SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ તાકામંડ (ઉટી) ખાતેના શિષ્યનિયાસ 'ફરવ'માં સૌરાષ્ટ્ર સંસ્કૃતિ ખંડમાં સંગ્રહાયા છે. ૧૯૪૮માં સૌરાષ્ટ્ર રાજયનું એકમ થયા પછી પોતે સ્ટેટની સેવામાંથી નિવૃત્ત થયા અને દશેક વર્ષ તેમણે આફ્રિકામાં વિતાવેલા. ત્યાંનીપ્રકૃતિ અને પ્રાણીસૃષ્ટિને તૈલરંગી માધ્યમમાં દ્રશ્યચિત્રોમાં ઉતારી. આફ્રિકાની ઘણી વ્યક્તિઓના પોર્ટ્રેઇટસ કર્યા. તેમના દ્રશ્યચિત્રો- પ્રાણીચિત્રો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની શોભા બનવાની સાથે આવનાર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. નારાયણ ખેરે . ભારતના વિવિધ મહાપુરૂષ્ઠના તૈલચિત્રો પણ કર્યા છે. જેમાં રવિન્દ્રનાથ ટાગોર (પયદીપ કલા સંસ્થા), હર્ષ અરવિંદ (અરવિંદ સન્નિધિ તેમજ પોરબંદરના કિર્તીમંદિરમાં સંગ્રહિત ગાંધીજી અને કસ્તુરબાના પૂર્ણ કદના તૈલચિત્રો જાણીતા છે. મા આનંદમયી, સ્વામી રામદાસ, મહાકવિનાનાલાલ (રાજકુમાર કોલેજરાજકોટ), કવિવર ટાગોર (તાકામંડ લાયબ્રેરી) તથા પોતાના ડોકટર હરિલાલ ચાવડા અને ાણીતા પુરાતત્વવિદ સ્વ. શ્રી મશિલાલ વોરાના શૈલચિત્રોએ નારાયણ ખેરને ખ્યાતિ અપાવી છે. ‘શ્રીરંગમ કલા મંડળ' પોરબંદરના પોતે પ્રથમ પ્રમુખ પદે નિમાએલા. પણ તે પદ ભોગવી શક્યા નહિ. તા. ૧૭ માર્ચ૧૯૭૧માં તેમનું અવસાન થયું. પોરબંદર જેવાં દેશી રાજયના એક બેડિયા કોળી પરિવારના આ કર્મી સંતાને છે. પેરિસ પહોંચી ઉચ્ચક્લાની તાલિમના બળે મહારાણાશ્રીના વિશ્વાસને સાબિત કરી બતાવી પોતાની કલાસિધ્ધિની યશોધજાને દેશ- વિદેશ સુધી પ્રસારી નામ રોશન કર્યું. બરડાના ડુંગરમાંથી પસાર થતા રબારી પ્રવાસીઓ * સંદર્ભ સૌજન્ય : ૧. કુમાર (જૂન- ૧૯૭૧) લે.રતિલાલ છાયા. ૨. ઉદાતશિક્ષણ (જૂલાઇ- ૭૧) લે. પ્ર. ત્રિવેદી. ૩. ગુજરાતી સાહિત્ય પરિષદ - સ્મરણિકા Jain Education International પથ પ્રદર્શક ભૂમિભક્ત કલાકાર- સંનિષ્ઠ ક્લાશિક્ષક સ્વ.શ્રી દેવજીભાઇ વાજા ‘મેં કલાને ‘‘કલા ખાતર કલા’’નહિં પણ ‘પરમાત્મા ખાતર કલા' માનીને તે મંત્ર જીવનમાં ઉતારવા પ્રયત્ન કર્યો છે. એના કારણમાં કદાચ હું સાચા અર્થમાં ચિત્રકાર કરતા ચિત્રશિક્ષક રહ્યો છું એ હોઇ શકે.' સાચા કલાશિક્ષકની કલાભાવના આ શબ્દોમાં વ્યક્ત કરનાર કલાકાર છે પોરબંદરનાશ્રી દેવજીભાઇ ગોરધનભાઇ વાજા તા.૧૨ જૂન- ૧૯૨૨માં ફટાણા (તા. પોરબંદર ગામમાં તેમનો જન્મ. કારશિલ્પી પિતા અને ભરત કામના કસબી માતાનો કલાવારસો દીકરા દેવજીમાં ઉતર્યો. શાળામાં કલાશિક્ષક સ્વ. શ્રી માલદેવભાઇ રાણાએ પ્રોત્સાહન આપ્યું. મેટ્રીક થયા પછી મુંબઇની કલાશાળામાં તો ન જઇ શકયા પણ અમદાવાદ સુધી જવાની માતાએ રજા આપી. જયાં કલાગુરૂ સ્વ. શ્રી રવિશંકર રાવલનાં 'ગુજરાત કલાસંઘ' ચિત્રશાળામાં પોતે ૧૯૪૬માં જોડાયા. રવિભાઇના માર્ગદર્શનમાં પાંચ વર્ષ ધનિષ્ઠ તાલિમ મેળવી પોરબંદર આવ્યા. અને ૧૯૪૯-૫૩માં નવયુગ વિદ્યાલયમાં ક્લાશિક્ષક તરીકે જોડયા. ચિત્રશિક્ષક થયો પણ સરકારી નિયમ મુજબ તાલિમી પ્રમાણપત્રન હતું તેથી ૧૯૫૫-૫૬માં અમદાવાદ ગયા. શેઠ ચી. ન. કલા મહાવિદ્યાલયમાં એક વર્ષનો ડી.ટી.સી. કોર્સ પૂરો કર્યો. ૧૯૭૪માંબાહ્ય પરીક્ષાર્થીતરીકે ‘આર્ટમાસ્ટર” (એ.એમ.) પણ થઇ ગયા.શાળામાં પુરા જાન પ્રયાણ (રેખાંકન) ૩૨ વર્ષ સેવા આપી નિવૃતિ પામ્યા ત્યાં સુધી અસંખ્ય વિદ્યાર્થીઓને કલામાં રસ લેતા કર્યા. સફળ કલાશિક્ષક ઉપરાંત દેવજીભાઇ આજીવન કલાસાધક પણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy