SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૧ પ્રતિભાઓ સંનિષ્ઠ કલાશિક્ષક, કલાકાર અને પ્રતિભાવંત તસવીરકાર શ્રી રસિક ગલચર કંકુવરણી ભોમકાના પાંચાળ પ્રદેશના ડુંગર પર બિરાજીને ચોતરફ પોતાની અમીદ્રષ્ટિ વિસ્તારતા મા ચામુંડાના બેસણાની તળેટીમાં પથરાએલા ચોટીલા ગામમાં એક હાથમાં પીંછી અને બીજા હાથમાં કેમેરા લઇને કલાસાધના કરતા એ યુવા કલાકારનું નામ છે - શ્રી રસિક મનુભાઇ ગલચર તા. ૩૧ ડિસે. ૧૯૬૪માં ચોટીલામાં તેમનો જન્મ. ચોટીલાની શેઠ જે. એસ. હાઇસ્કૂલમાં ચિત્ર શિક્ષક શ્રી ઘનશ્યામભાઇ ત્રિવેદીના માર્ગદર્શનમાં રસિકે બન્ને ગ્રેડ પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી. ઉચ્ચ કક્ષાના શિક્ષણ માટે સુરેન્દ્રનગરની શ્રીમતી એન. એમ. શાહ આર્ટ ટીચર્સ ટ્રેનીંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. કલાચાર્ય શ્રી લક્ષ્મણ રેના માર્ગદર્શનમાં બે વર્ષ તાલિમ મેળવી ૧૯૮૩માં ઉચ્ચ ગુણાંક સાથે એ.ટી.ડી. થયાં. બીજા જ વર્ષે ચોટીલા તા.ના પીપળીયા (ધાધલ) માં પ્રાથમિક શાળામાં ચિત્ર શિક્ષક તરીકે જોડાયા. એસ. વાય. બી. એ. સુધી કોલેજ શિક્ષણ મેળવી ચૂકેલા રસિક ગલચરના રસના વિષય તો ચિત્રકલા અને ફોટોગ્રાફી: સગવડતા મળતાં જ કેમેરા વસાવી પાંચાળ અને આસપાસના તળપદા લોકજીવનની ફોટોગ્રાફી અને સાથે સ્કેચીંગ પણ શરૂ કર્યું. હાલ બોરીયાનેસની પ્રાથમિક શાળામાં આચાર્ય-કલાશિક્ષકતરીકે સેવા આપતા રસિક ગલચરે ચોટીલામાં પોતાનો કલારુડિયો સ્થાપીને તેમાં ફોટોગ્રાફી અને ચિત્રસાધના દ્વારા કલા અને વ્યવસાય બંનેને સાંકળી લીધા છે. એક શાળાના આચાર્ય તરીકેની સંપૂર્ણ જવાબદારી વહન કરવાની સાથે સમય તારવીને રસિક ગલચર ચિત્રો અને ફોટોગ્રાફી કરતાં રહે છે. સાથોસાથ બન્નેમાં રાજય તથા રાષ્ટ્રીય કક્ષાનાં કલાપ્રદર્શનમાં ભાગ લેતા રહે છે. તેમની તસવીરો અને ચિત્રો ગુજરાત રા. લલિત કલા અકાદમીના પ્રદર્શનો (૧૯૯૦, ૯૬, ૯૮), કલાગુર્જરી- મુંબઇ (૧૯૯૧), રાજકોટફોટોજર્નાલિસ્ટ એસો. યોજીત :: પ્રદર્શન-સ્પર્ધા (૨૦૦૩) અને ૬૩મા ઇન્ટરનેશનલ ફોટોગ્રાફીકસેલોન ઓફ જાપાન (૨૦૦૨)માં પ્રદર્શિત થયેલ છે. રજાઓમાં કલાકાર મિત્રો સાથે તેમણે અનેક સેમીનારોમાંનિષ્ણાત કલાકાર તરીકે ભાગ લીધો છે. તેમણે કરેલા ફોટોગ્રાફી સેમીનારોમાં નળ સરોવર (૧૯૮૯), જૂનાગઢ (૧૯૯૨-૯૩), તારંગા અને અંબાજી (૨૦૦૨), હૈદ્રાબાદ (૨૦૦૨), જામનગર અને સાપુતારા (૨૦૦૩)નો સમાવેશ થાય છે. જયારે લેન્ડ સ્કેપ શિબિરોમાં ગુજરાત વિઝયુઅલ આર્ટિસ્ટએસો.યોજીત ઇડર (૧૯૯૭, ૨), માઉન્ટ આબુ (૧૯૯૮, ૨૦૦૦,૦૧,૦૩), જાફરાબાદદિવ (૨૦૦૨), ઊના અને દિવટુડન્ટ કેમ્પ (૨૦૦૩) વ. મુખ્ય છે. રસિકભાઇએ લોકજીવન-ખાસ કરીને તરણેતરના મેળા પર કરેલી ફોટોગ્રાફીની નોંધ ગુજરાત રા. માહિતી ખાતાંએ લીધી છે. તેના ઉપક્રમે તરણેતરના મેળામાં તસવીર પ્રદર્શનો (૨૦૦૨, ૦૩, ૧૪) યોજાયાં હતા. રસિકભાઇના ફોટોગ્રાફીનાં નિજી પ્રદર્શન કન્ટેમ્પરરી-અમદાવાદ (૨૦૦૨)માં તથા “ચાલો તરણેતર' પ્રદર્શન - રાજકોટની ડો. એસ. એમ. આર્ટ ગેલેરી (૨૦૦૩)માં યોજાએલા. તેમના ચિત્રો અને તસવીરો ગ્રુપ શો રૂપે ગુજરાત વિઝયુઅલ આર્ટિસ્ટ એસો. યોજીત પ્રદર્શનો - અમદાવાદ (૧૯૯૯, ૨૦૦૦, ૦૨, ૦૩)માં પ્રદર્શિત થઈ ચૂક્યા છે. રસિકભાઇના ચિત્રોમાં તળપદું લોકજીવન, તેનાં પાત્રો, ખોરડાં, ગાડાં-ગડેરા વ. દ્રશ્યમાન થાય છે. તેમની રેખાવટ પ્રસંશનીય છે. સ્થળ પર કરેલું ત્રાલેખન હોય કે નિરાંતની પળોમાં કેવળ પેન-કાળી શાહીમાં કરેલું ડ્રોઈંગ હોય - બંનેમાં તેનું કૌશલ્ય અભ્યાસમૂલક અને ચિત્તાકર્ષક રહ્યું છે. તેમને અનેક પુરસ્કારો પણ મળેલા છે. જેમાં કલાગુર્જરી-મુંબઇનું ઇનામ (૧૯૮૫), ઓપન સૌરાષ્ટ્ર ફોટો-સ્પર્ધામાં પ્રોત્સાહક ઇનામ (૨૦૦૩)માં સૌથી વિશેષ તો આંધ્રપ્રદેશમાં હૈદ્રાબાદ તથા પુલીહા કલા નિલયમ - જનગાંવ તરફથી યોજાએલ દ્વિતીય ઓલ ઇન્ડિયા ફોટો , પ્રદર્શનમાં પ્રથમ પુરસ્કાર પેન અને ઇક વડે દોરેલું ત્વરાલેખન રૂપે મળેલ ગોલ્ડમેડલ (તા. ૩૧ ઓકટો. ૨૦૦૨) તેના આક્ષેત્રની સિધ્ધિ ગણાય. ગુજરાત રાજય, માહિતી ખાતાથી લઇને અનેક વ્યકિતઓસંસ્થાઓનાં સંગ્રહમાં તેમની કૃતિઓ સંગ્રહિત છે. રસિક ગલચરની કલા સાધના ચિત્રકલા અને છબીકલા - આ બન્ને કિનારા વચ્ચે સમથળ વહેતી સરિતા સમાન છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy