SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ કલાકાર, લેખક, વ્યંગ ચિત્રકાર, ઇન્ટીરીયર ડીઝાઇનર શ્રી નટુભાઇ મિસ્ત્રી - ‘ચેતક’ ચિત્રકાર તરીકે આગવી કલાષ્ટિ અને વૈજ્ઞાનિક સૂઝ સમજના કારણે ગુજરાતના કલાકારોમાં આગવું સ્થાન ધરાવતા ક્લાકાર, લેખક, વ્યંગ ચિત્રકાર અને ઇન્ટીરીયર ડીઝાઇનર જેવાં વિવિધ ક્ષેત્રની બહુમુખી પ્રતિભા ધરાવતા અમદાવાદના એ કલાકાર એટલે શ્રી નટુભાઇ મણિભાઇ મિસ્ત્રી ‘ચેતક’ એ તેમનું કાર્ટૂનિસ્ટ તરીકેનું ઉપનામ છે. તા. ૩ એપ્રિલ - ૧૯૩૩માં તેમના મોસાળ- દશેલા (જિ. ગાંધીનગર)માં તેમનો જન્મ. ૧૯૪૧૪૨માં મેટ્રીક થઇ અમદાવાદની શેઠ ચી. ન. કલામહાવિદ્યાલયમાં એક વર્ષનીનાલિમલર્ડ ડી.ટી.સી. થયા. પ્રથમનલદનીશાળા (૧૯૭૫)માં અને પછી ૧૯૫૮થી અમદાવાદની આર. સી. હાઇસ્કૂલમાં કલાશિક્ષક તરીકે જોડાયા. આ નોકરીદરમિયાનજનેઓને આર્ટમાસ્ટર(સ. એન માંથી), ડિપ્લોમા ઇન પેઇન્ટીંગ (જે. જે. કલાશાળા – મુંબઇ) અને બી. એ.ની પદવીઓ પ્રાપ્ત કરી લીધી. આર. સી. હાઇસ્કૂલની લાયબ્રેરીમાંસંગ્રહિત કલાવિષયક અંગ્રેજી પુસ્તકો પરથી પ્રેણા લઇ તેમણે શાળા કક્ષા તેમજ ઉચ્ચ કલાના વિદ્યાર્થીઓ-ચિત્રશિક્ષકોને ઉપયોગી થાય તેવાં ચિત્રકલાની થીયરી અને પ્રેકટીકલ વિષયોના પુસ્તકો પ્રકાશીત કર્યા. આ શ્રેણીમાં પ્રકટ થયેલ પચીસમા પુસ્તક વખતે મુંબઇ (૧૯૫૬)માં કલાકાર કનુ દેસાઇના પ્રમુખપદે યોજાએલા એક સમારંભમાં નટુ મિસ્ત્રીનું સન્માન કરવામાં આવેલું. ૧૯૫૭ થી ૧૯૬૨માં અમદાવાદ - સ્કૂલ ઓફ ડ્રોઈંગ એન્ડ ડીઝાઇનના પ્રિન્સીપાલ તરીકે સેવા આપી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. સ્વતંત્ર વ્યવસાયી કલાકાર તરીકે અનેક પ્રકાશનોનાં આવરણ ચિત્રો કરવાનો સાથે પ્રથમ સંદેશ દૈનિકમાં ‘આર્ટિસ્ટ - કાર્ટૂનિસ્ટ’ તરીકે અને પછી ૧૯૬૩ થી ગુજરાત સમાચારમાં જોડાયા. ગુજરાત સમાચાર, શ્રી અને ચિત્રલોકમાં તેમના પ્રકટ થતા કાર્ટૂન ચિત્રોએ તેમને હોળી ખ્યાતિ અપાવી. ‘ચૈતક' નામ ગાજતું થઇ ગયેલું. લગભગ ત્રેવીસ વર્ષ તેઓ આ પત્ર સાથે સંકળાએલા રહ્યા. ૧૯૮૫માં તેમાંથી છૂટા થઇ સ્વતંત્ર ઇન્ટીરીયર Jain Education International પથ પ્રદર્શક ડીઝાઇનર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. ભારત ઉપરાંત વિદેશઇટાલી, અમેરિકા, મોરૈપસ, હોંગકોંગ, મલાયા, થાઇલેન્ડ વ. દેશોના પ્રવાસ દરમિયાન અનેક કલાધામોની મુલાકાતે તેમના અનુભવો અને કલાદ્રષ્ટિમાં આધુનિક અભિગમનો સુમેળ સધાયો. ઇન્ટીરીયર ડીઝાઇનર તરીકે તેમણે ગુજરાત અને ગુજરાતની બહાર અનેક મહત્ત્વના કાર્યો દ્વારા નામના પ્રાપ્ત કરી. છેલ્લાં થોડાં વર્ષોથી વ્યાવસાયિક જવાબદારી બંને પુત્રોને સોંપી પોતે પોતાના મૂળરસ ચિત્રકલાની સાધના તરફ વળ્યા છે. કાળી શાહી અને પેન વડે તેમણે કાગળ-કેનવાસ પર કરેલાં સ્થાપત્યદીય આલેખનોએ તેમને ખ્યાતિ અપાવી છે. તેમનાં માનવપાત્રોનાસંયોજનોમાં આગવી દ્રષ્ટિ વર્તાય છે. ૧૯૭થી ભારતના વિવિધ શહેરો ઉપરાંત વિદેશોમાં યોજાએલા ૧૨ જેટલાં વનમેન શો અને ૨૩ જેટલાં સુપ પ્રદર્શનો-એ તેમની સક્રિયતાનાં ઘોતક છે. નટ મિસ્ત્રીને અનેક સન્માનો મળેલાં છે. તેમાં 'કલાવૈભવ' માટે ગુજરાત રા. એવોર્ડ (૧૯૭૬), ક્લા પ્રકાશનો માટે જ ગુજરાતના ૩ ઇનામો (૧૯૬૩, ૬૬, ૭૧), નાગપુર એવોર્ડ(૧૯૯૯), નવી દિલ્હીઓલ ઇન્ડિયા ફાઇન આર્ટસ એન્ડ ક્રાફટ સોસાયટી દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે ‘વેટરન આર્ટિસ્ટ' તરીકેનું સન્માન (૧૯૯૯) તથા આ જ સંસ્થા યો ગોલ્ડન જ્યુબિલી પ્રદર્શનમાં ‘ડ્રોઈગ' માટેનો એવોર્ડ (૨૩) નો સમાવેશ થાય છે. આગળ ઉલ્લેખીત ક્લાવિષયક ૨૫ જેટલાં પ્રકાશનો ઉપરાંત ‘ક્લાસાધના’» પૂર્વપશ્ચિમની કલાનો સચિત્ર ઇતિહાસ (નવી આવૃત્તિ), ખડખડાટ - કાર્ટૂન સંગ્રહ અને આઉટ ડોર સ્કેચીંગ કરવા જતાં થયેલાં વિવિધ અનુભવોના પ્રસંગલેખો તથા કાળી ઇન્કમાં કરેલાં સ્ટ્રીટસીનનો સંગ્રહ - 'પ્રસંગચિત્ર' (૨૦) વ. મુખ્ય છે. આ પ્રસંગલેખો 'કુમાર' માસિકમાં પણ પ્રકટ થઇ રહ્યાં છે. 'સંદેશ'માં કલાવિક લેખન કરતા નટ્ટુ મિસ્ત્રી ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસો.ના ઉપપ્રમુખની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. સંદર્ભ – સૌજન્ય : ષષ્ઠીપૂર્તિ અભિનંદન ગ્રંથ - પરંપરા (૧૯૯૫) ખોરડાં - (પેન અને ઇન્ક સંયોજન) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy