SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૧ પ્રતિભાઓ કાર્યક્રમોથી પ્રસન્ન થઈ તેમને નોકરીએ રાખ્યા. બસ ત્યારપછી ઉત્તરોત્તર પ્રગતિ કરતા કરતા રસિકલાલ મ્યુઝીક પ્રોડ્યુસર અને સિલેકશન ગ્રેડ પ્રોડ્યુસર બન્યા. અમદાવાદ રેડિયો પર લાઈટ મ્યુઝિક યુનિટની જવાબદારી રસિકભાઈને સોંપાઈ આ યુનિટ દ્વારા તેમનાં ઘણાં ગીતો લોકપ્રિય થયાં. એ વખતે આકાશવાણી દ્વારા ગ્રામોફોન રેકોઝ બહાર પાડવામાં આવેલી જેમાં રસિકભાઈનાં ગીતભજન-ગરબા રેકોર્ડ્ઝ રૂપે તૈયાર થયાં. આ રેકોર્ડ્ઝ માત્ર આકાશવાણી કેન્દ્રોના ઉપયોગની હોવાથી બજારમાં ઉપલબ્ધ નથી. રસિકભાઈની એચ.એમ.વી. કંપની દ્વારા બે રેકોઝ બહાર પડેલી જે તે વખતે ખૂબ ચાહના મેળવી ગઈ હતી. વખત જતાં તેમની બદલી રાજકોટ-ઇન્દોર કેન્દ્ર પર થઈ. ઇન્દોરમાં પાંચ વર્ષની તેમની કારકિર્દીથી ત્યાં તેમને ખૂબ જ લોકચાહના મળી. એ વખતે ભારત પર ચીની આક્રમણ થયેલું. રસિકલાલે દેશભક્તિની ભાવનાથી ભરપૂર એવો “શહીદકી માં' કાર્યક્રમ રજૂ કર્યો જે દિલ્હી ટેલિવિઝન પર સતત ત્રણ માસ રજૂ થયેલો. પંડિત જવાહરલાલ નહેરુએ પણ એ કાર્યક્રમ બિરદાવ્યો અને ભારતની અન્ય ભાષામાં તેનો અનુવાદ કરાવ્યો ને જે તે ભાષામાં રજૂઆત થઈ. રસિકભાઈએ લેખકને સ્વમુખે કહેલું કે ભગતસિંહની માતાએ જ્યારે એ પ્રોગ્રામ જોયો ત્યારે રડી પડેલાં અને રસિકભાઈને ‘તમે તો મારા પુત્રની યાદ અપાવી દીધી” એવું કહ્યું. ગુજરાત માટે આ ગૌરવ લેવા જેવું છે. એવું જ એમનું બીજું સંગીત સર્જન નટમંડળનું “મેના ગુર્જરી' હતું. “મેહુલ' નામથી તેમાં તેમણે સંગીત આપેલું અને સંગીતને લીધે ગુજરાતભરમાં મેનાગુર્જરી ખ્યાતિ પામ્યું. એમનો પ્રથમ પ્રખ્યાત ગરબો “નભને માંડવડે ઊગી રૂપાની થાળી’ હતો. એમનાં સંગીત સર્જનમાં સૌથી વધુ પ્રભાવ જો કશાનો હોય તો તે ગુજરાતી રંગભૂમિનો અને ખ્યાતનામ સંગીત નિર્દેશક મદનમોહનનો. તેમના ખેમટાનાં ગીતો ગુજરાતમાં અનન્ય છે જેના પર રંગભૂમિનો પ્રભાવ છે. એમના ગરબા અને ગીતો અભિનવ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. લતા મંગેશકર માટે કંપોઝ કરેલાં ભજનો સંજોગવશાત રેકોર્ડ થઈ શક્યા નહિ તે એમના કંઠે આકાશવાણી પરથી પ્રકાશિત થાય છે જે માધુર્યથી ભરપૂર છે. હૃદય રોગથી આરામ કરવાની ફરજ પડી પણ તેઓ આરામ લેતા નહિ પરીણામે તેમનું મૃત્યુ થયું. દુઃખની વાત છે કે એમનાં કેટલાંક રેકોર્ડઝ આકાશવાણી સાચવી શકી નથી. અદના આદર્શન : રસિકલાલ ભોજકને અભિનયકળા સંગતની જેમ-તેથી વધુ-વારસામાં મળી હતી. કોલેજકાળ દરમિયાન તેઓ ઓઘડા રામજી ફેકટરીના ડેલામાં રહેતા હતા. વડવાના આ વિસ્તારના જમોડબંધુઓ પીલગાર્ડનના અખાડાનું સંચાલન કરતા હતા. તેમના વાર્ષિકોત્સવમાં રસિકભાઈ નાટકમાં પણ ઊતરતા. ઝવેરચંદ મેઘાણીના એક નાટકમાં તેઓ ચાઉસ (જમાદારનો) પાઠ કરતા હતા. નાટકની વાર્તામાં એક વણિક સાથે આ ચાઉસ ભેગા થઈ ગયા કશું જોખમ નથી એવી ખાતરી કર્યા પછી અચાનક લૂંટારા મળ્યા. વાણિયાએ લૂંટાઈ જઈશની બૂમો પાડી. ચાઉસને આશ્ચર્ય ને આઘાત થયા. તેણે જાનનું જોખમ લઈ તેનો બચાવ કર્યો એ વખતની તેમની તખતા કલમ “મેં ને ઉસકા લુણ ખાયા હૈ” એવી તો લાગણીથી રસિકભાઈ બોલતા કે પ્રેક્ષકો ગળગળા થઈ જતા. તખતા કલમ નાટકનો શબ્દ છે. જે વાક્ય વારંવાર બોલાય કે શ્રોતાને યાદ રહી જાય તે વાક્ય તખતા કલમ કહેવાય છે. તેમના પિતાના નાટક ત્રિયારાજની તખતા કલમ “ચેત મછંદર ગોરખ આયા’ કે ‘ભર્તુહરિ નાટકની તખતા કલમ સમી ગીત પંક્તિ “ભિક્ષા દે દે મૈયા પિંગળા” આજે પણ એ પેઢીના લોકો યાદ કરે છે. રસિકભાઈએ પીલગાર્ડન અખાડા અને સનાતન ધર્મ સ્કૂલના નાટકમાં ભાગ લીધેલાનું સ્મરણ છે. સંગીતજ્ઞ અને સંગીતસેવક શ્રી ભીખુભાઈ બી. ભાવસાર દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં પચાસેક વર્ષથી શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત અને ગરબાનો શોખ અને શિક્ષણ એટલાં વધ્યાં છે કે ગુજરાતના અમદાવાદ-વડોદરા-ભાવનગર, ગાંધીનગર, રાજકોટની બરોબરી કરવાની ક્ષમતા ત્યાં આવી છે. રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં કે આકાશવાણીની સંગીતપરીક્ષા કે સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતે હવે નોંધપાત્ર કાર્ય કરી બતાવ્યું છે. તેમાં પ્રથમ ધરમપુર, વલસાડ, નવસારી અને સુરત વિશેષ આગળ પડતાં નગર છે. ધરમપુરના રાજવીનો સંગીત શોખ ગુજરાતને અજાણ્યો નથી. સુરતમાં મહાદેવ શાસ્ત્રી અને કંચનલાલ મામાવાળા, નવસારીમાં બચુભાઈ સોની અને ત્યાંની સરકારી સંગીતશાળા અને વલસાડમાં ભીખુભાઈ અને ભાવસાર કુટુંબ. રોજ સવારે એકથી દોઢ કલાક સંગીત શિક્ષણ અને રિયાઝ થાય જ. આવા ભીખુભાઈને પિતાનો વારસો સવાયો સાંપડ્યો. પંડિત મણિરામજી, પંડિત જસરાજજી સાથે તેમનો કૌટુંબિક સંબંધ થઈ ગયો ને મેવાણી ઘરાનાની ઉત્તમ ગાયકીના અંશોના તેઓ વારસદાસ બન્યા. ભીખુભાઈના પ્રથમ ગુરુ શ્રી કાશીનાથ તુળપુળ હતા. તેઓ ગ્વાલિયર ગાયકીના નિષ્ણાત હતા. ઘણાને ખબર નથી કે તાનસેન મૂળ ગ્વાલિયરના રાજવીના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy