SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ માલધારી સમાજનું ગૌરવ સંત શ્રી ઈસુબાપુ (ગામ ઃ બાવળીયાળી) આ પવિત્ર ગામ બાવળિયાળી મુકામે ૫૧ વર્ષ પહેલાં રાધુભગત તથા પૂ. માતુશ્રી વાલીબાની કૂખે હસુબાપુનો જન્મ થયો. જન્મથી સૌમ્ય, હસમુખો અને દયાળુ સ્વભાવ ધરાવતા ઈસુભગત બાળપણથી અનેક બાળકોમાં જુદા દેખાઈ આવતા. તેજસ્વી પ્રતિભા લાગતા ૧ થી ૩ ધોરણ સુધી બાવળિયાળી પ્રા. શાળામાં અભ્યાસ કર્યો. ૧૦ વર્ષની નાની વયે ઈસુબાપુનાં લગ્ન લેવાયાં. અભ્યાસ છોડી દીધો તેમનાં લગ્ન બાવળા તાલુકાના વેજી ગામે ગરાસદાર ભરવાડ ગગજીભાઈ પૂંજાભાઈ આલગોતરનાં દીકરી જીવુબહેન સાથે થયાં. વેજી ગગજીભાઈ આલગોતર ગગજીમુખી તરીકે ભાલમાં પ્રસિદ્ધ હતા. મોટી ખેતી સુખી ઘર હતું. વેજીમાં તે વખતે સમૂહલગ્નમાં પૂ. ઈસુબાપુનાં લગ્ન થયાં હતાં. હિન્દુ ધર્મના પ્રખર પ્રચારકે શ્રી ઈસુબાપુએ પૂરા ભારત દેશની યાત્રા પરિવાર સાથે કરી દેશ-દુનિયાનું ભૌગોલિક, રાજકીય, શૈક્ષણિક, સામાજિક, વ્યવહારિક અને વિજ્ઞાનનું જ્ઞાન યાત્રાપ્રવાસ અને પ્રસંગોથી મેળવી લીધું તેવા સમયે સમાજની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિ અત્યંત કરુણ હતી. સમાજના આગેવાનો પણ ઈસુબાપુ સામે સમાજસુધારા માટેની મોટી અપેક્ષા રાખીને બેઠા હતા. સમાજમાં અવારનવાર પ્રસંગોએ અચૂક હાજરી આપતી વેળાએ સમાજમાં શિક્ષણનો અભાવ, કન્યાકેળવણી નહિવત્, ગરીબાઈ, પછાતપણું, કુરિવાજો, અંધશ્રદ્ધા, ધર્મ પ્રત્યેની અસમજણ, રાજકીય જાગૃતિનો અભાવ, સંગઠન વિનાનો અબુધ સમાજ વેરિવખેર નજરે પડ્યો. ખુમારીવાળો સમાજ કિંમત વિનાનો થઈ ગયો હતો. આ બધું જોઈ ઈસુબાપુનું હૃદય દ્રવી ઊઠ્યું. સમાજની પ્રગતિ કરવા આ વીર પ્રજાની સંસ્કૃતિ સાચવવા પ્રથમ મોટાબરના આગેવાનોને વિશ્વાસમાં લઈ બાવળિયાળી મુકામે જે શ્રદ્ધાથી હજારો માલધારીઓ આવતા હતા તેમને એક સૂત્રે બાંધવા જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવા લાગ્યા. આગેવાનોના મતભેદો મિટાવી ભગત પરિવારોને વિશ્વાસમાં લઈ બાવળિયાળીમાં અન્નક્ષેત્ર શરૂ કરાવ્યું. રાજકીય હસ્તીઓને મળી આ પછાત સમાજના ઉત્થાન માટે રજૂઆત કરવા લાગ્યા. ગોપાલકનિગમની રચના કરવામાં તેમનો મોટો ફાળો છે. રાજકીય જાગૃતિ લાવવા તેમણે ૫૬ મોટાં માલધારી સંમેલનો યોજયાં. સમાજના કુરિવાજોને તિલાંજલિ Jain Education International ૨૯૦ આપવા સારા રિવાજોની શરૂઆત પોતાના ઘરેથી કરાવી · સમાજમાં તેની ઊંડી અસર પડી ત્યારે તેઓ જ્યાં જ્યાં જતાં ત્યાં તેમના પ્રવચનમાં કન્યાકેળવણીને ઉત્તેજન આપતા. બાળસગાઈ, બાળલગ્ન અનેક જગ્યાએ બંધ કરાવ્યાં. સમાજે તેમનો પડ્યો બોલ ઝીલ્યો આ સમયે નવા મંદિરનું નિર્માણ ગામની બહાર ભાવનગર રોડ પર ખૂબ ધામધૂમથી થયું. અન્નક્ષેત્ર દરેક સમાજ માટે શરૂ થયું. મંદિરની ખ્યાતિ ઈસુબાપુના લીધે દૂર દૂર ફેલાવા લાગી. માત્ર માલધારી સમાજના જ પ્રશ્નો નહિ પરંતુ અન્ય જ્ઞાતિઓના પ્રશ્નોના નિરાકરણ માટે બાપુએ રાતદિવસ જોયા વિના પ્રવાસ ખેડી તેમણે કુલ ત્રણસો ને બે સમાધાન કરાવ્યાં. અનેક રાહ ભૂલેલા યુવાનોને સાચા રસ્તે ચડાવવા ગોકુળ આઠમને દિવસે બાવળિયાળી મુકામે સમાજને એક નેજા હેઠે એકત્ર કર્યો. રાજકીય, સામાજિક અને શૈક્ષણિક રીતે જાગૃત કર્યા. તેજસ્વી વિદ્યાર્થીઓ, પ્રતિભાશાળી યુવાનો, આગેવાનો, ઉદ્યોગપતિઓ, દાતાઓ, સંતો, મહંતોને વિશેષ માન આપી સમગ્ર સમાજ વચ્ચે સમ્માન કરી સમાજભાવના પ્રબળ પૂ. બાપુનું બાવળિયાળી મુકામે ગોપાલક છાત્રાલય શરૂ કરવાનું સ્વપ્ન હતું તે પણ આગેવાનોના સહકારથી પૂરું થયું. આ છાત્રાલય વિશ્વવિખ્યાત સુધારક સંત શ્રી સ્વામી સચ્ચિદાનંદજીના હસ્તે ખુલ્લું મૂક્યું. નાની ઉંમરે તા. ૭-૩-૨૦૦૪, ફાગણ વદ એકમને ધૂળેટીના દિવસે આ પવિત્ર આત્માએ હસતા મુખે વિદાય લીધી. તેમનું આ પવિત્રકાર્ય તેમના જ પુત્ર શ્રી રામભગતે ઉપાડી લીધું. હાલમાં શ્રી રામબાપુ ગાદીએ બિરાજમાન છે. ૫. પૂજ્ય ૧૦૦૮ શ્રી પુરુષોત્તમદાસજી બાપુ (લૂલા મહારાજ) તળાજા તાલુકાના આશરે ૫૦૦ની જનસંખ્યા ધરાવતા ચૂડી ગામમાં સંવત ૧૯૬૫ના ચૈત્ર વિદ-૫, તા. ૧૦-૪૬ ૧૯૦૯ના દિવસે અયાચક પાલીવાળ બ્રાહ્મણ ધાંધલ્યા ટબાભાઈ રૂગનાથભાઈ, માતા શ્રી સોનબાઈની કૂખે પુત્રરત્નનો જન્મ થયો. તે જ પુરૂષોત્તમદાસ બાપુ. બે વર્ષની ઉંમરે શીતળાના મહારોગની વ્યાધિએ તેમના પગ ખૂંચવી લીધા. અપંગ બનાવી દીધા. ચૂડીથી લાકડાની ઘોડીએ ચાલતાં દિહોરની શાળામાં પ્રા. શિક્ષણ મેળવ્યું. ૧૨ વર્ષની ઊંમરે તો માતાપિતાની છત્રછાયા ગુમાવી દેનાર બાળપુરુષોત્તમને અપંગતાનો અણસારેય ન હતો. ભક્તમાળ પુસ્તકમાના ભક્ત નાભાજી વિશે વાંચ્યું અને હૃદય દ્રવી ઊઠ્યું. પ્રભુદર્શનની ઉત્કંઠા ઊભરી આવી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy