________________
પ્રતિભાઓ
૫૦૯
કાંતદશી શકી
-જયંતી એમ. દલાલ
સાહિત્ય એ સમાજની આરસી છે. શિલ્પસ્થાપત્ય અને ચિત્ર સંગીત જેવી કલાઓમાં સાહિત્યકલાનું સ્થાન આગવું છે. ભાષા એ દૈવી શક્તિનો સ્ત્રોત છે. પ્રત્યેક માનવી ભાષાનો ઉપયોગ કરે છે, પણ સાહિત્યકાર ભાષાનો ઉપયોગ સાવ અનોખી રીતે કરે છે. એટલે તો એ સરસ્વતીપુત્ર કહેવાય છે. રોજબરોજની ભાષાને અલંકારો, કલ્પનાપ્રતીકો અને ગદ્યપદ્યના લયવિલોલથી મઢીને અનોખાં વ્યંજનો પ્રગટાવે છે. સર્જકો કાજદર્શી કહેવાય છે. કોઈ ન જોઈ શકે એવું દર્શન સાહિત્યકાર કરી શકે છે. વ્યક્તિનાં અને સમષ્ટિનાં પ્રશ્નો, સમસ્યાઓ, અપેક્ષાઓ, આશાઓ, વેદનાઓ અને પીડાઓ, આનંદ અને સુખશાંતિનાં ચિત્રો સાહિત્યમાં ઝીલાય છે. મહાકાવ્યોથી માંડીને મુક્તક સુધી, નવલકથાથી માંડીને લઘુકથા સુધી આ સાહિત્ય માનવજીવનને વ્યક્ત કરે છે. ગુજરાતી સાહિત્ય પણ આવા અસંખ્ય સાહિત્યસ્વામીઓથી રળિયાત છે.
શ્રી અને સરસ્વતી એક ઘરમાં વસતાં નથી એમ કહેવાય છે. પરંતુ આ લેખમાળા રજૂ કરનાર શ્રી જયંતીભાઈ એમ. દલાલ કલમ અને કલદાર બન્નેને સાથે રાખી શક્યા છે. સંઘર્ષ કરીને કાંઈક સિદ્ધિ મેળવ્યા પછી પણ નમ્ર રહી શકનાર ઉમરેઠના વતની શ્રી દલાલનો જન્મ ૧૯૩૫ ની ૨૮ ડિસેમ્બરે કપડવંજમાં થયો.
શાળાજીવનથી જ શબ્દ સાથેની તેમની પ્રીતિ. મુંબઈ યુનિવર્સિટીમાંથી ૧૯૫૮માં સાયન્સ ગ્રેજ્યુએટ થયેલા જયંતિભાઈની કોલેજ કાળમાં અનેક વાર્તાઓ વિવિધ સામયિકોમાં પ્રગટ થતી રહેલી. આજ સુધીમાં સંખ્યાબંધ નવલકથાઓ અને વાર્તાસંગ્રહો પ્રગટ થયાં. જેને વાંચકો અને વિવેચકોએ બહોળો આવકાર આપ્યો. શ્રી જયંતિભાઈ દલાલની નવલકથા “આંખને સગપણના આંસુ”નો અનુવાદ (Ordeal of Innocence) આઈવી પબ્લિશીંગ ગૃપ અમેરિકા દ્વારા ૧લી ફેબ્રુઆરી ૨૦૦૫ના રોજ સૌ પ્રથમ ગુજરાતી લેખકની નવલકથા અમેરિકામાં પ્રગટ થઈ. તે ગૌરવપ્રદ ઘટના છે.
ભારતમાં સૌ પ્રથમ એક્રીલીક ફર્નિચર ૧૯૭૭માં રજૂ કરી કલા અને ઉદ્યોગનો સમન્વય કરી બતાવ્યો. વ્યવસાયમાં અને સાહિત્યમાં બન્ને ઘોડે તેઓ સવાર બન્યા. એકલીક ફર્નિચરની અદ્યતન ખોજ કરવા બદલ ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકટરામનના હસ્તે એ. આર. ભટ એન્ટરપ્રનરશીપ એવોર્ડ ૧૯૮૪માં તેમને એનાયત થયો. ૧૯૯૭માં અમેરિકન બાયોગ્રાફીકલ ઇન્સ્ટીટ્યુટ તરફથી વર્લ્ડ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ મળ્યો, ૧૯૯૮માં કલાગુર્જરી મુંબઈ તરફથી ગુર્જર ગૌરવ એવોર્ડ, સને ૨૦૦૧માં એસ્ટ્રોલોજીકલ રીસર્ચ પ્રોજેક્ટ, કલકત્તા તરફથી ભારતમાતા એવોર્ડ હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયા નડીયાદ તરફથી નવલકથા “અંધકારનો પડછાયો' માટે કનૈયાલાલ મુનશી એવોર્ડ પ્રાપ્ત થયો છે. યુનાઈટેડ કલ્ચરલ કન્વેન્શન અમેરિકા તરફથી ભારત ખાતે આજીવન સેક્રેટરી જનરલ તરીકે તેમની નિમણુંક થઈ છે. આ સંસ્થાનું ધ્યેય દુનિયાભરની સંસ્કૃતિઓને એક છત્ર હેઠળ લાવી માનવતાવાદી કાર્યો કરવાનું છે.
૧૯૮૮માં મીનીસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા તરફ એક ગેઝેટ પ્રસિદ્ધ થયું. ભાઈશ્રી દલાલ ચૌદ જણાની વર્કીગ કમિટિના માનદસભ્યપદે હતા. ‘હુઝ હુ જેવા ત્રીશથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગ્રંથોમાં એમના જીવન વૃત્તાંતની નોંધ લેવાઈ છે. નેશનલ એક્રીલીક ડીરેકટરી ૧૯૯૪, ૧૯૯૭, ૨000માં પ્રગટ થઈ તેમાં તેમનો સિંહફાળો છે. ૧૯૯૭માં મુંબઈ ખાતે તેમની ષષ્ટિપૂર્તિ બહુ ધામધુમથી ઉજવાઈ, બાવીશવર્ષ સુધી તેમના જ્ઞાતિના મુખપત્રના તંત્રીપદે સેવા આપી ભારત સરકાર તરફથી યુરોપ અમેરિકાનો પ્રવાસ કર્યો. અનેક સાહિત્યિક, સાંસ્કૃતિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી દલાલના વિચારો દૂરદર્શન અને આકાશવાણી ઉપરથી અનેક વખત રજૂ થયા છે. સાહિત્ય, ઉદ્યોગ અને કલાનો સમન્વય કરનાર શ્રી દલાલ આપણું ગૌરવ છે. – સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org