SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ બહુમુખી પ્રતિભાવાન કલાકાર અને કલા મર્મજ્ઞ સ્વ. શ્રી ડો. રમેશભાઇ ભટ્ટ ‘કોઇપણ વ્યકિત ચિત્રકાર, ગાયક કે કવિ હોઇ શકે, તેમ છતાં તે કલાકાર નથી, કલાકાર થવા માટે વ્યકિતએ ‘ટોટલ આર્ટિસ્ટ’ થવું પડે છે. તે ચિત્ર કરી શકતોહોવો જોઇએ. શિલ્પ કંડારી શકતો હોવો જોઇએ. હસ્તકલા કૌશલનાનમૂના તૈયાર કરી શકતો હોવો જોઇએ. એ સાથે તેની પાસે ગાયનની સમજ હોય, સંગીતમાં સ્વરનિયોજન અને નૃત્યની જાણકારી હોય અને સાથે નાટકની તનાવથી અભિનયની ક્ષમતા હોય ત્યારે તે TOTAL ARTIST છે એમ કહી શકાય.' વિખ્યાત કલાકાર જતીનદાસના ઉપરોકત અવતરણને સાર્થક કરનાર કલાકાર વિષે વિચારીએ એટલે યાદ આવે રાજકોટના બહુમુખી પ્રતિભાવાન વિદ્વાન કલાકાર ડો. શ્રી રમેશભાઇ ભટ્ટ તા. ૨૦ ડિસેમ્બર-૧૯૨૭માં તેમનો જન્મ. મુળ વતન નો. સરધાર (જિ. રાજકોટ), પણ તેમના પિતાશ્રી સ્વ. શ્રી દલપતરામ ભટ્ટ જોધપુર સ્ટેટના ઇજનેર હતા તેથી હિન્દી તેમની માતૃભાષા બની રહી. રાજકોટની શ્રી. ધર્મેન્દ્રસિંહજી કોલેજના અભ્યાસકાળ દરમિયાન ચિત્રકલા અને નાટયકલાનો વ્યાસંગ શરૂ થયો. એદિવસોમાં તેઓ ચારકોલ પેન્સિલના માધ્યમમાં ગાંધીજી, નહેરૂજી, સરદાર પટેલ જેવા રાષ્ટ્રીય નેતાઓ તથા સાયગલ, રાજકપુર, ગુરૂદત્ત વ. જેવા સિને કલાકારો ઉપરાંત પરિવારજનોનાં પોર્ટ્રેઇટ કરતા. રાજકોટના સાથી કલાકારોની જેમ તેમણે મુંબઇમાં સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટસમાં બાહ્ય વિદ્યાર્થી તરીકે ઉચ્ચ કલા પરીક્ષાઓ આપતા જઇ ઇ. ૧૯૫૯માં પેઇન્ટીંગમાં જી. ડી. માર્ટની પદવી પ્રાપ્ત કરી. પોતે રાજકોટની જી.ઇ.બી. ક્લેરીમાં હેડફાટસમેન તરીકે સેવા આપવાની સાથે સ્વયં અધ્યયનની પ્રવૃતિ પણ ચાલુ રાખી. વિવિધ વિષયોનાં તલસ્પર્શી અભ્યાસ સાથે વિવિધ પદવીઓ પ્રાપ્ત કરી. જેમાં કાર્ટૂનીંગ ડિપ્લોમાં Jain Education International પણ પ્રદર્શક (૧૯૫૪), ડિપ્લોમા ઇન ડ્રામેટીક્સ (૧૯૬૧), બી.એ. (કલ્ચરલ એન્થ્રોપોલોજી-૧૯૬૩), સાહિત્યરત્ન હિંદી-૧૯૬૩), સાહિત્ય રત્ન (હિસ્ટ્રી-૧૯૬૮), એમ. એ. (ઇન્ડિયન કલ્ચ૨-૧૯૭૦), સાહિત્ય રત્ન (આર્કિયોલોજી-૧૯૭૨), ડિપ્લોમા ઇન સ્કલ્પચર (૧૯૭૨) અને પછી ગુજરાતના જાણીતા કલાવિદ્-વિદ્યુચકસ્વ. ડો. પનુભાઇ ભટ્ટ અને તેમના નિધન પછી ડો. રસેશ જમીનદારના માર્ગદર્શનમાં સતત દશ વર્ષ અધ્યયન-સંશોધન કરી ‘મધ્યકાલીન ગુજરાત કે લઘુચિત્રોં કા ભારતીય ચિત્રકલા કે મૂલભૂત સિધ્ધાંતો કે આધાર પર અધ્યયન' (ઇ. ૧૧૦૦થી ૧૨૦૦)- એ વિષય પર શોધનિબંધ તૈયાર કરી ૧૯૮૩માં ગુજરાત વિદ્યાપીઠમાંથી ‘વિદ્યાવાચસ્પતિ’ (પી.એચ.ડી.)ની પદવી પ્રાપ્ત કરી. ગુજરાત ચિત્રશૈલી એ પશ્ચિમી કે અપભ્રંશ શૈલી નહીં પણ જૈન ચિત્રશૈલીનો જ એક ભાગ હતી એ તેમણે તુલનાત્મક અધ્યયન દ્વારા સિધ્ધ કરી બતાવી આ ક્ષેત્રમાં નવા પરિમાણ સ્થાપિત કરનારકદાચ- તેઓ ગુજરાતના પ્રથમ કલાકાર હતા. જ અભ્યાસ એ જ જાણે તેમના જીવનનો શ્વાસ હોય તેમ જી.ઇ.બી.માંથી નિવૃત્તિ પછી પણ પોતે સંગીત નાટય ભારતી' (રાજકોટ)માં સ્વ. છે. અમુભાઇ દોશીના માર્ગદર્શનમાં સિતારવાદનનો અભ્યાસ કરતા હતા. મેળવેલી સિતારના ટયુનીંગ ફરી ન જાય, સતત જળવાઇ રહે તે માટે ટેકનીકલ સંશોધન કરી પોતાની વિશિષ્ટ સિતારનું સર્જન કર્યું હતું. ૧૧-૧૧ જેટલી વિદ્યાશાખાઓમાં નિષ્ણાત ડો. રમેશ ‘ચિંતીત મા’ - (માટીમાં શિલ્પ) For Private & Personal Use Only ભટ્ટ સમર ગુજરાતના કલાકારોમાં વિશિષ્ટ સ્થાન અને સન્માન ધરાવતા એક અને અનન્ય કલાકાર હતા. જાતે ભરાવું અને અન્યોને ભળાવતા જવું એ પ્રાચીન વૈદિક પરંપરાને તેઓ જીવનના છેલ્લા શ્વાસ સુધી અનુસર્યાં હતા. રાજકોટની અવેતન કલાસંસ્થા ‘ફાઇન આર્ટસ સોસાયટી'ની સ્થાપના, સંવર્ધન અને સંચાલનમાં ડો. રમેશ ભટ્ટનો સિંહફાળો હતો. ૧૯૬૨માં સ્થપાએલી આ સંસ્થામાં કોઇપણ જાતની શૈક્ષણિક ફી લીધા વિના, પોનના નિવાસસ્થાનને 'કલાશાળામાં પરિવર્તિત કરી યુવા કલાર્થીઓને ઉચ્ચ કલાચિત્ર અને શિલ્પનું એકેડેમિક શિક્ષણ-પૂરા સાડા ત્રણ દાયકા સુધી આપતા રહી યુવા ક્લાકારોની એક આખી પેઢી તૈયાર કરી. આ કલાર્થીઓમાં સર્વ શ્રી પ્રેમ નકૂમ, વાસુદેવ ટંડન, પ્રતાપસિંહ જાડેજા, પ્રભાતસિંહ બારહટ, પ્રફૂલ ભાસણા, આર્કિટેકટ . www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy