SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ સંગીત અને સાંસ્કૃતિક ક્ષેત્રના કલાવિદો —નટવરભાઈ પી. આહલપરા ઈશ્વરે આપણને કેવું સરસ જીવન આપ્યું છે! જીવનને સુખમય અને આનંદમય બનાવવા આપણે સાંસ્કૃતિક ભાવનાને વિકસાવી. જીવનમાં સંસ્કૃતિ ખીલવીને સંગીતકારો, ગાયકો, અદાકારો, લોકકલાકારો, વાદ્યકારોએ પોતાનું અને આપણું જીવન ભર્યું ભર્યું, પ્રસન્ન બનાવી દીધું છે. જો સાંસ્કૃતિક બાબતો માટે આપણે વફાદાર ન રહીએ તો એમાં અધૂરપ લાગે છે. આ તનાવયુક્ત સમયમાં જ્યારે આપણે માનસિક શાંતિ અને આનંદ ગુમાવી દીધો છે ત્યારે લોકસંગીત, સુગમ-શાસ્ત્રીયસંગીત, નાટ્ય, લોકકલાઓ, વાઘવાદકો આપણા મહામૂલા ખજાનાને જીવંત રાખી રહ્યા છે તે કલાને અને કલાકારોને અભિનંદન, વંદન. ૪૫ જે કલાકારોને રાજ્યના ગૌરવ પુરસ્કાર મળ્યા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મળી છે. તેમના સૌના પરિચય તેની કલાપ્રતિભાને છાજે તેમ નમ્રતાપૂર્વક પ્રસ્તુત કર્યા છે, વૃક્ષો ન હોય તો? ફળ, છાંયો, ઔષધ અને બળતણ મળે નહિં. જેમ પાણીનું પરબ કેટલાય દૃષિત લોકોની તૃષા તૃપ્ત કરે છે. તેવું જ વૃક્ષ જેવું અને પાણીનાં પરબ જેવું સદ્કાર્ય કરીને શ્રી નટવર આહલપરાએ આ લેખમાળા દ્વારા કલાકારોને બિરદાવ્યા છે. આ લેખમાળામાં પરિચયો રજૂ કરનાર શ્રી નટવર પુરૂષોત્તમભાઈ આહલપરા આધુનિક ગુજરાતી કથા સાહિત્યમાં તેમની લઘુકથાઓ અને નવલિકાઓ દ્વારા આશાસ્પદ સર્જક તરીકે અવશ્યપણે ઊભરી આવ્યા છે. એમનો ‘હથેળીમાં નક્ષત્ર’ નામનો લઘુકથા સંગ્રહ અને ‘શ્વાસ’ અને ‘કોરો કેનવાસ' નામના નવલિકાસંગ્રહ. તદુપરાંત ‘નિબંધ વિહાર’ નામનો એક નિબંધ સંગ્રહ પણ પ્રકાશિત થયો છે. એમની કૃતિઓ વખતોવખત આકાશવાણી અને દૂરદર્શન પરથી પ્રસારિત થયા કરે છે. તેમણે વાર્તાક્ષેત્રે એમના સર્જનકાળ દરમ્યાન ઇનામો અને પારિતોષિકો પ્રાપ્ત કર્યા છે. ગુજરાતના વાચકો, વિવેચકો, અખબારો અને સામયિકોએ એમની સર્જન પ્રક્રિયા અને સર્જક પ્રતિભાની સહર્ષ નોંધ લીધેલી છે. “૧૯૭૯માં અભિવ્યક્તિ ટ્રસ્ટ, અમદાવાદ આયોજિત ગુજરાત કક્ષાની આંતર કોલેજ ટૂંકી વાર્તા સ્પર્ધામાં દ્વિતીય સ્થાન. ૧૯૮૬માં લીઓ ક્લબ ઓફ ધ્રાંગધ્રા આયોજિત ગુજરાત કક્ષાની લઘુકથા સ્પર્ધામાં પ્રથમ વિજેતાપદ. ૧૯૮૭માં કલકતા યુવા સમાજ દ્વારા આયોજિત ગુજરાતી લઘુકથા સ્પર્ધામાં પ્રથમ ઇનામ. ૧૯૮૮માં વડોદરા સાહિત્યજ્યોત દ્વારા ગુજરાતની લઘુકથા સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક. ૧૯૯૦ સંસ્કૃત કલામંદિર અમદાવાદના ઉપક્રમે યોજાયેલી અખિલ ગુજરાત ટૂંકીવાર્તા સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવ્યું છે. તેઓ સાંગીતિક સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રના પ્રભાવશાળી ઉદ્ઘોષક છે. તેમણે ચારસોથી વધુ કાર્યક્રમોનું સંચાલન કર્યું છે અને આજે પણ કાર્યરત છે. તાજેતરમાં રાજકોટ દૂરદર્શન ઉપરાંત ડી.ડી. ૧૧ પરથી પ્રસારિત થયેલા પારિજાત કાર્યક્રમોનું સંચાલન તેમણે સહજ રીતે વહન કર્યું હતું. —સંપાદક કુ. બિંદીયા પંડ્યા (ગાયિકા) તા. ૮-૫-૧૯૭૮નાં રોજ બિંદિયાનો જન્મ થયો. અમરેલી જિલ્લાના રાજુલા ગામમાં જન્મેલી બિંદીયા કિશોરભાઈ પંડ્યાના કુટુંબમાં ક્યાંય ન બનેલી ઘટના બની. Jain Education International કિશોરભાઈને એ દિવસો યાદ છે. પરિવારમાં દીકરી અવતર્યાનો સૌને આનંદ હતો. દીકરી અંધ અવતરી છે તેથી ઘરના સૌ ભાંગી પડ્યા. પણ ચટ્ટાન જેવી વાસ્તવિકતાનો સ્વીકાર કરી સામનો કરવા તૈયાર થઈ ગયા. બિંદીયાની પ્રગતિ થાય, તે સારૂં શિક્ષણ મળે તેવા શુભ હેતુથી ૧૯૮૪માં ભાવનગર શ્ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy