SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ છે. નાનપણથી જ સંગીત ક્ષેત્રે મહેનત કરી પોતાનું યોગદાન આપી રહ્યા છે. અને હારમોનિયમ, ઇલેક્ટ્રીક ઓરગન, સીથેસાઈઝર, સીતાર, એકોર્ડિયન, તબલા વગેરે સંગીત સાધનોમાં પોતાની નિપૂણતા મેળવી ચૂક્યા છે. ગુજરાતનો સર્વોચ્ચ પુરસ્કાર તેમને મળ્યો છે. તાજેતરમાં જ જગમશહૂર ગાયિકા લતા મંગેશકર પાસે વૈષ્ણવજન તો તેને રે કહીએ’’ ભજન તેમણે ગવરાવ્યું છે. શ્રી વિનુભાઈ વ્યાસ (સુગમ સંગીત) ૧૫ સપ્ટેમ્બર ૧૯૩૦ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ગામે જન્મ. માધ્યમિક અભ્યાસકાળ દરમ્યાન, રાજકોટ રાષ્ટ્રીય શાળામાં ગાંધર્વ સંગીત મહાવિદ્યાલયમાં શાસ્ત્રીય સંગીતની શિક્ષા સ્વ. પંડિત વાસુદે અન્ગરે તથા સ્વ. પંડિત એકનાથજી પરગાંવકર પાસે લીધી. રાજકોટ ખાતે ચોથી જાન્યુઆરી ૧૯૫૫ થી આકાશવાણીનું કેન્દ્ર શરૂ થતાં ત્યાં કાર્યક્રમ ઉદ્ઘોષક અને સ્વર નિયોજક રૂપે સ્ટાફ આર્ટિસ્ટ તરીકે જોડાયા. કેન્દ્ર નિયામક શ્રી ગિજુભાઈ વ્યાસ, શ્રી ચંદ્રકાંતભાઈ ભટ્ટના સહકાર અને માર્ગદર્શન હેઠળ તેમણે સ્વર નિયોજન, સ્વરની લગાવટ, ગીતની Jain Education International I D પથપ્રદર્શક ભાવસભર રજૂઆત તથા માઈક્રોફોન ટેકનિક સંબંધી સમજણ અને જ્ઞાન મેળવ્યા, રાજકોટ કેન્દ્રના સંગીત વિભાગનાં અધિકારી અને સ્વયં અચ્છા સ્વર નિયોજક એવા શ્રી આર. ડી. આંબેગાંવકર પાસેથી વિસ્તૃત જ્ઞાન મેળવ્યું. સુગમ-સંગીત કારકિર્દીમાં આકાશવાણીની અસંખ્ય સંગીત સભાઓ, તથા સુગમ સંગીત સંમેલનોમાં ભાગ લઈ ચૂક્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભુજ, મુંબઈ, દીલ્હી વગેરે અનેક શહેરોમાં ખાનગી બેઠકો, સંમેલનો તથા આકાશવાણીના કાર્યક્રમોમાં સુગમ સંગીતની રચનાઓ, પોતાની આગવી શૈલીથી રજૂ કરેલ છે. ૧૯૬૪ થી પ્રતિ વર્ષ ભારતીયવિદ્યા ભવન મુંબઈ દ્વારા આયોજિત સુગમ સંગીત સંમેલનોમાં પોતાની રચનાઓ રજૂ કરેલ છે. સુગમ સંગીત ગાયકીની પોતાની આગવી શૈલી શ્રી વિનુભાઈ વ્યાસે ઊભી કરેલ છે. ગીત, ગઝલ, ભક્તિ ગીત કે ભજન તેની રજૂઆત, શબ્દ રચના મુજબ ઉચિત અવાજની લગાવટ, સ્પષ્ટ ઉચ્ચારણ તથા ગીતની ભાવસભર અભિવ્યક્તિ તેમની આગવી વિશિષ્ટતા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy