SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ માટે સ્વામીશ્રી જગદીશ્વરાનંદજી (જાહેર) એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા આપેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજની સ્થાપનામાં સક્રિય સહકાર અર્પણ કરેલ છે. પોતાની આધ્યાત્મિક ઉપાસનાનો સતત લોકોને લાભ આપતા સ્વામીજી નેપાળ, ચીન, જાપાન જેવા દેશોમાં પણ ધાર્મિક વ્યાખ્યાનો આપવા માટે વિદેશપ્રવાસ કરી ચૂક્યાં છે. સ્વામિ વિદિતાત્માનંદજી અમદાવાદઃ—થલતેજ ગામથી શીતલ તરફ રોડ પર તત્ત્વતીર્થ નામનો ૨મણીય આશ્રમ આવેલો છે. આ આશ્રમના સ્થાપક, તપોનિષ્ઠ મહાત્મા વિદિતાત્માનંદજીનો જન્મ ત્રંબાવટીનગર–ખંભાતમાં સંસ્કારી વૈષ્ણવ કુટુંબમાં થયો છે. બાલ્યવયે ‘રામાયણ’, ‘મહાભારત’ અને અન્ય ધર્મગ્રંથોનું વાચન મનન. મર્યાદાપુરુષ રામ તેમના આદર્શ બન્યા. એન્જિનિયર થયા બાદ અમેરિકા અભ્યાસ અર્થે ગયા. આ ક્ષેત્રની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી. પશ્ચિમના દેશનું ભોગમય જીવન પ્રભાવિત ના કરી શક્યું. પૂ. સ્વામી ચિન્મયાનંદજીના પ્રવચનોથી પ્રેરણા પામી પોતાની તમામ પ્રવૃત્તિઓ સંકેલી લીધી. ઉજ્જ્વળ કારકિર્દીનો ત્યાગ કર્યો. આ બ્રહ્મચારીએ મુંબઈના પવાઈ સરોવરને કાંઠે સાંદિપની સાધનાલયમાં અંતેવાસી બન્યા. પૂ. ગુરુદેવ દયાનંદજીનાં શ્રી ચરણોમાં વેદાંતનું સઘન અધ્યયન ચિંતન સાધના કરી. ગુરુકુળમાંના ગુરુજીના પ્રિય કૃપાપાત્ર શિષ્યનું સ્થાન પ્રાપ્ત થયું. આ સાંદિપની આશ્રમમાં આચાર્યપદે રહી બ્રહ્મચારીઓને વેદાંતનું અધ્યયન કરાવતા રહ્યા. ગુરુજીના આદેશથી અમદાવાદમાં અધ્યાત્મ વિદ્યામંદિરની સ્થાપના કરી. ગીતામાં પ્રેરાયેલી અધ્યાત્મવિદ્યાનું જ્ઞાન સર્વને સુલભ બનાવવાનું ભગીરથ કાર્ય હાલમાં કરી રહ્યા છે. ગુરૂદેવના આદેશ અનુસાર પૂ. સ્વામીશ્રી જ્ઞાનના પ્રચાર માટે પશ્ચિમના દેશોમાં જાય છે. અંગ્રેજીભાષા પરનું પ્રભુત્વ અજોડ છે. ભક્તિસભર વાણીમાં વેદનાં સુક્તો, ગીતાપઠનની કેસેટ, પ્રવચનકેસેટ તૈયાર થઈ છે. પ્રવચન આધારિત પુસ્તકો, ગુજરાતી ભાષામાં ગીતા, ઉપનિષદનાં પુસ્તકો, ઉપરાંત જીવનમૂલ્યોનાં પુસ્તકો સ્વામીશ્રીનું આગવું પ્રદાન છે. પૂ. દયાનંદજી મહારાજનું અખિલ ભારતીય સેવા અભિયાન મુખ્ય પ્રવાહથી વિખૂટા પડેલાને સ્વામીશ્રીના સંન્યાસી, બ્રહ્મચારીઓ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. Jain Education International પથપ્રદર્શક શ્રી ગિરિબાપુ ગૌસ્વામી ‘સાધુ’ ધાતુ પરથી સાધુ શબ્દ બન્યો છે. સાધના કરે તે સાધુ–સાધુ અને તે ય વળી પાછા સક્રિય સંતમૂર્તિ શિક્ષક, જીવનભરના શિક્ષણકાર્યનો નીચોડ તે સેવાનિવૃત્ત થયા પછીની શૈક્ષણિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિસમો શિવકુંજ સેવાશ્રમ, જે શ્રી ૐૐકાર ચેરિટેબલ ટ્રસ્ટના આશ્રયે ગારિયાધાર મુકામે પાલિતાણા રોડ નજીક શ્રી ‘શિવકુંજ સેવાશ્રમ' નામે આશ્રમ આવેલો છે. જેના અધિષ્ઠાતા–નિર્માતા શ્રી આંતરરાષ્ટ્રીય શિવકથાકાર શ્રી ગિરિબાપુ ગૌસ્વામી સતત ૪૧ વર્ષ સુધી આદર્શ અને સમ્માનિત શિક્ષક તરીકે શિક્ષણકાર્ય કરનાર ગિરિબાપુ નિવૃત્તિ પછી પણ એક સેવાવ્રતધારી શિક્ષક તરીકે શિક્ષણને જીવનમંત્ર બનાવી શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં રાતદિન પ્રવૃત્ત છે. અને શિવકથાકાર તરીકે આંતરરાષ્ટ્રીય ફલક પર ખ્યાતિપાત્ર છે. શિક્ષણ જેના મન-મગજમાં ને હૃદયમાં ધબકતું તાદૃષ્ય જોવા મળે છે એની પ્રતિકૃતિ સમો શિવકુંજ સેવાશ્રમ જીવતો જાગતો પુરાવો છે. આશ્રમમાં ૫૦૦થી ૬૦૦ બાળકો નજીવી ફીમાં શિક્ષણ મેળવી રહ્યાં છે. નોનગ્રાન્ટેબલ ગુરુકુળનું સંચાલન અઘરી વાત હોવા છતાં અને તે પણ વિના ડોનેશન ચલાવાય છે. શિવમ્ વિદ્યાલય, સેવાકુંજ સેવાશ્રમ ગુરુકુળ શિવમ્ વિદ્યાલયમાં પોતાના માતપિતાના નામે વિશાળ સત્સંગ હોલ છે, જેમાં બાળમંદિર ચાલે છે. રામેશ્વર મહાદેવ અને હનુમાનજી મહારાજનાં મંદિરોનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે. ત્રણ સંત કુટિરો પૈકી એકમાં આશ્રમનું ‘કાર્યાલય’ ધબકતું રહ્યું છે. જળકુટિરની સુંદર વ્યવસ્થા છે. આશ્રમ નજીકની ખુલ્લી જગ્યામાં બગીચો અને બાલક્રીડાંગણની યોજના બનાવી છે. કોલેજ સુધીના શિક્ષણની વ્યવસ્થા ગોઠવાય તે માટે છાત્રાલય-ભોજનાલય બહેનો-ભાઈઓનાં અલગ અલગ બંધાવવાની કૃતનિશ્ચયી છે. ધર્મસાહિત્ય પ્રકાશન-શિવકથાના યજમાન હનુમાનજી મહારાજ તેની પ્રસન્નતા માટે માનવજીવનઘડતર માટે શિવચાલીસા અને હનુમાનચાલીસા પુસ્તિકાઓ હજારોની સંખ્યામાં પ્રકાશિત કરી જનસમૂહને નિત્યપાઠ માટે વિતરિત થાય છે. પર્યાવરણ પ્રેમી અને જીવદયાધારી ગિરિવરબાપુએ મૂંગાં પશુ પંખીઓ માટે ચબૂતરાનું નિર્માણ કરેલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy