SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૩૧૯ પાસાંઓ જેવાં કે રંગો, રચના, લય અને અલંકરણનું ધબકતું જીવન માણી શકાય છે. અશ્વિન ચૌહાણની તસવીરો ૧૯૭૦ થી ૧૯૮૧ દરમિયાન રાજકોટમાં યોજાએલ પ્રદર્શનોમાં સ્થાન પામી હતી. ગ્રુપ શો રૂપે તેમના ચિત્રો રાજકોટ, ગોંડલ, મુંબઇ (૧૯૮૨ થી ૨૦૦૦) માં પ્રદર્શિત થઇ ચૂક્યા છે. રાજય કલા પ્રદર્શનથી લઇને આંતરરાજય પ્રદર્શનોમાં કૃતિઓ પ્રદર્શિત અને પુરસ્કૃત થઈ છે. તેમને મળેલા સન્માનોમાં મહાકૌશલ કલાપરિષદ-રાયપુરના પાંચ એવોર્ડઝ (૧૯૮૫, ૮૮, ૯૦, ૯૨, ૯૩), ફૂલછાબ પ્લેટીનમ જયંતી પ્રદર્શન-રાજકોટ (૧૯૯૬)માં સ્મૃતિ ચિન ઉપરાંત ૪૪માં ગુજરાત લલિત કલા પ્રદર્શનમાં “રાત્રિનો સન્નાટો' ચિત્રને રૂા. ૫૦૦૦/-નો “કલાકાર શ્રી સોમાલાલ શાહ એવોર્ડ'નો સમાવેશ થાય છે. અશ્વિનનાચિત્રો રાજકોટ, અમદાવાદ, મુંબઇથી લઇને વિદેશમાં બ્રિટન અને ફ્રાંસના કલાચાહકો અને સંસ્થાઓના સંગ્રહમાં સ્થાન પામ્યા છે. પ્રતિભાશાળી અને પ્રયોગધર્મી કલાકાર શ્રી અશ્વિન ચૌહાણ જીવન પ્રવાહને દ્રષ્ટાભાવથી નિરખી તેનો કલા સાથે સમન્વય કરવો અને પછી તે સમન્વયને કલાકૃતિ રૂપે ભાવક સમક્ષ રજૂ કરવો એજચિત્રકારનું જીવન લક્ષ્ય હોય છે.' આ મંતવ્ય ધરાવતા રાજકોટના કલાકાર છે - શ્રી અશ્વિન ત્રિકમભાઇ ચૌહાણ તા.૨૫ એપ્રિલ-૧૯૬૦માં રાજકોટમાં છે કે તેમનો જન્મ, નવ ધોરણ સુધીનો શાળાકીય અભ્યાસ. પિતા ત્રિકમભાઇ (ટીકુભાઇ)ના નીલકમલ ટુડિયોમાં વ્યાવસાયિક ફોટોગ્રાફી, બ્રોમાઇડ પેઇન્ટીંગ, સિને બેનર્સ વ.ના વાતાવરણમાં ઉછરેલા અશ્વિન માટે કેનવાસ, તૈલરંગો, જલરંગો કે કેમેરાવ. માધ્યમો ગળથુથીમાં જ મળ્યા હતાં. વળી પાંગરતી યુવાનીમાં રાજકોટના રાજકમલ સુડિયોની કલાકાર બેલડી સ્વ. શ્રી દિનુભાઈ રાવલ અને સ્વ. શ્રી લાલજીભાઇ ચૌહાણ સાથે વિવિધ નાના-મોટા વ્યાવસાયિક કામ કરવાની તક મળી. જાણીતા કલાકાર સ્વ. શ્રી સનતભાઇ ઠાકરના સાનિધ્યમાં વ્યવસ્થિત કલાસાધના આરંભી. તેમની સાથે રહીને આઉટડોર પેઇન્ટીંગ-દ્રશ્યચિત્રો શીખ્યા. રાજકોટની આસપાસનાં ગ્રામપ્રદેશથી લઈને તેમણે જૂનાગઢ, જોધપુર કે જેસલમેર જેવાં શહેરોની બજારો, ગલીઓ, ચોક અને હવેલીઓને પોતાનાં દ્રશ્યચિત્રોના વિષયો બનાવ્યા. બારીક કાળી રેખા બધ્ધ આકારો, પારદર્શક જલરંગો અને જે તે સ્થળના સ્થાપત્યકીય સૌંદર્યની વિશેષ સંયોજનાને કારણે અશ્વિન ૨ જ ક ટ ન ા દ્રશ્ય ચિત્રકારો માં ગામડું (મિકસ મીડીયા) અલગ તરી આવે છે. વ્યક્તિચિત્રો, અમૂર્તચિત્રો અને કલ્પનાશીલ દ્રશ્યચિત્રો તેની ચિત્રસૃષ્ટિ, ઘણીવારતે કાષ્ઠ-ધાતુવામાંથી કાપેલા આકારો, છબીચિત્રો, સ્ટેઇન્ડ ગ્લાસ કે માર્બલ ડસ્ટજેવાં વિવિધ માધ્યમોની મદદથી કોલાજરૂપ અભિવ્યક્તિ પણ કરે છે. તેની આ રચનાઓમાં દ્રષ્ટિમૂલક ચિત્રાત્મક અતિવાસ્તવવાદી અને અમૂર્ત ચિત્રોના સર્જક શ્રી નવનીત રાઠોડ દેખાવમાં સરદારજી જેવા લાગતા આ યુવા કલાકાર પાઘડીમાં વિંટાળેલું રત્ન છે. પોતાના વિપર્યાસી અને કંઇક અંશે સરરિયલિસ્ટીક કલાને સ્પર્શતા ચિત્રો અને આલેખનોથી વિવાદાસ્પદ રીતે સૌમાં અલગ તરી આવતા આ પ્રતિભાશાળી કલાકાર છે રાજકોટના - | શ્રી નવનીત એલ. રાઠોડ તા.૧૧ ફેબ્રુઆરી-૧૯૫૮માં 1 રાજકોટમાં તેમનો જન્મ. ઉચ્ચ કક્ષાના અભ્યાસ માટે અમદાવાદ શેઠ સી. એન. કોલેજ ઓફ ફાઇન આર્ટસમાં જોડાયા. ખંત થી અભ્યાસ કરી ૧૯૮૨માં પેઇન્ટીંગમાં જી.ડી.આર્ટ અને ૧૯૮૩માં એ.ટી.ડી.થયાં. તા.૧, ડીસે.૧૯૯૦થી રાજકોટની સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં કલા શિક્ષક તરીકે જોડાયા. જયાં સક્રિય કલા શિક્ષક તરીકે કાર્ય કરતાં નવનીતભાઇના વિદ્યાર્થીઓનાં ચિત્રો સ્થાનિકકક્ષાથી લઈને રાજય, આંતર રાજય અને જાપાન જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ સાથે ઇનામો-પ્રમાણપત્રો મેળવી ચૂક્યા છે. નવનીત રાઠોડે એક કલાકાર તરીકે પોતાની કારકિર્દી પણ જીવંત રાખી છે. મનમાં સ્ફરતા વિચારને હંમેશાં સાથે રહેતી સ્કેચબુકમાં ઉતારી લે. પછી તેમાંથી સર્જાય અવનવી ચિત્રશ્રેણીઓ. For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy