SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૧ પ્રતિભાઓ સભા હતી. સૂતેલા ભારતને જગાડનાર રાષ્ટ્રને સ્વતંત્ર બનાવનાર વીરની શહાદતને એક પછી એક વક્તા હૃદયની શ્રદ્ધાંજલી અર્પતા હતા પરંતુ હૃદયની વાણી તો કેવળ કાવ્ય, દુહા કે મરશિયામાં જ ફૂટી શકે. નિશાળનું પગથિયું જેણે જોયું નથી એવી ૨૦ વર્ષની યુવતી કે જેને માઈક પકડતા પણ નહોતું આવડતું. જેના હૃદયમાંથી એવી વાણી ફૂટી કવિ કાગ રચિત ભજન ગાવાની શરૂઆત કરી. ભજનના શબ્દોનો ભાવ અને ગાનારની લય એવાં હતાં કે કડીએ કડીએ શ્રોતાઓની આંખ ભીંજાતી અને છેલ્લી કડીએ તો બધાનાં હદયને વલોવી નાખ્યાં. આ યુવતીનું નામ છે કાશીબહેન ગોહિલ. જાહેરમાં ગાવાના આ પ્રથમ પ્રસંગે જ તેમણે તેના કંઠના સૂર માધુર્યનો અનોખો પરિચય ભાવનગરની ભાવપ્રિય જનતાને કરાવ્યો. લોકગીતની ગાયિકા તરીકે તેમનો આ શુભારંભ થયો. દિવસે દિવસે તેમના કંઠ સ્વર માધુર્ય, ઢાળ અને હલક વિકસતાં ગયાં. કલાકારને પ્રકાશમાં લાવવા તેની આંગળી પકડનાર જોઈએ. આવી આંગળી શ્રી જયમલભાઈ જાદવે પકડી. બજરંગ વ્યાયામ શાળામાં અવાનવાર ગીતો, ગરબા, રાસ રજૂ કરીને તાલીમ પૂરી પાડી. જાહેર કાર્યક્રમો અને ડાયરામાં ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતાં કાશીબેનની કોઠાસૂઝ પ્રગટતી ગઈ અને નવું નવું શીખતા ગયાં. વખત જતાં કાશીબેનની કલાનો સુર આકાશવાણી રાજકોટને સંભળાયો અને રાજકોટ સ્ટેશનથી ૧-૬-૭૩ના રોજ લોકગીતો પ્રસારિત થયાં. તેમની ખ્યાતી ગુજરાતની બહાર પ્રસરાવવામાં ખાસ આકાશવાણી અને ઘોઘાસર્કલ મિત્રમંડળનો છે. કાશીબેન ગોહિલે ઘોઘા સર્કલ મિત્ર મંડળ-ભાવનગરની સાથે અને પાર્શ્વગાયક શ્રી પ્રફુલ્લ દવે સાથે અનેક કાર્યક્રમો આપ્યા છે. આ ઉપરાંત “મોતી વેરાણા ચોકમાં', ‘મનખડાનો મેળો’ અને ‘ઝૂલણમોરલી' જેવા અનેક સ્વતંત્ર કાર્યક્રમો ગુજરાતમાં ઉપરાંત નાગપુર, મુંબઈ અને કલકત્તામાં રજૂ કર્યા છે. ભાવનગરના પછાત વિસ્તારમાં (ક.પરા.) ઉછરેલી આ દીકરી જેણે ગુજરાત ભરમાં લોકગીતનાં કલાકાર તરીકે જે નામના અને લોકપ્રિયતા મેળવી છે તે જ્ઞાતિ માટે, નારી જાતિ માટે ગૌરવ સમાન છે. કલા પ્રત્યેનો રસ તેમણે ખંડિત થવા દીધો નથી તે ખૂબ જ શરમાળ અને ઓછા બોલા સ્વભાવનાં છે. તેની રીતભાત, વર્તણૂંક, સાદગી એવા સૌજન્યભર્યા છે કે સહુ કલાકારોએ મર્યાદાના મોભ એવું ઉપનામ આપી તેમનું ગૌરવ વધાર્યું છે. શ્રીમતી પિયુબેન સરખેલ | (શાસ્ત્રીય ગાયિકા) ૧૯૬૫માં કલકત્તામાં જન્મેલ શ્રીમતી સરખેલ બધા જ સ્ત્રી ચરિત્રોમાં યુવા પેઢી માટે ઇન્દોર ઘરાના હિન્દુસ્તાની સાદસંગીતના સાચા જુસ્સા માટે સમર્થન કરે છે. તેણીએ તેની તાલીમ તેના પિતાજી શ્રી કમલ બંદોપાધ્યાય પાસેથી મેળવી છે. જેઓ વીસ વર્ષ સુધી ઇન્દોરમાં ઉસ્તાદ આમીરખાનના અંગત અને પ્રિય શિષ્ય હતા તેના જીવનનો બાકીનો સમય મરહુમ ઉસ્તાદે કલકત્તામાં પોતાના કુટુમ્બ સાથે રહી પસાર કર્યો અને આથી તેણીને આવી બાળપણથી અનોખી તક સાંપડી હતી. સિરીઝ દ્વારા શ્રીમતી પિયુબન સરખેલના ઓડિયો આલ્બમ પણ રીલિઝ થયા છે. તેણીએ ભારતમાં અનેક કાર્યક્રમો આપ્યા છે. શ્રીમતી પિયુ સંગીતમય અવાજ, લય સાથેના ત્રણ અષ્ટકનો તીવ્ર રીધમ પટનો લય અને તાલ પર પ્રભુત્વ રાખી શકતાં. તેની સરગમમાં અને તાનમાં, સ્થિરતા, અનુવાદકતા સાથેનો શક્તિશાળી જુસ્સો તેમ જ તેના રાગમાં તબક્કાવાર પ્રગતિ અને વિવિધતાનો સમન્વય જોવા મળે છે. તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોની “ખયાલ” ગાયનની માન્ય કલાકાર હતાં. સુરસાગર સમસાદ-મુંબઈ દ્વારા તેણીએ સુરમણીનો ખિતાબ મેળવ્યો હતો હાલમાં તેણી રાજકોટમાં સંગીત, નાટક મહાવિદ્યાલયમાં આચાર્ય તરીકે સેવા આપે છે. દેવેન્દ્ર મ. દવે (તબલવાદન) જન્મ તા. ૨૬ ઓગષ્ટ ૧૯૬૪માં રાજકોટ ખાતે થયો. * સાંગીતિક શિક્ષાની શરૂઆત સન, ૧૯૭૮માં સંગીત નાટ્ય ભારતી સંચાલિત મ્યુઝિક કોલેજ, રાજકોટ ખાતે ડિપ્લોમા ઇન મ્યુઝિક (તબલા) (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)ના પ્રથમ વર્ષથી થઈ. પ્રારંભમાં તબલા-વાદનની વિધિવત શિક્ષા મ્યુઝિક કોલેજ, રાજકોટ (સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમી)ના સ્વ. પ્રો. શ્રી પરશુરામ પી. ભોરવાણીજી પાસેથી ૧૯૭૮ થી ૧૯૮૫ સુધી પ્રાપ્ત કરી. ૧૯૮૬ થી તબલા-વાદનની ઉચ્ચ તાલીમ વડોદરા સ્થિત, અજરાડા ઘરાના શૈલીના સુવિખ્યાત તબલા–વાદક અને ગુરૂવર્ય પ્રો. શ્રી સુધીરકુમાર સરસેનાજી પાસેથી નિયમિતરૂપથી આજ પર્યત, પ્રાપ્ત કરતા રહ્યા છે. * તબલા-વાદનની શાખામાં ડીપ્લોમા ઇન મ્યુઝિક (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), સંગીત વિશારદ (ગુજરાત રાજ્ય સંગીત 54 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy