SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ 3oo, પ્રતિભાઓ છેક ૧૯૬૪ થી આજ - ૨૦૦૪ સુધી રાજકોટ, ગોંડલ, અમદાવાદ, મુંબઇ, કલકત્તા, લખન વ. શહેરોમાં ગ્રુપ-શો રૂપે તથા દેશભરની જાણીતી આર્ટ ગેલેરીઓમાં તેમણે યોજેલા વ્યકિતગત પ્રદર્શનોની સંખ્યા પણ ૨૭ના આંકને વટાવી ચૂકી છે. પ્રથમ ત્રિવાર્ષિકી પ્રદર્શન (૧૯૬૮) ઉપરાંત કેન્દ્રિય લલિત કલા અકાદમીની પસંદગીથી તેમની કૃતિ વોર્મો (પોલેંડ) ખાતે ૧૯૭૧માં પ્રદર્શિત કરાઈ હતી. દિલ્હી (૧૯૮૫), ભૂવનેશ્વર (૧૯૯૪) ઉદયપુર-તલિકા કલાકાર પરિષદ વ. યોજીત અખિલ ભારતીય કલા પ્રદર્શનમાં કિશોર વાળાની કૃતિઓ સમગ્ય', ચિત્રણ-૬ રાષ્ટ્રીય લલિતકલા અકાદમી - નવી દિલ્હી યોજીત) રાષ્ટ્રીય પ્રદર્શન-૨૦૦૪માં રાષ્ટ્રીય એવોર્ડ વ, પસંદગી પામી (રૂ. ૫૦,૦૦૦/-) વિજેતા કૃતિ STAND STILL Tહતા. ઉદયપુર પ્રદર્શનમાં જ તેમને એવોર્ડ સાથે સુવર્ણચંદ્રક મળેલ. એ જ રીતે વર્ષ ૨૦૦૪માં મળેલ નેશનલ એવોર્ડ આ જૈફ વયના કલાકારની સમગ્ર કલાકારકિર્દીનું શ્રેષ્ઠ સન્માન છે. એજયુકેશન સેન્ટર- નવી દિલ્હીની જુનિયર રીસર્ચ ફેલોશીપ (૧૯૮૦-૮૨) તથા સિનિયર ફેલોશીપ (૧૯૯૮-૨૦OO) મેળવનાર કિશોરવાળા ગુજરાત રાજયલલિત કલા અકાદમીના સભ્ય તરીકે બે વાર (૧૯૭૨ થી ૭૪), (૧૯૯૭) પસંદગી પામ્યા છે. રાજકોટના છ કલાકારોના વૃંદ- ગ્રુપ-૬ના પણ પોતે સભ્ય હતા. તેમના ચિત્રો રાજય અને રાષ્ટ્રીય લલિત કલા અકાદમીથી લઇને દેશ-વિદેશની અનેક સંસ્થા તથા ખાનગી સંગ્રહોમાં સ્થાન પામ્યા છે. તેમનું સાદગીભર્યું જીવન, નિખાલસતા, સત્ય વાત કહેવાની હિંમત તથા હરકોઇ સક્રિય કલાકાર સાથે નિર્દભ પરિચય કરવાની, સારી કલાપ્રવૃત્તિને બિરદાવવી તથા અન્યોના પ્રદર્શનમાંથી પોતાને ગમતી કૃતિ ખરીદીને તે કલાકારને પ્રોત્સાહિત કરવાની ઉદારતા વ. ગુણો તેમને માનવીય સન્માન સાથે એક ઉંચાઇના સ્થાને બેસાડે છે. કલાકાર કિશોર વાળા માત્ર રાજકોટનું જ નહિં, પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. પારદર્શી જલરંગોના નિજાનંદી દ્રશ્યચિત્રકાર સ્વ. શ્રી અશ્વિનભાઇ વ્યાસ કેવળ નિજાનંદ માટે જ પોતાની ચિત્રસાધનાને મર્યાદિત રાખનાર અને કલા-વ્યવસાયના ઓછાયાથી તેને આજીવન દૂર રાખનાર નિજાનંદી કલાકારનું નામ છેશ્રી અશ્વિનકુમાર વેણીલાલ વ્યાસ ૧૯૩૪માં કરાંચીમાં જન્મ. તેમના પિતાશ્રીને કલા-સાહિત્યનો રસ. તેમના બહોળા મિત્રવર્તુળમાં ચિત્રકાર મગનલાલ ત્રિવેદી (કે જેઓ પણ કરાંચીમાં હતા.) તે પણ એક હતા. તેમના સંસર્ગથી નાના અશ્વિનની કલારૂચિ ઘડાતી રહી. દેશના ભાગલા પછી રાજકોટ વસવાટ સ્વીકાર્યો. કલાનો વ્યવસ્થિત અભ્યાસ કરવા એકાદ વર્ષ મુંબઇ ગયા. પણ તબિયતના કારણે રાજકોટ પાછા આવ્યા. એવેળા કરાંચીથી આવીને રાજકોટમાં મગનલાલ ત્રિવેદીએ સૌરાષ્ટ્ર ચિત્રશાળા' શરૂ કરેલી, તેમાં જોડાયા. અને જલરંગી દ્રશ્યચિત્રો પર હથોટી જમાવવા માંડી. અહિંથી તેમને જાણીતા ચિત્રકાર શ્રી સનતભાઈ ઠાકરનો સંપર્ક થયો, જે આજીવન રહ્યો. દસેક વર્ષ તેમના માર્ગદર્શનમાં જે તાલીમ મળી તેમાંથી ભવિષ્યના સમર્થ દ્રશ્ય ચિત્રકારનો જન્મ થયો. પારદર્શી જલરંગોના માધ્યમમાં પ્રકૃતિ, સ્થળો તથા વાતાવરણના રમણીય દ્રશ્યચિત્રોને કાગળ પર ઉતારવા તેમણે પ્રકૃતિના ખોળામાં બેસીને લેંગ લાયબ્રેરી - રાજકોટ (જલરંગી દ્રશ્યચિત્ર). Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy