્કાર તેમજ બીજા પુસ્તકોને પણ એવોર્ડ મળેલા છે. હરીશ મંગલમ દલિત સાહિત્ય અને દલિત શોષિતપીડિત સમાજ પ્રત્યે પ્રતિબદ્ધ છે. લોકજીવનના ધબકારા ઝીલતા સર્જક રાઘવજી માધડ ટૂંકી વાર્તા, નવલકથા, નાટક વગેરે સ્વરૂપોમાં એમની સામાજિક નિસ્બત અને સચ્ચાઈનો રણકો તીવ્રતાથી વ્યક્ત થતો નજરે પડે છે. રાઘવજી માધડ વાર્તાઓનું કથાવસ્તુ તળપદા ગ્રામીણ જીવનમાંથી અને એમાંય છેવાડાના સમાજમાંથી પસંદ કરે છે. ભાષાશૈલીની લઢણ, નિરૂપણ રીતિ અને પાત્રોના મનોગત સાથે વાચકને જકડી રાખે તેવું આલેખન એમની નવલકથાઓમાં જોવા મળે છે. દેવળિયા ગામે તા. ૧-૬-૧૯૬૧ના રોજ જન્મેલા રાઘવજી માધડ એમ.એ., બી.એ. થયેલા છે. વ્યવસાયે શિક્ષક છે અને એટલે શૈક્ષણિક કાર્યની રચનાત્મક પ્રવૃત્તિઓમાં ખંતીલા અને ધગશવાળા રહ્યા છે. ૮ નવલકથાઓ, ૨ વાર્તાસંગ્રહ, ૩ લોકસંગ્રહ–આમ બધાં મળીને ૧૩ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. “ઝાલર’ વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવી છે. તો લઘુનવલ ‘વંટોળ” તેમજ “ઉઘાડી આંખે શમણાં', ‘તરસ એક ટહુકાની'“સગપણ એક ફૂલ’ એમની યાદગાર નવલકથાઓ છે. દૂરદર્શન પરથી એમની નાટકશ્રેણી બાલુ બોલે છે', “ધીરી બાપુડિયાં' રજૂ થઈ રહી છે. આકાશવાણીમાં નાટક, રૂપક, વાર્તા રજૂ કરતા રહ્યા છે. આમ બહુમુખી પ્રતિભા ધરાવતા લોકજીવનના ધબકારા ઝીલતા સર્જક છે. અગ્રણી વાતકાર મોહન પરમાર ‘લેખક અને ભાવક વચ્ચે પ્રત્યાયયાન સાધવાની કોઈ સાહિત્ય સ્વરૂપ પાસે તાકાત હોય તો તે વાર્તા પાસે છે' એવું વારંવાર કહેનાર મોહન પરમારે સાહિત્યનાં લગભગ બધાં જ સ્વરૂપોમાં કામ કર્યું છે. ભાસરિયા ખાતે તા. ૧૫-૩-૧૯૪૮ના રોજ જન્મેલા મોહન પરમારે એમ.એ., પી.એચ.ડી. કર્યું છે. અલંગ ખાતે વહીવટી અધિકારી તરીકે કાર્ય કરનાર મોહન પરમાર સાહિત્ય સાધનામાં રત છે. એમનાં પ્રગટ થયેલાં ૨૨ પુસ્તકોમાં ૮ નવલકથા, ૪ વાર્તાસંગ્રહ, ૧ એકાંકીસંગ્રહ, ૩ વિવેચન, ૧ સંશોધન અને ૫ સંપાદનનો સમાવેશ થાય છે. એમની નવલકથા “પ્રિયતમાં’ તેમજ વાર્તાસંગ્રહ ‘નકલંક ને ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે. એમની નવલકથા “નેળિયું', ડાયા પશાની વાડી', લોકપ્રિય કૃતિઓ છે તો એમનો પોઠ' વાર્તાસંગ્રહને વાંચકો અને વિવેચકોએ બિરદાવ્યો છે. પ્રાંતવાદ, ભાષાવાદ, વર્ગવાદ, પક્ષવાદ, જ્ઞાતિવાદ, ધર્મવાદ, કોમવાદ જેવાં દૂષણોને વકરતા જોઈ એમનું હૈયું આવું થાય છે અને ત્યારે મોહન પરમાર એમની કલમ દ્વારા સરસ મઝાનાં સમાજચિત્રો વાર્તા-નવલકથામાં રજૂ કરતા નજરે પડે છે. જિંદગી એક અધૂરી સાધના'ના લેખક ડો. મહેન્દ્ર સંઘવી પોતે વ્યવસાયે ડૉકટર હોવા છતાં સાહિત્ય પ્રત્યે અદ્ભુત લગાવ રહ્યો છે. કાવ્યો અને લેખો લખતા રહ્યા છે પણ હમણાં નવલકથાકાર તરીકે વધુ જાણીતા થયા છે. તા. ૨૩-૧૨-૧૯૫૬માં જુનાગઢ જિલ્લામાં વિસાવદર ગામે જન્મેલા ડૉ. મહેન્દ્ર સંઘવીએ એમ.બી.બી.એસ.ની ઉપાધિ જામનગરની શ્રી એમ. પી. શાહ મેડીકલ કોલેજમાંથી મેળવી. જિંદગીમાં સતત રોગ સામે સંઘર્ષ કરનાર આ ડૉકટર પાસે સમયનો અભાવ હોવા છતાં તેમણે સાહિત્યનું શરણું લીધું છે. તેઓ કહે છે, ગુજરાતે મને શિક્ષણ આપ્યું અને હવે મારી ફરજ બને છે, મારી માતૃભાષાની સેવા કરવાની, અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા, ડૉ. મહેન્દ્ર સંઘવી સાઈબાબા ચેરીટેબલ ટ્રસ્ટમાં બાર વર્ષથી માનદ્ સેવા આપે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy