________________
પ્રતિભાઓ
‘થોડાં આંસુ, થોડાં ફૂલ’ નું સંપાદન કરેલું. આ પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદે પુરસ્કૃત કર્યું હતું. આવી જ રીતે ‘ગુજરાતી રંગભૂમિ : ગઈકાલ અને આજ'માં એમણે ૠગ્વેદના પુરુરવાઉર્વશીના સંવાદથી લઈને આજની નવી રંગભૂમિના લેખાંજોખાં રજૂ કર્યા છે. બીજું પુસ્તક જૂની ગુજરાતી રંગભૂમિ’ નું પ્રકાશન યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે કર્યું હતું. આ બન્ને પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કરેલાં.
દિનકરભાઈએ રવીન્દ્ર ભવન, દિલ્હી અને અન્નામલય થિયેટર મદ્રાસમાં અનુક્રમે ૧૯૭૩ અને ૧૯૭૬માં ભવાઈના વિવિધ વેશો રજૂ કરાવી, આ વેશોનું ધ્વનિમુદ્રણ અને કેસેટ પણ કરાવી. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રસિદ્ધ થયેલ પુસ્તક “ધી કમ્પેનીયન ટુ ઇન્ડિયન થિયેટર'માં ગુજરાતી રંગભૂમિ વિશેનો એમનો અંગ્રેજીમાં લખાયેલ અભ્યાસલેખ સામેલ કરવામાં આવ્યો છે.
લોકપ્રિય ગીતોના રચયિતા અને કોલમીસ્ટ સુધીર દેસાઈ
‘સંદેશ’, ‘કુમાર’, ‘જન્મભૂમિપ્રવાસી'માં વર્ષોથી કોલમ લખીને વાંચકોનાં હૈયામાં પ્રેમભર્યું સ્થાન પામનાર સુધીર દેસાઈને કાવ્યવાંચન માટે અવારનવાર દેશના અનેક શહેરોમાંથી નિમંત્રણ મળતું રહ્યું છે. એમનાં ઘણાં ગીતોને જાણીતા પ્રતિષ્ઠિત પ્લેબેક ગાયકોનો કંઠ મળ્યો છે.
પેટલાદ ખાતે ૧૫-૨-૧૯૩૪ના રોજ જન્મેલા સુધીર દેસાઈએ બધાં મળીને ૨૦ પુસ્તકો લખ્યાં છે. આમાં કાવ્યસંગ્રહો, અનુવાદ, વિવેચન, નિબંધસંગ્રહ અને સંપાદનનો સમાવેશ થાય છે.
૧૯૮૦માં પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ, ‘સૂર્યને તરતો મૂકું છું' ને ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ, ‘માયકોવસ્કીનાં કાવ્યો' (અનુવાદ)ના પુસ્તકને સોવિયેટ લેન્ડ નહેરુ એવોર્ડ, ૧૯૯૧માં પ્રગટ થયેલ નિબંધ સંગ્રહ ‘મનના ગોકુળિયામાં' માટે ફેડરેશન ઓફ ઇન્ડિયન પબ્લિશર્સ પારિતોષિક તેમજ ૨૦૦૩માં પ્રગટ થયેલ નિબંધસંગ્રહના પુસ્તક મબલખ આનંદ” માટે મહારાષ્ટ્ર સ્ટેટ ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડથી સુધીરભાઈને સન્માનિત કરવામાં આવ્યા છે. ૧૯૭૪માં પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ ‘લોહીને કિનારે ઊગેલ વડ' એમની નોંધનીય કૃતિ છે.
બી.એસ.સી., એલ.એલ.બી. તેમજ રાષ્ટ્રભાષા હિન્દીમાં
Jain Education International
૫૧૯
વિનીત થયેલા સુધીરભાઈ હાલમાં ધંધામાંથી નિવૃત્ત થઈને લેખનકાર્ય કરે છે.
આશા રાખીએ, એમના હાથે વધુ ને વધુ પુસ્તકો લખાતાં રહે અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરતાં રહે.
ચિંતનકાર—અજિત સરૈયા
અજિત સરૈયાનો મુખ્ય શોખ રહ્યો છે, વર્તમાનપત્રોમાંથી વિવિધ વિષયોનાં કટીંગ ભેગા કરવાં. છેલ્લા ત્રીસ વર્ષથી સતત આ શોખને કેળવ્યો છે. પરિણામે પાકિસ્તાન, ઇસ્લામ, બંધારણ, કાયદો, રાજકારણ, વિદેશનીતિ, પ્રખ્યાત વ્યક્તિઓનાં જીવનચરિત્ર—આમ વિવિધ વિષયો પર ફાઈલો જોવા મળે છે. મૂળે એમના રસના વિષયો રહ્યા છે, અર્થશાસ્ત્ર, રાજકારણ, સાહિત્ય અને અધ્યાત્મ.
જામનગર ખાતે તા. ૧૦-૧-૧૯૨૭ના રોજ જન્મેલા અજિતભાઈએ મુંબઈમાંથી ૧૯૪૮માં બેન્કીંગ સાથે બી.કોમ. ની ડીગ્રી લીધી. ૧૯૬૩માં ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ.એ.
થયા.
વર્ષોલગી ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિ.માં નોકરી કરી ૧૯૮૭ થી નિવૃત્ત થયા છે. પણ સાહિત્યનો શોખ શાળાજીવનથી જ હતો એટલે વિવિધ વિષયો પરના એમનાં બધાં મળીને ૧૦ પુસ્તકો પ્રગટ થયાં છે. જેમાં મૃત્યુનું પોસ્ટમોર્ટમ’ બહુ જ વખણાયેલું છે.
ચિંતન અને અધ્યાત્મ માટે જાણીતા એવા અજિતભાઈ આટલી ઉંમરે પણ સ્વસ્થ રહીને સાહિત્યનું સર્જન કરી રહ્યા છે બહુમુખી પ્રતિભા
ડો. મણિલાલ હ. પટેલ
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર ખાતે ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને ગુજરાતીના પ્રોફેસર ડો. મણિલાલ હ. પટેલે ગુજરાતી સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં ઉમદા કામ કરી એક આગવું વ્યક્તિત્વ ઊભું કર્યું છે. આજ સુધીમાં પ્રગટ થયેલાં ૫૩ પુસ્તકોમાં ૫ નવલકથાઓ, ૪ વાર્તાસંગ્રહો, ૪ કાવ્યસંગ્રહો, ૧૦ નિબંધનાં પુસ્તકો, ૧૫ વિવેચનનાં પુસ્તકો અને ૧૫ સંપાદનનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. એમના મહત્ત્વનાં ને જાણીતાં પુસ્તકો છે ઃ કિલ્લો, અંધારુ (નવલકથા), માટીવટો, કોઈ સાદ પાડે છે, ભૂંસાતાં ગ્રામચિત્રો (નિબંધો) સાતમી ઋતુ, ડુંગર કોરી ઘર કર્યાં, (કવિતા), રાતવાસો, હેલી, બાપાનો છેલ્લો
For Private & Personal Use Only
www.jainelibrary.org