SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ પોર્ટ્રેઇટ અને ગાંધીચિત્ર શ્રેણીનાં સિધ્ધ હસ્ત કલાકાર સ્વ.શ્રી હિરાલાલ ખત્રી તસવીર ચિત્રણા (પોર્ટ્રેઇટ પેઇન્ટીંગ)ના ક્ષેત્રે કંઇક અધિકારપૂર્વક બોલી શકનાર જે કેટલાંક સિધ્ધ હસ્ત કલાકારો ગુજરાતને સાંપડયા તેમાંનાં જ એક હતાં. શ્રી હિરાલાલ લલ્લુભાઇ ખત્રી તા.૧૫ સપ્ટે.૧૯૦૬માં અમદાવાદમાં તેમનો જન્મ. વણાટકામના વ્યવસાયી પિતાને શાળ પર વણતાં વણતાં જ સીધી ડિઝાઇન કરતાં જોઇને હીરાભાઇને બાળવયથી જ રંગ અનેરચનાનુંવાતાવરણ સાંપડયુંહતું.૧૯૨૦૨૧માં મુંબઇ રાજયની ટ્રેડ પરીક્ષાઓ ઉત્તિર્ણ કરેલી. મેટ્રીક પછી કૌટુંબિક જવાબદારી સંભાળવાં રોજના રૂા.એકના મહેનતાણાથી અમદાવાદનાં જાણીતાં પેઇન્ટર ઠાકર અને રાવળની કંપનીમાં જોડાઇ ગયા. જયાં સાઇન બોર્ડથી લઇને સ્લાઇડ, લેબલ, ઇલસ્ટ્રેશન વ. જેવાં તમામ વ્યાવસાયિક કામો કરવાની સાથે તેની ટેકનીક શીખ્યા. પછી પરીખ સ્ટુડિયોમાં જોડાઇને પાશ્ચાત્ય કલાકારોનાં પુસ્તકોમાંથી તેમની કલાનો પરિચય પામ્યા. એ વખતના જાણીતા તૈલચિત્ર કલાકારો સ્વ.ત્રિભુવનદાસ પટેલ અને સ્વ.નાનાલાલ જાની પાસેથી પણ અનુભવ મેળવ્યો. ૧૯૩૪માં અમદાવાદમાં પોતાનો સ્વતંત્ર સ્ટુડિયો સ્થાપ્યો. કમનસીબે ૧૯૪૦ના રમખાણોમાં આ વૈભવી સ્ટુડિયો ભસ્મીભૂત થયો. તેની સાથે તેમાંનાં ચિત્રો, તેમને મળેલા ઇલ્કાબો, ચંદ્રકો, પ્રમાણપત્રો વગેરે પણ રાખ થયાં. પણ હીરાલાલભાઇની હિંમત રાખનથઇ.તેમના દ્રઢ આત્મવિશ્વાસે આ આઘાત સહી લીધો અને ૧૯૪૪માં ફરી નવો સ્ટુડિયો ઉભો કર્યો. જે આજે અમદાવાદની જાણીતી રતનપોળસામે ‘ખત્રી સ્ટુડિયો’ તરીકે પ્રખ્યાત છે. એચ. એલ. ખત્રીની ચિત્રણામાં ધાર્મિક ચિત્રો, વ્યક્તિ ચિત્રો અને ઐતિહાસિક ઘટનાઓના ચિત્રો મુખ્ય છે. તેમના ધાર્મિક ચિત્રો પ્રિન્ટ રૂપે ગુજરાતના ઘરે ઘરમાં પહોંચેલા. વ્યક્તિ ચિત્રણાનું પોતે એ વખતે એક નામ હતાં અને આજે પણ આ ક્ષેત્રના કલાકારો તેમની આ સિધ્ધિને વંદના કરે છે. Jain Education Intemational પથ પ્રદર્શક અનેક રાજપુરૂષો, દેશવિદેશના મહાપુરૂષો તથા સમાજની નામીઅનામી વ્યક્તિઓનાં તૈલચિત્રો તેમણે કર્યા છે. ધંધાદારી હોય કે નિજાનંદ માટે, પોતાની કલાને તેમણે કયારેય સસ્તી બનાવી ન હતી. એક અર્થમાં તેઓ ઇમ્પ્રેશનીસ્ટ કક્ષાના ફીગર અને પોર્ટ્રેઇટ પેઇન્ટર હતાં.પાશ્ચાત્ય અસરવાળી ભારતીયટેકનીક વડેતેમણે પોતાની વિશિષ્ટ શૈલી વિકસાવેલી. એચ. એલ. ખત્રીનું મહત્વનું અને ચિરંજીવ પ્રદાન તો ગાંધીબાપુના જીવનપ્રસંગોનાવિશાળ કદના મ્યુરલચિત્રોછે.જેઆજે પણ સાબરમતી આશ્રમમાં સભાગૃહમાં સંગ્રહિત છે. ‘બાપુનું મનોમંથન'ચિત્ર નિહાળીને પં. નહેરૂએટલા પ્રભાવિત થયેલા કે પોતાના સંગ્રહ માટે આચિત્ર રાખીલીધેલું. તેમનું ‘દાંડીકુચ’ચિત્રહરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં પ્રદર્શિત કરવામાં આવેલું. હીરાલાલ ખત્રીની કૃતિઓ ૧૯૩૬થી ત્રીસેક વર્ષ સુધી વિવિધ શહેરોમાં યોજાતા પ્રદર્શનોમાં સ્થાન પામી છે. જેમાં તેમને ૨૫ થી વધુ પારિતોષિક-પ્રશંસા પ્રમાણપત્રો મળેલા.જેમાં પોર્ટ્રેઇટ માટે અમૃતસ૨માં બેવાર મળેલા સુવર્ણચંદ્રકો (૧૯૫૨, ૫૮), ત્રણ રૌપ્યચંદ્રકો- અમૃતસર (૧૯૫૯), પૂના (૧૯૩૯, ૪૦), એક બ્રોન્ઝ મેડલ (૧૯૩૬), તથા એક ક્રોપર પ્લેક (કલકતા-૧૯૩૯)નો સમાવેશ થાય છે.રાજકોટ ખાતે ૧૯૬૩માં યોજાએલા તૃતીય રાજય કલાપ્રદર્શનમાં તેમનાં પોર્ટ્રેઇટને ઇનામ મળેલું. એચ.એલ.ખત્રીના રંગચિત્રોના બે સંપૂટોજયોતિ દર્શન સરદાર પટેલ - (સુવર્ણ ચંદ્રક વિજેતા પોર્ટ્રેઇટ) For Private & Personal Use Only અને કુંકુમ પ્રકાશીત થયા છે.‘જન કલ્યાણ'માસિકના મુખપૃષ્ઠપરતેમનાંઘાર્મિક તથા મહાપુરૂષોનાં ચિત્રોપ્રકટથયાંછે. તેમનાં તૈલચિત્રો ગાંધી આશ્રમ (અમદાવાદ), રાજભવન, ફિઝીકસ રિસર્ચ લેબ., અ.મ્યુ.કો.,ગુજરાત યુનિ., વડોદરા મ્યુઝિયમ વ. જેવી સંસ્થાઓ તથા દેશવિદેશના ખાનગી સંગ્રહોમાં જળવાયાં છે. ૧૯૮૫માંનવીદિલ્હીનીઓલઇન્ડિયા ફાઇન આર્ટસ એન્ડ ક્રાફટ સોસાયટીએ વેટરન આર્ટીસ્ટ તરીકે બહુમાન યોજેલું. ૧૯૮૫માં જ ગુજરાત રા. લલિત કલા અકાદમીએ ગૌરવ પુરસ્કાર અર્પણ કરી સન્માન કર્યું હતું. એ પ્રસંગે અમદાવાદમાં તેમનાં ચિત્રોનું પ્રદર્શન યોજોએલું. તા.૨૩ એપ્રિલ૧૯૯૧માં તેમનું નિધન થયું. તેમના સુપુત્રો પ્રફુલભાઇ અને પુષ્પભાઇ સ્ટુડિયો સંભાળે છે.ગિરીશભાઇખત્રીચિત્રકાર-તસ્વીરકાર છે. એચ. એલ. ખત્રી આજે પણ તેમના તૈલચિત્રોમાં જીવંત છે. www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy