SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ પ્રતિભાઓ પણ મહેન્દ્રને આ ચિત્રોએ ખ્યાતિ અપાવી છે. ભ્રમર અમુક જ પુષ્પો પર બેસી રહે તો તે ચંચલ ક્યાંથી કહેવાય? મહેન્દ્રએ માનવપાત્રો, પ્રાણીઓ, સૂરજ-ચંદ્રનાં અર્ધગોળ આકારોને ત્રિકોણ-ચોરસ જેવા ભૌમિતિક અવકાશમાં વિભાજીને માત્ર ચારકોલ પેન્સિલ માધ્યમમાં કરેલા ચિત્રો એકરંગી હોવા છતાં આકર્ષક છે. છેલ્લા વર્ષોની તેમની અભિવ્યક્તિ ફૂલો, ફળ અને શાકભાજીને સંયોજીને કરેલાં ક્રિએટીવ સ્ટીલ લાઈફમાં પરિણમી છે. તેમાંય તેમની ‘ચિલીઝ. શ્રેણી’ - લાલ મરચાં, લીલા મરચાં એ તો તેમને ગુજરાતથી લઇને અમૃતસર અને નવી દિલ્હી (આઇફેકસ) સુધી જાણીતાં કર્યા છે. અનેક ગ્રુપ શો રૂપે આ કલાકારનાં ચિત્રો ૧૯૮૧ થી ૨૦૩ સુધી ગોંડલ, રાજકોટથી લઇને ભોપાલ, લખનૌ, ચંડીગઢ, ચેન્નાઇ, નવી દિલ્હી અને અમદાવાદમાં પ્રદર્શિત થયાં છે. તેમનાં નિજી પ્રદર્શનો રાજકોટ ડો.એસ. એમ. આર્ટ ગેલેરી (૧૯૯૬) અને અમદાવાદ - આર્ચર ગેલેરી (૨૦૦૩)માં યોજાયા છે. તેમને મળેલા એવોર્ડઝમાં હૈદ્રાબાદ (૧૯૮૫), આઇફેકસ-અમદાવાદ (૨૦૦૨), ગુજરાત લલિત કલા અકાદમી (૧૯૮૬, ૯૨, ૨૦૦૩), રાયપુર (૧૯૯૨), તથા ફૂલછાબ પ્લેટીનમ જયંતી પ્રદર્શન રાજકોટ (૧૯૯૬)માં સ્મૃતિચિન વ.નો સમાવેશ થાય છે. ગુજરાત લલિત કલા અકાદમીની જૂનિયર ફેલોશીપ (૨૦૦૧૦૨) મેળવનાર આ કલાકારની કૃતિઓ ગુજરાત લ. ક. અકાદમીથી લઇને દેશની વિવિધ સંસ્થા અને ખાનગી સંગ્રહોમાં સ્થાન પામી છે. પેઇન્ટીંગ અને બ્લોક મેકીંગ પ્રોસેસનો અભ્યાસ કર્યો. ૧૯૭૫માં મુંબઇમાં સીલ્ક સ્ક્રીન પ્રિન્ટીંગનો અભ્યાસ કર્યો. ૧૯૭૭માં વ. વિ.માંથી આર્ટ માસ્ટર થયાં. એ જ સંસ્થામાં કલા-વ્યાખ્યાતા તરીકે કારકિર્દીની શરૂઆત કરી.આજે આચાર્ય પદ સંભાળી રહ્યા છે. આણંદ, અમદાવાદ, મુંબઇવ. શહેરોમાં ગ્રુપશોમાં ચિત્રો પ્રદર્શિત કરનાર અજીત પટેલના ચિત્રોના વન મેન શો વલ્લભ વિદ્યાનગર (૧૯૯૦, ૨૦૦૨), સરદાર પટેલ યુનિ.(૧૯૯૦), મોરીશ્યસ (૧૯૯૨), જહાંગીર-મુંબઇ (૨૦૦૨), માં તથા તેમના ફોટોગ્રાફી શો અમદાવાદ-વલ્લભ વિદ્યાનગર(૨૦૦૧)માં યોજાયા છે. તેમના ચિત્રો દેશ-વિદેશની વિવિધ સંસ્થાઓ તથા પ્રાઇવેટ સંગ્રહમાં જળવાયાં છે. ફોટોકીના (વસ્ટ જર્મની) તથા લંડન ખાતે યોજાયેલ ગ્રાફીકસ પ્રદર્શનોની મુલાકાત લઇ વિશ્વસ્તરે આ કલાની પ્રગતિનો અભ્યાસ કરનાર અજીતભાઇએ ભારતના વિવિધ કલાધામો ઉપરાંત યુરોપના પ્રવાસ૧૯૮૮માં હોલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, વેસ્ટ જર્મની, યુ. કે., ફ્રાન્સ, મોરેશ્યસ વ . દ શ ની વિવ વિખ્યાત ગ લ ૨૧ અને - મ્યુઝિયમોની મુલાકાત - લેન્ડસ્કેપ (એક્રેલીક). લીધી છે. અજીત પટેલનાં ચિત્રોને જે પુરસ્કારો મળેલા છે. તેમાં ગુજરાત રા.લ.કલા અકાદમી (૧૯૭૩,૯૧) બોમ્બે આર્ટ સોસાયટી (૧૯૭૪), રાયપુર (૧૯૮૯, ૯૧) તથા અમૃતસર (૧૯૯૩) માં મળેલા એવોર્ડઝ ઉલ્લેખનીય છે. અમેરીકા-બાયોગ્રાફીકલ ઇન્સ્ટીટયુટ દ્વારા સમકાલીન સામાજિકક્ષેત્રે વિશિષ્ટ યોગ દાન બદલ તેમને ૧૯૯૮માં એવોર્ડ મળેલ છે. અજીત પટેલ અધતન ચિત્રોમાં પ્રકૃત્તિનાં અનેક રૂપો સંયોજીને રંગ અને આકારોની મદદથી અનોખા ભાવવિશ્વનું સર્જન કરે છે. માનવીય સંવેદનાની અભિવ્યક્તિ માટે પારદર્શક રંગોના પ્રયોગથી એક પ્રકારના લયનો આભાસ કરાવે છે. લલિતકલાની સંસ્થાઓ સહિત તેઓ વિવિધ સંસ્થાઓમાંસભ્ય-સલાહકાર તરીકે સંકળાયેલા છે. ગુજરાતની લલિતકલા ક્ષેત્રની અગ્રગણ્ય સંસ્થાના નિષ્ઠાવાન આચાર્ય તરીકે તેમની સેવા ઉલ્લેખનીય છે. ગુજરાતની ૧૭ જેટલી કલાસંસ્થાઓની અગ્રહરોળમાં સ્થાન પામેલી આ સંસ્થાને અજીત પટેલ અને તેના નિષ્ઠાવાન કલાપ્રાધ્યાપકોના સમર્પણનું પ્રતિરૂપ કહીએ તો ખોટું નથી. અજીત પટેલ પૂર્વ આચાર્યોની પરંપરાને જાળવવામાં સફળ નિવડયા છે. ગ્રાફીક કલાકાર અને પ્રગતિશીલ કલાચાર્ય શ્રી અજીત પટેલ ‘ગ્રાફીકસ એ મારો પ્રિય કલાપ્રકાર છે. સિલ્ક સ્ક્રીન પ્રિન્ટીંગ દ્વારા હું આ ચિત્રો કરૂં છું. આ એક ટેકનીકલ વિષય હોઇ તેમાં વધુમાં વધુ ચોકસાઇની અનિવાર્યતા છે. સ્પેસીંગ, ફોર્મતથા રંગની યોગ્ય પસંદગી જ ચિત્રને ખાસ ગુણવતા બક્ષે છે.” પોતાના ચિત્ર સર્જન વિષે આ મંતવ્ય વ્યક્ત કરે છે ખ્યાતનામ કલાકાર અને વલ્લભ વિદ્યાનગરની ઇકોવાલા સંતરામ કોલેજ ઓફ I ફાઇન આર્ટસના પ્રિન્સીપાલ - શ્રી અજીતકુમાર સુરેન્દ્રભાઇ પટેલ તા.૨૧ માર્ચ-૧૯૪૯માં આણંદ ખાતે તેમનો જન્મ. ૧૯૬૬માં મેટ્રીક પછી ઉચ્ચકલાનો અભ્યાસ વલ્લભ વિદ્યાનગરના કલા કેન્દ્ર કોલેજમાં કરી ૧૯૭૩માં પેઇન્ટીંગમાં જી. ડી. આર્ટની પદવી મેળવી. ૧૯૭૩-થી ૭૫માં વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસમાં એડવાન્સ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy