SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ એ અશ્રુભીની આંખે કહેતા ય ખરા : જિંદગીમાં પહેલીવાર કદરરૂપે મળેલી આટલી મોટી રકમ પણ મારાં ઘરવાળાં (પત્ની) ને બચાવી ન શકી. એનું મૃત્યુ મારી જિંદગીને કારમો આઘાત આપી ગયું. પણ સુરંદાના સથવારે હું જીવી ગયો છું.’ ફ્રાંસ, જર્મની અને ઇંગ્લેન્ડમાં વીસ જેટલા કાર્યક્રમો રજૂ કર્યા. એમનો કલાત્મક સુરંદો જોઈને, સાંભળીને પરદેશીઓ આશ્ચર્યચકિત અને ભાવવિભોર બની ગયા. એમણે મોં માગી રકમના બદલામાં સુરંદાની માગણી કરી. ત્યારે સિદ્દિકભાઈએ દુભાષિયા દ્વારા એટલું જ કહ્યું કે ‘આ સુરંદો બનાવનાર છેલ્લા કારીગર મારા કાકા અને આમદભાઈ હતા. આ બનાવનાર હવે કોઈ રહ્યું નથી. આ વાઘ હવે મળતું નથી. એ હું તમને આપી દઉં તો મારા નિજાનંદ માટે હું શું વગાડું? મારી પત્નીનાં મૃત્યુ પછી આ વાંજિતરે જ મને જીવતો રાખ્યો છે. તમે મને અઢળક પૈસો આલો તોય આ સુરંદો હવે ફરી નંઈ બને.' કલાકાર જીવની સ્પષ્ટતામાં પણ કલાપ્રેમ ધબકતો જોઈ શકાય છે. કોઠાસૂઝથી આરંભેલી સુરંદાની સાધનાને સહારે ટોચ પર પહોંચેલા આ કલાકારે ભારતમાં મુંબઈ ખાતે યોજાયેલ ફેસ્ટીવલ ઑફ ફ્રાંસમાં ભારતીય કલાકારો સાથે સુરંદાવાદનનો કાર્યક્રમ રજૂ કરી વિદેશીઓનાં મન હરી લીધાં. એ પછી ૨૬ જાન્યુઆરી ૯૧માં પ્રજાસત્તાક દિનની પરેડ વખતે ગુજરાતના ફ્લોટ પર બેસીને સુરંદાનું સંગીત એમણે રેલાવ્યું. ત્યાર બાદ ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના નિવાસસ્થાને સુરંદાવાદન કરી સૌને ભાવવિભોર બનાવ્યા. એમનું શાલથી સન્માન થયું. ‘નયા ગુજરાત'ના સાંસ્કૃતિક પ્રદર્શનમાં પણ એમણે કાર્યક્રમો રજૂ કર્યા. ૧૫ માર્ચ ૧૯૯૪માં કેન્સરની બિમારીમાં તેઓ અવસાન પામ્યા. અજોડ નગારચી સુલેમાન જુમા જૂની પેઢીના લોકકલાકારો એક પછી એક આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. તાજેતરમાં ફ્રાંસના પેરિસ ખાતે યોજાઈ ગયેલ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા'માં વિદેશી સંગીતરસિયાઓને ગાંડાતૂર બનાવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લોકસંગીતની દુનિયામાં છવાઈ ગયેલા બુઝર્ગ નોબત (નગારા) વાદક શ્રી સુલેમાન જુમા કચ્છી લોકસંગીતનું ઘરેણું હતા. એમના પેગડામાં પગ ઘાલીને ઊભો રહે એવો કોઈ નગારચી કચ્છમાં હજી પાક્યો નથી. નગારું એ મંગળ પ્રસંગે વગાડવામાં આવતું ભારતનું પરંપરિત લોકવાદ્ય છે. નગારું નોબતને નામે પણ જાણીતું છે. નોબતવાદનની લોકસાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવાનું કામ Jain Education Intemational ૪૩૯ ‘લંઘા’ જાતિના કલાકાર-કસબીઓએ અત્યંત કુશળતાપૂર્વક કર્યું છે. આ જાતિ હિંદુ મંદિરો, જૈન દેરાસરો અને મુસ્લિમોની મસ્જિદોમાં પેઢી પરંપરાથી નગારચી તરીકે સેવાઓ આપતી આવી છે. મુંદ્રાની આવી એક સામાન્ય જાતિના કુટુંબમાં જન્મી ગળથૂથીમાંથી નોબતની કલાનો વારસો મેળવી અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરનાર શ્રી સુલેમાનભાઈને કચ્છ આખું ‘સુલેમાનબાપા’ના લાડકા નામે ઓળખતું. નોબત પર નિરાળા તાલો નિપજાવી, લોકસંગીતની અનેરી સૃષ્ટિ સર્જી સંગીત પ્રેમીઓનાં હૈયામાં ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કરી લેનાર કલાના આ વિદ્યાધરને નોબતવાદનનો વિશિષ્ટ વારસો એમના પિતાશ્રી પાસેથી પ્રાપ્ત થયો હતો. ૧૪ વર્ષની કાચી વયે બાળ સુલેમાને અબડાસા (તેરા)ના એક સમયના પ્રખ્યાત કલાકાર ભચુ ઉસ્તાદના પટ્ટશિષ્ય ઓસમાન ઉસ્તાદ પાસે તાલીમ લેવાનો શુભારંભ કર્યો. શરૂઆતથી જ આ સંગીતરસિયા જીવની ગ્રહણશક્તિ અજોડ હતી. કળામાં ઊંડી અભિરુચિ હતી. પરિણામે ટૂંકા ગાળામાં જ એમણે નગારા ઉપર જબરું પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું. ત્યારપછી જુવાનીના ઉંબરે અલપઝલપ કરતા જુવાન સુલેમાનની નોબત-શરણાઈથી કચ્છના મહારાવશ્રીનો મહેલ આઝાદીના અવસર સુધી ગુંજતો રહ્યો. આ રાજદરબારી નોબતવાદક આકાશવાણીના પણ અગ્રણી કલાકાર બની રહ્યા. લોકવાઘના આ કલાકારની ખ્યાતિની લહેરો આકાશવાણી દ્વારા ઊડતી ઊડતી દિલ્હી-રાજધાની સુધી પહોંચી. સને ૧૯૭૦ના ફેબ્રુઆરી માસમાં એમને દિલ્હીનું નોતરું મળ્યું. ગુજરાતના એક સાંસ્કૃતિક જુથના સભ્ય તરીકે શ્રી સુલેમાનભાઈએ સ્વ. વડાપ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધીના નિવાસસ્થાને કચ્છી નોબતવાદનની કળા રજૂ કરી. એ વખતે વિશ્વવિખ્યાત વાયોલિનવાદક યહૂદી મેનુહિન ત્યાં હાજર હતા. સુલેમાન જુમાનું શાસ્ત્રીય તાલોથી ધબકતું નોબતવાદન સાંભળી આનંદઘેલા બની તાલીઓ પાડીને વન્સમોર', ‘વન્સમોર’ ની બૂમો પાડી ઊઠ્યા હતા. એ વખતે જુમાની નોબત સાથે એક નામી પખવાજી સંગત કરી રહ્યા હતા. જુમાએ એ પખવાજીનું પાણી ઉતારી નાખ્યું ને એને મીનો ભણાવી દીધેલો, એની વાત આજેય એ પ્રસંગે હાજર રહેનારા કરે છે. કચ્છી તરીકે ઓળખાવવામાં ગૌરવ લેનાર આ કલાકારે જીવ્યા ત્યાં સુધીમાં અનેક ભારતીય કલાકારોની સાથે સંગત કરી હતી. મશહુર શરણાઈવાદક શ્રી બિસ્મિલ્લાખાન અને વાયોલિનવાદક શ્રી ગજાનનરાવ જોશી સાથેની સંગત દરમ્યાન બંનેને પોતાની કલાથી મુગ્ધ કર્યા હતા. શ્રી ગજાનનરાવ જોશીએ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy