SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ સંસ્કૃતિરાણી સ્ટેટીસ્ટીક્સ, એમ.બી.એ., કોમ્પ્યુટર તેમજ મેનેજમેન્ટ સ્ટડીમાં ઉચ્ચ પ્રકારની ઉપાધિઓ મેળવીને આજે પબ્લીક લીમીટેડ કંપનીમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં જનરલ મેનેજરના ઉચ્ચ પદે બિરાજે છે. ૧૯૯૩માં પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ સૂર્યો જ સૂર્યો' ને છ છ પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. મુંબઈ ખાતે તા. ૧-૧૦૧૯૫૮ના રોજ જન્મેલા સંસ્કૃતિરાણી દેસાઈ ૨૫ વર્ષથી વધુ સમય ટી.વી. અને આકાશવાણી પર રજૂ થતાં રહ્યાં છે. કરાટે અને નૃત્યમાં પારંગત એવા સંસ્કૃતિરાણી દેસાઈ નિયમિત સાહિત્યિક કૃતિઓ પ્રગટ કરતાં રહ્યાં છે. કાપડના વેપારી અને સર્જક ધનજીભાઈ પટેલ (આનંદ) કાપડના વેપારી, માત્ર ગુજરાતી છ ધોરણ ભણેલ ધનજીભાઈ પટેલે (આનંદ) સરસ મઝાનાં કાવ્યો અને ભજનો રચ્યાં છે. એમની અનેક કૃતિઓને જાણીતા ગાયક કલાકારો– પુરુષોત્તમ ઉપાધ્યાય, આનંદકુમાર સી., સોલી કાપડીઆ, ઉષા મંગેશકર, કૌમુદીની મુન્શી, રેખા ત્રિવેદી જેવા અનેક માતબર ગાયકોનો કંઠ સાંપડ્યો છે. એમની અનેક રચનાઓ એચ.એમ.વી. પોલીડોર, આકાશવાણી અને દૂરદર્શન પર ધ્વનિ મુદ્રણ થઈ ચૂકી છે. મહેસાણા જિલ્લામાં ઉમતા ગામે તા. ૧-૮-૧૯૨૮ના રોજ જન્મેલા ધનજીભાઈ પટેલનાં ગીત, ગઝલ, ભજન, લેખોના ૧૧ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે. એમનાં જાણીતા પુસ્તકોમાં ‘ભજનાનંદ', ‘ઉમિયા સ્તવન' અને ‘ઓળખનો ચહેરો' નો સમાવેશ થાય છે. ધંધાની સાથે સાથે સાહિત્યસર્જન કરી રહેલા ધનજીભાઈ પટેલ (આનંદ) ને શુભેચ્છાઓ આપીએ. આચાર્યની આજકાલ'ના સર્જક ડૉ. ઇન્દ્રદેવ આચાર્ય પચ્ચાસ હજારથી પણ વધુ કાર્ટૂનો જેમના હાથે દોરાયાં છે, વિવિધ વિષયો પર હળવા લેખો પ્રજા સમક્ષ મૂક્યા છે, ‘આચાર્યની આજકાલ'ના દૈનિક વ્યંગ ચિત્રોની કોલમના સર્જક અને વ્યંગ ચિત્રકાર ડૉ. ઇન્દ્રદેવ આચાર્ય આપણી ગુજરાતી ભાષાના પ્રખ્યાત કાર્ટુનીસ્ટ છે. ઊંઝા ગામમાં તા. ૧૭-૧૧-૧૯૨૬ના રોજ જન્મેલા Jain Education Intemational ૫૨૧ ઇન્દ્રદેવ આચાર્ય ઇકોનોમીક્સનો વિષય લઈ એમ.એ., પી.એચ.ડી. થયા છે. ઠેઠ ૧૯૫૯ થી કાર્ટુનીસ્ટ તરીકે ‘આચાર્યની આજકાલ'માં પ્રવેશ થયો તે આજલગી ચાલુ જ રહ્યો છે. આવી ઘટના એક નોંધપાત્ર સિદ્ધિ છે. મલ્ટીનેશનલ ઓઈલ કંપનીમાં આર્થિક સલાહકારના ઉચ્ચ સ્થાને બિરાજતા હોવા છતાં વ્યંગચિત્રો અને હાસ્યલેખોના ક્ષેત્રે પણ એમણે કામગીરી ચાલુ રાખી. ગુજરાત સમાચારના ‘આનંદ મેળો’ વિભાગના સંપાદક તરીકે એમણે કાર્ટૂન સાથેના સંખ્યાબંધ હળવા લેખો લખી પ્રજાને અનેરા પ્રકારનું શિષ્ટ મનોરંજન પૂરું પાડ્યું છે. એમનાં કાર્ટૂનો અને લખાણોમાં એક ખાસ પ્રકારનો વ્યંગ હોય છે, કટાક્ષ હોય છે, જે વાંચકોને ખૂબ સ્પર્શી જાય છે. ‘વ્યંગચિત્રો’ અને ‘હાસ્ય ટોનિક' નામનાં બે પુસ્તકો જાણીતાં છે. ૧૯૯૨ની સાલમાં ન્યૂ દિલ્હીની ઓલ ઇન્ડિયા ફાઈન આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ સોસાયટી તરફથી વેટરન આર્ટીસ્ટ એવોર્ડ', સને ૧૯૯૭માં ગુજરાત સરકાર તરફથી પત્રકારિત્વમાં ‘બેસ્ટ કાર્ટૂનીસ્ટ' તરીકે એવોર્ડ આપવામાં આવ્યા છે. દલિત સાહિત્યના મૂઠ્ઠી ઊંચેરા સર્જક જોસેફ મેકવાન વર્ષોલગી દલિત સમાજની શોષિત, કચડાયેલી પ્રજાનાં દુઃખ, દર્દ, પીડા, વેદના ખૂબ જ નદીકથી નિહાળ્યાં. લગભગ બે દાયકાથી વધુ સમય સુધી એમના હૃદયમાં સંવેદનાનાં ઘોડાપૂર વહેતાં રહ્યાં. ભવાટટિવની વાટમાં ભૂલા પડેલા વટેમાર્ગુને વર્ષો પછી જાણે એક રસ્તો મળી ગયો. રણમાં ચાલતા ચાલતા અત્યંત તરસ અને થાકથી તરફડિયાં મારતા માણસને એકાએક જ પાણી મળતાં હૈયે ‘હાશ’ નો અનુભવ થાય, એવો જ અનુભવ જોસેફ મેકવાનને થાય છે. દલિત સમાજની એ પીડામય, દર્દભરી ઘટનાઓને વાચા આપવા કલમ હાથમાં લીધી. આ કલમ જાણે શાહીમાંથી નહિ પણ લોહીમાં બોળીને લખતા હોય એમ આ સર્જકના હાથે હૃદયને હચમચાવી નાંખે એવા દલિત સમાજની પિડીત પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ શરૂ થાય છે. દલિત સમાજની સાહિત્યમાં ઉત્તમોત્તમ કૃતિઓ રચી દેશપરદેશમાં જેમણે ગૌરવભર્યું સ્થાન મેળવ્યું છે, એવા જોસેફ મેકવાનનું નામ ગુજરાતી દલિત સાહિત્યમાં મોખરાનું રહેશે. દલિત સાહિત્યનું સર્જન કરવામાં સદાય પ્રવૃત્ત, સમાજસુધારક, દલિતો, શોષિતો, પીડિતો પર થતા અત્યાચારો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy