SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ આપણા સંગીત સાધકો —જયદેવભાઈ ભોજક માનવી ભાષા પ્રથમ શીખ્યો કે સંગીત પ્રથમ શીખ્યો? ઇતિહાસ તો કહે છે ભાષાનો વિકાસ તો બહુ મોડો થયો, નાચવું અને ગાવું એ આદિકાળથી માનવી કરતો આવ્યો છે. એટલે કે સંગીતકાર વખત જતાં કવિતા લખવા લાગ્યો એ પ્રક્રિયા આજ પણ ચાલુ છે. મુંબઈના યશવંત દેવના વિધાન મુજબ ‘ગીત’ એક અર્થમાં સંયુક્ત કલા છે. કવિ, સંગીત, દિગ્દર્શક અને ગાયક એમ ક્રમાનુસાર આવતાં ત્રણ ઘટક આ કલાકૃતિ પૂર્ણ કરે છે. ગુજરાતના સંગીતજ્ઞો વિષે અમારા આ અગાઉના ગ્રંથમાં ઠીક પરિચય કરાવ્યો છે. પથપ્રદર્શક એક સમયે આપણે ત્યાં સંગીતવિદ્યાની સાચી પિછાણ કરનાર કલાપ્રેમી રાજવીઓએ વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ધરમપુર, વાંસદા અને રાજપીપળા જેવાં દેશી રજવાડાઓએ સંગીતકળાને સારું એવું પ્રોત્સાહન આપ્યું હતું. રાજાઓ માત્ર સંગીતના શોખીન જ હોય એવી ભ્રામક માન્યતાને ભાવનગરના રાજવી ભાવસિંહજીએ અનેક અંગ્રેજી શિષ્ટ ગ્રંથોનું ગુજરાતીમાં ભાષાંતર કરાવી સંગીતબદ્ધ પુસ્તકો પ્રગટ કરાવ્યાં હતાં. દક્ષિણ ગુજરાત એટલે બધી રીતે ઉપેક્ષિત પ્રદેશ, કુમારપ્રભાતદેવજી, દોસ્ત મહંમદ, ભીખુભાઈ ભાવસાર, જસવંત ભાવસાર, મોહન બલસારા અને તેમના પછીની પેઢી સંગીતવિદ્યામાં ખૂબ જ આગળ વધી. અમદાવાદ-વડોદરાની બરોબરી કરવા નવસારી વલસાડના શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીતના ગાયકો હોડમાં ઊતર્યા. તેમને અમદાવાદ વડોદરા રાજકોટ જેવાં રેડિયો સ્ટેશનનો લાભ નથી મળ્યો. ત્યાં સંગીતની કોલેજ નથી. છતાં પણ ભીખુભાઈ ભાવસાર જેવા સંગીત પ્રેમીઓએ એક વાતાવરણ જરૂર ઊભું કર્યું છે. ભારતના ખ્યાતનામ સંગીતકારોના વલસાડમાં પ્રોગ્રામ થાય છે. આ સિદ્ધિ નાનીસૂની નથી. આ લેખમાળા રજૂ કરનાર શ્રી જયદેવભાઈ ભોજક સૂર, તાલ અને શબ્દોનાં પુષ્પોથી મ્હેંકી રહેલું સંગીતનું એક સુંદર ઉપવન, પાંચ પેઢીઓથી પાંગરેલું ઘટાદાર વૃક્ષ, અનેક સ્વર-સરિતાનો જ્યાં સંગમ થાય. એ સ્વરોનો અબ્ધિ, જયદેવભાઈ એટલે સ્વરોનો સાગર, સ્વરાબ્ધિ. ભાવનગરની શામળદાસ કોલેજમાં બી.એ.નો અભ્યાસ કર્યો અને ભાવનગરમાં નંદકુંવરબા વિદ્યાલયમાં સંગીત શિક્ષક તરીકે ૧૯૬૩ સુધી સેવાઓ આપી. ત્યાર’..દ આકાશવાણી વડોદરા કેન્દ્રમાં મ્યુઝીક પ્રોડ્યુસર તરીકે ૧૯૬૩ થી જોડાયા. ફરજો દરમ્યાન ગુજરાતી પ્રાચીન ઢાળોની જાળવણીના હેતુથી જુદા જુદા સંપ્રદાયોનાં પદો રેકોર્ડ કર્યાં. ઉપરાંત ગઝલ સંધ્યા, ભજન સંધ્યાના કાર્યક્રમો આયોજિત કર્યા. નિમણૂંકથી નિવૃત્તિ સુધી ૩૫ વર્ષ એક જ સ્થળે રહ્યા જે તેમની લોકચાહનાનું પરિણામ છે. શાસ્ત્રીય સંગીતમાં ખ્યાલ ગાયન વિશેષતઃ ધ્રુપદ-ધમાર, ઠુમરી, હોરી તેમજ સુગમ સંગીત ક્ષેત્રે શ્રી જયદેવભાઈનો ફાળો ઘણો જ મોટો કહી શકાય. ગુજરાતી પરંપરાગત ઢાળોનો એમણે રસપૂર્વક અભ્યાસ કર્યો છે. તેમ જ સંત કવિઓની ન ગવાતી રચનાઓને સંગીતે મઢીને કેસેટ તૈયાર કરી છે. જે પૈકી મીરાં–દયારામભાલણ, છોટમ વગેરેની રચનાઓ જુદા જુદા કલાકારોને શીખવી છે. જાણીતા શાયરોની તેમજ નામી અનામી કવિઓની ગુજરાતી ગઝલોની પંદરેક કેસેટ એમણે તૈયાર કરી છે. જુદા જુદા સંપ્રદાયોનાં પદો આનંદઘનજીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy