SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ સ્વાતંત્ર્ય સેનાની-ચિત્રલેખા સ્વ. શ્રી વનલીલાબેન શાહ અમદાવાદના રાષ્ટ્રભક્ત કિનારીવાલા પરિવારમાં તા. ૧૧ નવે.- ૧૯૧માં વનલીલાબેનનો જન્મ ૧૯૪૨ની લડત વખતે શહીદીને વરેલા ગુજરાત કોલેજના વિદ્યાર્થી સ્વ.શ્રી વિનોદ કિનારીવાલાના તેઓ મોટાબહેન થતા. અમદાવાદની વનિતા વિશ્રામ હાઇસ્કૂલમાં અભ્યાસ કરેલ વનલીલાબેને જયોતિસંઘ” સંસ્થામાં કલાકારસ્વ.છગનલાલ જાદવ પાસે એક વર્ષ ચિત્રકલાની તાલિમ મેળવી હતી. પછી એ જ સંસ્થાના બાલઘરમાં ચિત્રશિક્ષિકા તરીકે કારકિર્દીની શરૂઆત કરેલી, કલાગુરૂ રવિશંકર રાવલની પ્રેરણાથી ૧૯૪૯-૫૦માં નવી દિલ્હીની શિક્ષણ સંસ્થા “જામીયા મિલીયા'માં અભ્યાસ કરી “ટીચીંગ આર્ટ એન્ડ ક્રાફટસ'નો સિનીયર ડિપ્લોમા મેળવ્યો.સ્વ.ડો.ઝાકીરહુસેનની આ સંસ્થામાં તેમનો પરિચય ભાવનગરના મૂળ વતની- જાણીતા કલાકાર શ્રી જગુભાઇ શાહ સાથે થયો. ૧૯૫૧માં બંને લગ્નગ્રંથિથી જોડાયા.જગુભાઇ શાહ જામીયા મિલીયા ઇસ્લામીયા યુનિ.માં કલા વ્યાખ્યાતા હતા. તેથી વનલીલાબેને પણ આ સંસ્થામાં કલાશિક્ષણ આપવાની સાથે ત્યાંની છાત્રાઓની હોસ્ટેલના વોર્ડન તરીકેની જવાબદારી ૧૯૬૨થી ૧૯૭૭ સુધી સંભાળી. ગુરૂ શ્રી છગનલાલ જાદવની વાસ્તવદર્શી ચિત્રશૈલી તથા જલરંગી દ્રશ્યચિત્રોની ઊંડી અસર વનલીલાબેન પર રહેલી. તેથી તેમના ચિત્રોમાં જનસામાન્યના રોજીંદા જીવનવ્યવહાર તથા પારિવારિક પ્રેમાળ ભાવના વ્યક્ત કરતી અભિવ્યક્તિ જોવા મળે છે. ૧૯૪૨ની ‘હિંદ છોડો લડતમાં સક્રિય ભાગ લઇને સાબરમતી જેલમાં ગયેલા વનલીલાબેને જેલવાસ દરમિયાન સત્યાગ્રહી મહિલાઓ તથા અન્ય ગુન્હેગાર સ્ત્રી કદીઓના પેન્સીલ-ક્રયાનમાં સ્કેચીઝકરેલા તેમણે અઢી માસ જેલમાં વિતાવેલા. કલાકાર પતિ જગુભાઇનીસર્જન પ્રવૃતિમાં સદાય સાથ સહકાર આપતા રહી તેમણે વિવિધ અધિવેશનો, પ્રદર્શનો, શૈક્ષણિક મેળાવડાઓમાં કલા અને કસબની લહાણી કરેલી. કૌટુંબિક જવાબદારી સહિત અન્ય રોકાણોને કારણે તેમનાથી પછી પીંછીને સ્પર્શ થઇ શક્યો ન હતો. રાજય અને રાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનોમાં તેમની કૃતિઓ પ્રદર્શિતપુરસ્કૃત થઈ હતી. છેક ૧૯૪૧માં ૩૪૯ બોમ્બે આર્ટ સોસાયટીના પ્રદર્શનમાં તેમના ચિત્ર “સુખદુ:ખના સાથી'ને પારિતોષિક મળેલું. ૧૯૫૦માં ગુજરાત કલાદર્શન પ્રદર્શનમાં “ખેડુત દંપતિ' ચિત્રને સ્વ. હરિવદન સ્મારક સુવર્ણચંદ્રક મળેલો. ૧૯૫૪માં ભારત સરકાર દ્વારા રશિયામાં ભેટ સ્વરૂપે મોકલાવેલા ચિત્રોમાં તેમનું યાત્રા'ચિત્ર પણ એક હતું, જે પછી મોસ્કોના ફાઇન આર્ટસ પબ્લીશીંગ હાઉસ પ્રકાશિત “ઇન્ડિયન આર્ટ' પુસ્તક (૧૯૫૬)માં પ્રકટ થયેલું. AT LEISURE ચિત્ર વડોદરાની મ્યુઝિયમ આર્ટ ગેલેરીમાં જળવાયું છે. મ્યુઝિયમના પૂર્વ ક્યુરેટર મિ. ગોએન્ઝ ઇન્ટરનેશનલ બુલેટીન (૧૯૪૪)માં તેની ખૂબ પ્રશંસા કરી હતી. તેમનું એક ચિત્ર રાજકોટના વોટસન મ્યુઝિયમમાં સંગ્રહિત છે. નવીદિલ્હીની આઇફેકસ સંસ્થા દ્વારા વનલીલાબેનનું ચિત્ર ફીસ્ટ ઓફ પુઅર' આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે પસંદગી પામેલું. તેમનો ‘આબુ' લેન્ડસ્કેપ નવીદિલ્હી ફાઈન આર્ટસ કોલેજના સંગ્રહમાં “હરિજનવાસમાં બાપુ ચિત્ર અમદાવાદની કેન્સર ઇન્સ્ટીટયુટમાં જળવાયું છે. ૧૯૭૮માં પોતે નિવૃત થયા ત્યારે જ કેન્સર જેવી અસાધ્ય બિમારીમાં સપડાયા અને એ માંદગીમાં જ તા. ૧૩મે-૧૯૭૯માં તેમનું અવસાન થયું. વનલીલાબેનના ચિત્રોના ૩મરણોતર પ્રદર્શનો ૧૯૭૯માં અનુક્રમે લલિત કલા અકાદમી નવીદિલ્હી, જામીયા મિલીયા ઇસ્લામીયા યુનિ.- દિલ્હી અને સંસ્કાર કેન્દ્ર- અમદાવાદમાં યોજાએલ. ૧૯૮૦માં મુંબઈની કમલનયન બજાજ આર્ટ ગેલેરીમાં યોજાએલ ચતુર્થ વન મેન શોની રાષ્ટ્રના વિવિધ અખબારોએ વિશેષ નોંધ લીધેલી. સ્વ. શ્રી વનલીલાબેન શાહના જીવન અને કલામાં રાષ્ટ્રભક્તિ અને સમર્પણની સુવાસ જોવા મળે છે. ક ઘરદીવડો (જલરંગી સંયોજન) Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy