SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડે છે. જે તેમના લોકસાહિત્ય પ્રત્યેના અનુરાગને પ્રગટ કરે છે. ડૉ. હસુ યાજ્ઞિક ગુજરાતી સાહિત્યના ખ્યાતિ પ્રાપ્ત સર્જક તરીકે તેમ જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંશોધક તરીકે ડૉ. હસુ યાજ્ઞિક જાણીતું નામ છે. વીસેક નવલકથાઓ, સાતેક વાર્તા, સંગ્રહોનું સર્જન, સજ્જતાપૂર્ણ વિવેચનસંગ્રહો, લોકસાહિત્યલોકવિદ્યા-ગૂઢવિદ્યાના અનેક સંશોધનાત્મક પુસ્તકો, સંગીતજ્ઞાની છબીને પુષ્ટ કરતા સંગીતને લગતાં આઠેક પુસ્તકો, કાવ્યસંપાદન બાલસાહિત્ય વગેરે વિષયોને આવરી લેતાં કુલ ૫૦ જેટલા પુસ્તકો તેમણે આપ્યાં છે. જે તેમની મેઘધનુષી પ્રતિભાના પરિચાયક છે. સર્જન-સંશોધન અને સંગીતનો જેમના વ્યક્તિત્વમાં સમન્વય થયો છે તેવા ડૉ. હસુ યાજ્ઞિકનું પૂરું નામ હસમુખરાય વ્રજલાલ યાજ્ઞિક છે. તેમનો જન્મ તા. ૧૨-૨૧૯૩૮ના રોજ રાજકોટ મુકામે થયો. પિતા વાંકાનેર, રાજકોટ, મોરબી વગેરે રાજ્યમાં સર્વે સુપ્રિટેન્ડેન્ટ હતા. સંગીત અને અધ્યાત્મ વિદ્યાના જ્ઞાતા પણ હતા. માતા પુષ્પાબેન અલ્પશિક્ષિત પણ જબરો વાંચનશોખ ધરાવતાં. હસુભાઈની કિશોરાવસ્થામાં માતાએ તેમની સમક્ષ ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાનું વાચન કરેલું. આમ પિતા તરફથી સંગીત અને અધ્યાત્મવિદ્યાનું જ્ઞાન તેમ જ માતા પાસેથી સાહિત્ય-અનુરાગ હસુભાઈને વારસામાં મળ્યા. રાજકોટ, મોરબી, ધ્રાગંધ્રામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી. ઈ. સ. ૧૯૬૦માં ગુજરાતી-સંસ્કૃત વિષય સાથે સ્નાતક અને ઈ. સ. ૧૯૬૨માં ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક થયા. ઈ. સ. ૧૯૬૨ થી સરકારી કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા પછી સ્વાધ્યાય-સંશોધનમાં વિશેષ પ્રાકૃત થયા ઈ. સ. ૧૯૭૨માં ગુજરાતી ભાષાના આદરણીય સંશોધક શ્રી હરિવલ્લભ ભાયાણીના માર્ગદર્શન હેઠળ “મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ' એ વિષય પર મહાનિબંધ લખી પી.એચ.ડી. ની ડીગ્રી પ્રાપ્ત કરી. આ બધા વરસોમાં તેમની સંગીત સાધના પણ ચાલુ હતી. ઇ. સ. ૧૯૭૬માં તેમણે સંગીત વિશારદ (વાયોલિન–પ્રથમવર્ગ) ની ઉપાધિ પણ મેળવી. સૌરાષ્ટ્ર-ગુજરાતની જુદી જુદી સરકારી કોલેજોમાં અધ્યાપક તરીકે સેવા આપી. ઇ. સ. ૧૯૮૨માં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના થતા ગુજરાત સરકારે તેઓને મહામાત્ર તરીકે નિયુક્ત કર્યા. ઈ. સ. ૧૯૯૬માં નિવૃત્ત થયા ત્યાં સુધી (૧૬ વર્ષ) તેઓએ આ પદ શોભાવ્યું. મહામાત્ર તરીકેના આ Jain Education International પથપ્રદર્શક સોળ વર્ષ દરમ્યાન હસુભાઈએ વહીવટી કુનેહ અને સાહિત્ય સંશોધન અંગેની દીર્ઘદૃષ્ટિનો પરિચય કરાવ્યો. ભાષા સાહિત્યના વિકાસની બાવન જેટલી યોજનાઓ તેમણે બનાવી. પાંચ સ્વાયત્ત અકાદમીઓના બંધારણો ઘડવા, સાહિત્યકારોની જન્મશતાબ્દીની ઉજવણી સમિતિ, શ્રી ગીજુભાઈ બધેકા, શ્રી ક. મા. મુનશીના નામે સુવર્ણચંદ્રક યોજનાઓ શરૂ કરવી અને ગુજરાત સાહિત્ય અકાદમીને લોકપ્રિય તેમ જ વિકાસોન્મુખ કરવી. જેવી અનેક પ્રવૃત્તિઓ ડૉ. હસુભાઈ યાજ્ઞિકે કરી. ઇ. સ. ૧૯૯૬માં નિવૃત્ત થયા પછી તેઓ ‘ઝવેરચંદ મેઘાણી લોકપ્રિય સંશોધન ભવન' અમદાવાદમાં મેનેજિંગ ટ્રસ્ટી અને મુખ્ય સંચાલક તરીકે જોડાયા. ઈ. સ. ૨૦૦૪ સુધીમાં તેમણે આ ભવન સાથે જુદા જુદા સંશોધકોને સાંકળી બાર જેટલા પ્રોજેક્ટ પૂર્ણ કર્યા. જેમાં સૌરાષ્ટ્રની સંતવાણી (ડૉ. નિરંજન રાજ્યગુરૂ) બારમતી સંપ્રદાય' (ડૉ. નાથાલાલ ગોહિલ) ‘ભૂવા સંસ્થા (ડૉ. મનોજ રાવલ) મુખ્ય ગણાવી શકાય. આજે પણ તેઓ લોકવિદ્યા, સંગીત શાસ્ત્ર અને વિવેચનક્ષેત્રે કાર્યરત છે એટલું જ નહીં પણ ‘સમભાવ’ અને ‘મુંબઈ સમાચાર’ જેવા વર્તમાનપત્રોમાં નિયમિત કટારલેખન કરી રહ્યાં છે. લોકવિધા, લોકસાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય તેમ જ ગૂઢવિદ્યાના સંશોધક તરીકે ડૉ. હસુ યાજ્ઞિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. ડૉ. હરિવલ્લભ ભાયાણીના પ્રીતિપાત્ર વિદ્યાર્થી તરીકે માર્ગદર્શન મેળવી ‘મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ' વિષય પર સંશોધન કરી આ દિશામાં પ્રગરણ માંડ્યા. સંશોધનની સૂઝ અને શાસ્ત્રીય સંશોધન પદ્ધતિનો નિબિડ અનુભવ આ ગ્રંથથી જ પ્રાપ્ત થાય છે. લોકસાહિત્યમાળાના ચૌદ ગ્રંથોમાં પ્રકાશિત થયેલી પાંચેક હજાર જેટલી રચનાઓને શાસ્ત્રીય ઢબે વિભક્ત કરી ડૉ. હસુ યાજ્ઞિકે લોકસાહિત્યક્ષેત્રનું મૂલ્યવાન કાર્ય કર્યું. લોકગીતમાં કૃષ્ણભક્તિ, લોકગીતોમાં રામકથા અને પાંડવ કથા, ‘કથાગીત’, ‘જીવનચક્ર અંતર્ગત રચનાઓ', ૠતુચક્ર અંતર્ગત રચનાઓ અને લોકકથા તેમ જ આ ગ્રંથોના સંપાદનોની અભ્યાસ ભૂમિકાઓરૂપ ‘ગુજરાતી લોકસાહિત્ય’ જેવા ગ્રંથો આપ્યા. આ ગ્રંથો ગુજરાતી સાહિત્યમાં અત્યંત લોકાદર પામ્યાં. આજે એ બધા જ ગ્રંથો દુર્લભ બની ગયા છે. નેશનલ બુક ટ્રસ્ટ-ન્યુ દિલ્હીના ઉપક્રમે એમણે ‘ગુજરાતની લોકવિદ્યા' (૨૦૦૦) પ્રકાશિત કર્યું, એ પુસ્તકના હિંદી અને અંગ્રેજી ભાષાંતરો પણ નેશનલ બુક ટ્રસ્ટ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy