SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ સૌરાષ્ટ્રના હોવાથી દુહા-છંદ, લોકગીતો-ગરબા-ગરબી તેમજ એકતારાના ભજનો સરળતાથી ગાઈ શકે છે. એમના ગાયન માટેનું મુખ્ય અંગ શાસ્ત્રીય રાગો વિષેનું છે. શ્રી રામજીભાઈ દેશાભાઈ વાણિયા (નાટ્ય કલા) ૧૯૨૫માં મોરબી તાલુકાના ખરેડા ગામે જન્મ, નાટ્ય ક્ષેત્ર પ્રત્યેની વિશેષ અભિરુચિ. નાનપણમાં જ અભાવગ્રસ્ત પીડાતા આસપાસના જીવતાં પાત્રોનું રોજનું અધ્યયન. આ પાત્રો સાથેની જીવંત મૈત્રી, અને વગર પૈસે મનોરંજન પૂરું પાડતા ભવાઈ, લોકમેળાઓ, ભજન મંડળીઓ વગેરે લોક શિક્ષણના માધ્યમો દ્વારા પ્રથમ અભિનય તરફ પગરણ માંડ્યા અને આસપાસના વાતાવરણને કોઈ લેખકની કલમમાં ન જોતા પોતાની કલમની ધારને સરાણે સજાવી નાટ્યસર્જનના શ્રીગણેશ કર્યા. સ્વ. પૃથ્વીરાજ કપુર સાથે દેશના વિવિધ પ્રાંતોમાં મુસાફરી કરી, નાટ્ય ભજવણીની અવનવી પદ્ધતિઓનો અભ્યાસ કર્યો તેમજ લોકનાટકને લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેવા નાટ્ય લેખન અંગેનો સઘન અભ્યાસ શરુ કર્યો. અમદાવાદમાં નટ મંડળના સહવાસ દરમ્યાન સમર્થ દિગ્દર્શકો શ્રી જયશંકર સુંદરી અને દીનાબહેન પાઠક સાથે કામ કરીને આધુનિક ગુજરાતી નાટકોની ભજવણીનું પૂરેપૂરું શિક્ષણ પ્રાપ્ત કર્યું. જેમાં રંગમંચ સજાવટથી માંડીને લેખન, દિગ્દર્શન અને અભિનયની ત્રિવિધ સરવાણીમાં પારંગત થયા. આકાશવાણી અર્થે નાટ્ય લેખન “ધન્ય સૌરાષ્ટ્ર ધરણી'ની સફળતાએ આકાશવાણી રાજકોટ માટે પણ નવાં નિશાન સર કર્યાં. આ દરમિયાન ૧૯૬૩ થી ૧૯૯૭ સુધી આકાશવાણી સાથે અનુસંધાન રહ્યું અને બીજી વખત રાષ્ટ્રીય કક્ષાએ ૧૯૯૬માં ભવાઈ એક લોક નાટક હિન્દી રૂપક પ્રસારિત થયું. ઉપરાંત આકાશવાણી દ્વારા પ્રસારિત થયેલ કૃતિઓમાં : દાસી જીવણ (સંગીત રૂપક) નિર્માણ : ચંદ્રકાન્ત ભટ્ટ (૧૯૬૦), લાલ અમૂલા (નાટક) દિગ્દર્શક : દેવેન શાહ (૧૯૭૧) કકુજો કટારી (૧૯૯૫) ભવાઈ મંડાઈ ભક્તિ થકી (૧૯૯૬) મેરો રહિમ રામ ભયો. (૧૯૯૭) વગેરે છે. રંગ મંચીય નાટ્ય લેખન : ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં', શૈલીનું નાટક ‘મોતી વેરાણાં ચોકમાં’‘વસુંધરાંના વહાલાં–દવલાં’, ‘પુરાતન જ્યોત’ આ ઉપરાંત લોકજીવન સાથે સંકળાયેલાં અન્ય ૧૫ જેટલાં નાટકોનું સર્જન કર્યું. ગુજરાતી Jain Education Intemational ૫૦ ચિત્રપટ સાથે જોડાણ : ઇ.સ. ૧૯૭૨ થી ગુજરાતી સિને ઉદ્યોગમાં કથા-પટકથા-સંવાદન લેખન પ્રદાન, જેમાં ગુજરાત સરકાર દ્વારા ‘લાખા લોયણ’, ‘વાલી ભરવાડણ' તથા ‘સાજણને સથવારે' ને પારિતોષિક મળ્યાં છે. તાજેતરમાં જ તા. ૧૯-૩૦૫ને શનિવારની સાંજે હેમુ ગઢવી નાટ્યગૃહ રાજકોટ ખાતે ‘વ્યંજના' પ્રેરિત નાટ્યવિદ્ શ્રી રામજી વાણિયા નાગરિક અભિવાદન સમિતિ દ્વારા પૂ. મોરારીબાપુના શુભ હસ્તે મોટી ક્ષમતા ધરાવતા નિખાલસ રામજીભાઈનું સન્માન થયું. એ ગૌરવ ઘટના છે. શ્રી પંકજકુમાર ભટ્ટ (સંગીત સ્વરકાર) ૬ટ્ટી જુન ૧૯૫૪માં જન્મ. રાજકોટના સંગીતકાર પંકજ ભટ્ટે અત્યાર સુધીમાં લગભગ ત્રણ હજાર થી વધુ કેસેટમાં સંગીત આપ્યું છે. હાલ ગુલશનકુમારના ટી સીરીઝ ઓડિયો કેસેટમાં સંગીત આપી રહ્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-ગુજરાતની ૭૦ ટકા ઉપરાંત ગુજરાતી લોકગીત-ભજન-લોકવાર્તાની કેસેટમાં તેઓએ સંગીત આપ્યું છે. ‘ત્રિપુટીનો તરખાટ' ઉપરાંત સોના વાટકડી, સંત શ્રી જલારામ વગેરે ૫૦ થી વધુ વિડિયો કેસેટમાં સંગીતકાર તરીકે રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણાં ગુજરાતી ચલચિત્રોમાં સંગીત પીરસી ચૂક્યા છે. જેમાં તેમનું પ્રથમ ગુજરાતી ચલચિત્ર કેસર ચંદન માટે તેમને શ્રેષ્ઠ સંગીત માટે ગુજરાત રાજ્યનો એવોર્ડ પણ મળ્યો છે. તેમનાં ગુજરાતી ચલચિત્રો : ‘કેસર ચંદન', મોતી વેરાણાં ચોકમાં', ‘સતાધારના સંત', ‘સવૈયાનાથ', ‘ફાગણનાં બે ફૂલ નાગ પદમણી’, ‘નાગદેવ કૃપા’, ‘ટકુહે સાજણ સાંભરે', ‘પંખીડા ઓ પંખીડા', ‘માણીગર મણિયારો', ‘સગપણના સાથી’ વગેરે મુખ્ય છે. તેઓ એ હિન્દી ચલચિત્ર ‘અગ્નિકાલ’ થી પોતાની કારકિર્દી શરૂ કરી છે. મેળવેલા એવોર્ડમાં રાજકોટ સરગમ ક્લબ દ્વારા પ્રતિભા સન્માન સમારોહમાં વિશેષ યોગ્યતા એવોર્ડ, માનવકલ્યાણ સેવા સમાજ ટ્રસ્ટ તથા શ્રી દશનામ ગોસ્વામી ક્રાંતિ મંડળ દ્વારા સન્માનપત્ર. રેડિયો-દૂરદર્શન ક્ષેત્ર : પંકજકુમાર ભટ્ટ છેલ્લા વીસ વર્ષથી આ બન્ને ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંળાયેલા છે. અને અસંખ્ય રેડિયો તથા દૂરદર્શનની ટેલીફિલ્મો, ટેલીપ્લેમાં પોતાનું સંગીત આપી ચૂક્યા છે. પંકજ ભટ્ટે છેલ્લા ઘણાં વર્ષોથી ઓડિયો વિડિયો ક્ષેત્રે પોતાનું સંગીત પીરસવાનું અવિરતપણે ચાલુ રાખ્યું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy