SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ દ્વારા પ્રગટ થયા છે, એટલું જ નહીં પરંતુ ભારતની અન્ય ભાષાઓમાં પણ એ પુસ્તકનો અનુવાદ થઈ રહ્યો છે. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, (ઈ. સ. ૧૯૭૪) આ ક્ષેત્રમાં નવી જ ભાત પાડતું સંશોધન છે. વૈજ્ઞાનિક અભિગમ, ચિકિત્સક દૃષ્ટિ, ગંભીર સઘન શૈલી અને મૌલિક દૃષ્ટિનો પરિચય મળે છે. જેમાં મધ્યકાલીન પ્રેમ વિભાવના, સમાજ દર્શનને લગતી સૂઝભરી વિચારણા પણ રજૂ થઈ છે. અધ્યાત્મવિદ્યા, યોગ અને ગુપ્ત સાધના પણ ડૉ. હસુ યાજ્ઞિકના રસ–અભ્યાસનું વિશિષ્ટ ક્ષેત્ર છે. ‘સમભાવ’ દૈનિકની ‘ત્રીજી આંખ’ નામની કૉલમમાં તેમણે આ વિષયે અનેક લેખો આપેલા. તેના પરિપાક રૂપે ‘તિબેટની તંત્ર સાધના’ અને ‘વિશ્વના પ્રાચીન ધર્મો અને ગુપ્ત સાધના' જેવાં પુસ્તકો પ્રકાશિત થયાં. વેદો, નિપનિષદ, બ્રાહ્મણગ્રંથ, રામાયણ, મહાભારત અને વિવિધપુરાણો પર એમણે લખ્યું છે. લોકવિદ્યા અને કથાસાહિત્ય નિમિત્તે એમણે માનવકુળના સાંસ્કૃતિક વિકાસ અને સાધનાઓનો અભ્યાસ કર્યો છે. તેથી ધર્મ ઉપરાંત લોક સાહિત્યના અભ્યાસીઓને પણ આ વિષયના ગ્રંથો વિશેષ ઉપયોગી છે. રાજ્ય અને દેશની વિવિધ યુનિવર્સિટી, તેમ જ અન્ય સાહિત્યિક સંસ્થાઓના ઉપક્રમે ડૉ. હસુ યાજ્ઞિકે અનેક પરિસંવાદોમાં પોતાના શોધપત્રો રજૂ કર્યા છે. એટલું નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેઓએ લોકવિદ્યા, લોકસાહિત્ય તેમ જ કંઠસ્થપરંપરાના ગુજરાતી સાહિત્યનો પરિચય કરાવ્યો છે. શિયાટલ અમેરિકામાં (૧૯૯૨) આયોજિત ‘ન્યુ ઇન્ડો આયર્ન લેંગ્વેજીસ કોન્ફરન્સ’માં તેમણે ‘ઓરલ ટ્રેડિશન ઓફ રામચરિત' વિષય પર શોધ-પત્ર રજૂ કરેલ. સતત દસ વર્ષના પ્રયત્ન પછી તેમણે ગુજરાતમાં પ્રથમવાર ‘સરજૂ’ પર સંશોધન કર્યું, જે વેનિસ-ઈટાલીમાં ધ સરજૂ સોંગ્સ' રૂપે પ્રકાશિત થયું. આમ ફ્રાંસ, ઇંગ્લેન્ડ, ઈટાલી, અમેરિકા (બેવાર) જેવા દેશોમાં તેમણે અભયાસ-યાત્રા કરી છે, અને ગુજરાતી લોકસાહિત્ય, લોકવિદ્યાના વિચારોનો પ્રસાર–વિસ્તાર કર્યો છે. એમની એ વિદેશયાત્રાના ફળ સ્વરૂપ તેમને ઈ. સ. ૧૯૯૨માં ‘સ્કાયબાર્ક લંડન એવોર્ડ તેમ જ ઈ. સ. ૧૯૯૪માં લંડન ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ફેલોશીપ પ્રાપ્ત થઈ છે. અનેક સર્જનાત્મક પુસ્તકો આપ્યા હોવા છતાં ડૉ. હસુ યાજ્ઞિકની પ્રથમ ઓળખ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસીની છે. કારણ કે મધ્યકાલીન સાહિત્ય, લોકસાહિત્ય, લોકવિદ્યા, ગુપ્તવિદ્યાના ક્ષેત્રમાં એવું ઘણું ઘણું પ્રાપ્ત થયું છે જે Jain Education Intemational ૪૬૯ “પ્રથમ વખત” ડૉ. હસુભાઈ દ્વારા મળ્યું હોય. મધ્યકાલીન કથા સાહિત્ય-આદિવાસી કથા સાહિત્યના કથા ઘટકો અને તેનું વર્ગીકરણ, વિશ્વના દેશોના લોકસાહિત્યનો અભ્યાસ, સંગીતના આદિમરૂપ જેવા સરજૂગાન’ વિશેનું સંશોધન, લોકગીતોનું સ્વરાંકન જેવા અનેક વિષયો સૌ પ્રથમવાર ડૉ. હસુભાઈ દ્વારા તલસ્પર્શીય રીતે સંશોધાયા. એ સંશોધનો ડૉ. હસુભાઈ દ્વારા ગુજરાતી ભાષાને થયેલું મૂલ્યવાન પ્રદાન છે. સ્વભાવે સરળ, સાલસ અને સહજ વ્યક્તિત્વ ધરાવતા ડૉ. યાજ્ઞિક ગુજરાતી સાહિત્યમાં ‘હસુભાઈ’ જેવા આત્મીય સંબોધનથી જાણીતા છે. સંકલનકાર : ડૉ. રમેશ મહેતા ડૉ. નાથાલાલ ગોહિલ છેલ્લા દાયકામાં ક્ષેત્ર-કાર્યથી અનુપ્રાણિત સંશોધનો આપીને સંત–સાહિત્ય સંશોધન ક્ષેત્રે પ્રસ્થાપિત થયેલા સંશોધકોમાં ડૉ. નાથાલાલ ગોહિલ અગ્રસ્થાને છે. સંત સાહિત્ય, લોક સાહિત્ય, કંઠસ્થ પરંપરાનું સાહિત્ય, વિધિ-વિધાન અને ગુપ્ત સાધના પરંપરા અંતર્ગત તેમણે કરેલા સંશોધનાત્મક કાર્ય તેને આ ક્ષેત્રમાં દૃઢ કરનારા છે. તેમનો જન્મ જૂનાગઢ જિલ્લાના કેશોદ પાસે આવેલા ખોબા જેવડા ગામ સીલોદર મુકામે તા. ૧૫-૧૧-૧૯૪૮ના રોજ થયો. પિતા ઉકાભગત આખા પંથકમાં ‘ઉકાભગત' જેવા પૂજનિય સંબોધનથી ઓળખાય. પ્રજ્ઞાચક્ષુ એવા ઉકાભગતની ભીતરની આંખો ખૂલી ગયેલી. ભજન અને પાટપૂજાની પરંપરા આત્મસાત્ કરેલી. ઘેર સાધુ-સંતોની અવર–જવર સતત રહે. માતા વીરબાઈમા અને પિતા ઉકાભગત સાધુ સંતોની આગતા-સ્વાગતામાં ઈશ્વરની કૃપા સમજે. આવા વાતાવરણમાં ડૉ. ગોહિલનો જન્મ અને ઉછેર થયો. બાળપણથી જ ભજન, સંત સમાગમ, સંત સેવા અને પાટપરંપરા સાથે અભિન્નતા કેળવાઈ. પ્રાથમિક શિક્ષણ શીલોદર ગામે પૂર્ણ કરી સાતમા ધોરણથી ગાંધી વિચારને મૂર્ત કરતી સંસ્થા શારદાગ્રામમાં અભ્યાસ શરૂ કર્યો. આઝાદીની લડતમાં ભાગ લેનાર મનસુખરામ જોબનપુત્રાએ ગ્રામોદ્વાર–ગ્રામોત્થાનના સ્વપ્ન સાથે સ્થાપેલી સંસ્થા શારદાગ્રામમાં ડૉ. નાથાલાલ ગોહિલે હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો. ભારતીય સંસ્કૃતિ, ગાંધી વિચાર અને આશ્રમ પ્રણાલીનું શિક્ષણ પ્રાપ્ત કરી ગુજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગયા. ત્યાં સ્નાતક તેમ જ અનુસ્નાતકની પદવી પ્રથમ વર્ગ સાથે મેળવી. એ પછી કેશોદની એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. છેલ્લા પાંત્રીસ વર્ષથી તેઓ આ કૉલેજમાં ગુજરાતી વિભાગના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy