SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ vart Fok સામાજિક કટાક્ષચિત્ર પરંપરાના સ્થાપક શ્રી રમેશ બુચ ‘લાંબા લેખો કે તંત્રી લેખો જે અસર નથી લાવી શકતા તે એક નાનકડા કાર્ટુનની થોડી રેખાઓ સચોટપણે વ્યકત કરી જાય છે. સમાજના દૂષણો પ્રત્યે અંગૂલિનિર્દેશ કરીને તે બદી દૂર કરવાનું નિમિત્ત કટાક્ષચિત્ર બને છે. પરોક્ષપણે સમાજસેવા કરતી કાર્ટૂનોની આ રમૂજ હંમેશા | સ્વચ્છ, નિર્દશ અને તંદુરસ્ત હોવી જોઇએ.' ઉપરોકત શબ્દોમાં કટાક્ષચિત્રના હેતુ | અને મર્યાદાને વ્યકત કરે છે જાણીતા કટાક્ષચિત્રકાર - શ્રી રમેશભાઇ બુચ સ્વ. બંસી વમાં (ચકાર) તા. ૫ મે ૧૯૩૮માં જામનગરમાં દોરેલું રમેશ બુચનું કેરીકેચર, **ી તેમનો જન્મ. તેમના પિતાશ્રી સ્વ. શંભુપ્રસાદ બુચ એ સમયના કાઠિઆવાડના એક સિધ્ધહસ્ત પોર્ટેઇટ આર્ટીસ્ટ હતા. દશ વર્ષની વયથી જ રમેશભાઇએ કાર્ટૂન દોરવા શરૂ કરેલા. એ વયમાં જન્મભૂમિમાં બાળકો વિષે તેમની ચિત્રવાર્તાઓ પ્રગટ થતી. જે લોકપ્રિય થતાં તેમણે સાપ્તાહિક પૂર્તિમાં સામાજિક કાર્ટુનો શરૂ કર્યા. જે આજ ૫૦ કરતાં વધુ વર્ષથી અવિરતપણે પ્રકટ થતાં રહ્યા છે. આ કાર્ટૂન શ્રેણીએ પ્રવાસીમાંચારદાયકા પૂરા કર્યા ત્યારે યોજાએલા સમારંભમાં સ્વ. શ્રી હરીન્દ્રભાઇ દવે (કવિ, લેખક અને પત્રકાર - તંત્રી)એ આ સાતત્યને ગુજરાતી પત્રકારત્વમાં એક વિક્રમ તરીકે ઓળખાવેલ. રમેશ બુચના કટાક્ષચિત્રોમાં સમાજમાં અત્ર-તત્ર જોવા મળતા સામાન્ય પાત્રોના દર્શન થાય છે. જે વિવિધ સામાજિક સમસ્યાઓ-જેવી કેવધતા કરવેરા, મોંઘવારી, વસતી ‘વિશ્વનાં શ્રેષ્ઠ કાર્ટૂન્સ' (ન્યૂયોર્ક વધારો, સામાજિક સમસ્યાઓ વ. | પ્રકાશન)માં સંગ્રહિત રમેશ બુચનું સામે ઝઝૂમતા હોય છે. જન્મભૂમિ | કટાક્ષ ચિત્ર ઉપરાંત વિવિધભાષી દૈનિકો – ઇલસ્ટ્રેટેડ વીકલી, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (રવિ આવૃત્તિ) શંકર્સ વીકલી (નવી દિલ્હી), ધર્મયુગ, નેશનલ હેરાલ્ડ, ઇવનીંગ ન્યૂઝ ઓફ ઇન્ડિયા,ફી પ્રેસ જર્નલ, ભારત જયોતિ, બ્લીટ્ઝ, સન્ડે સ્ટાન્ડર્ડ વ. જેવાં દૈનિકો ઉપરાંત અનેક ગુજરાતી માસિકોમાં તેમનાં પથ પ્રદર્શક સામાજિક કાર્ટુનો પ્રકટ થતાં રહ્યા છે. અમેરિકાની પ્રકાશન સંસ્થા “ડબલ ડે એન્ડ કંપની'એ વિશ્વના શ્રેષ્ઠ કાર્ટુનોના સંગ્રહમાં ભારતમાંથી રમેશ બુચના કાર્ટુનને પસંદ કરેલ. જે ન્યૂયોર્ક ખાતે પ્રદર્શિત થયેલ. મુંબઇની. જહાંગીર આર્ટ ગેલેરીમાં તેમના કાર્ટુનોનું પ્રદર્શન અને સન્માન યોજાયા હતા. બિરલા ક્રિડા કેન્દ્રની રમૂજ પ્રકાશન સંસ્થાએ રમેશ બુચના કાર્ટુનનું પ્રદર્શન યોજેલ જે ગુજરાતના જાણીતા હાસ્યલેખક સ્વ. શ્રી જયોતીન્દ્ર દવેના હસ્તે ખુલ્લું મુકાએલ. આકાશવાણી તેમજ દૂરદર્શનના મુંબઇ કેન્દ્ર પરથી રમેશ બુચની મુલાકાત તથા ચોક-ટોક કાર્યક્રમ પ્રસારિત થઇ ચૂક્યા છે. આ ક્ષેત્રનીદાયકાઓની | મદારીનો કસબ - રોમિયાનો કિમીયો ચો] સેવા બદલ રમેશ બુચનું વિવિધ સંસ્થાઓએ સન્માન કરેલ છે. જેમાં જન્મભૂમિ- સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સન્માન, સંસ્કાર પરિવાર -- વડોદરાનો સંસ્કાર એવોર્ડ, મુંબઇ- બુરહાની કોલેજનું સન્માનવ.નો સમાવેશ થાય છે. રમેશ બુચના કટાક્ષચિત્રોના ગુજરાતી અને ૧ અંગ્રેજી એમ કુલ સાત સંગ્રહો પ્રકાશિત થયા છે. રોયલ ડ્રોઈંગ સોસાયટી - લંડનના નેજા હેઠળ યોજાએલ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં માત્ર આઠ વર્ષની વયે પ્રથમ વર્ગનું સન્માન અને મેડલ મેળવી ચૂકેલા રમેશ બુચ રોજીંદા જીવનની સંઘર્ષમય ઘટમાળને હાસ્યરસથી રંગીને હળવી બનાવે છે. ગુજરાતના ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ સ્વ. બંસી વર્મા - ચકોરે આ કલાકારને “ગુજરાતી પત્રકારત્વમાં સામાજિક કાર્ટુન ક્ષેત્રના સંસ્થાપક' તરીકે જે ઓળખાવ્યા છે તે યોગ્ય જ છે. મોંટ્રીયલ (કેનેડા) ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ પેવેલીયન ઓફ હ્યુમરના પ્રદર્શનમાં રમેશ બુચના કાર્ટુનને સ્થાન મળેલ છે તથા તેમના કાર્ટૂન CUSTOMS આલબમ માં એક કૃતિ તરીકે કાયમી સ્થાન મળ્યું છે. જે આ કલાકારની શ્રેષ્ઠ સિધ્ધિ અને સન્માન ના રે સાહેબ! મારે કાંઇ છુપાવવા જેવું નથી, કહી શકાય. તમ તમારે ટોપલો ખોલીને તપાસી લ્યો! Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy