SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ તા. ૧-૫-૦૫ ગુજરાત રાજ્ય સ્થાપનાદિન મા. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સીતારામબાપુનું ગુજરાત ગૌરવના એવોર્ડથી ભાવનગર ખાતે સમ્માન કર્યું છે. પરમાદર્શ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી સ્વરૂપાનંદજી સરસ્વતીજી, ગુરુશ્રી જગદીશશ્વરાનંદજી સરસ્વતીજી ગૌતમેશ્વર મંદિર-સિહોર પૌરાણિકતાના ભાવનગરની પશ્ચિમ દિશાએ જ્યાં પ્રતિબિંબ સમું ગૌતમેશ્વર શિવલિંગ વિદ્યમાન છે તેવા સિહોરના ગૌસ્વામી પરિવારને ત્યાં માતા દેવકુંવરબહેનની કુખે, પિતા મહારાગિરીને ઘેર તા. ૨૩-૮-૧૯૪૫ના રોજ એક કાંતિમાન બાળકનો જન્મ થયો. ભોળાનાથ સામ્બ સદાશિવના ઉપાસક પિતાએ નામ રાખ્યું ગોવિંદગિરિ. જેના લલાટનું તેજ આવતા દેદીપ્યમાન દિવસોની ચાડી ખાતું હતું તેનો અભ્યાસ સિહોરમાં પૂર્ણ થયો. જૂની એસ.એસ.સી. પાસ કરીને તરત જ ૧૯૬૨માં શીતળા ડૉક્ટર તરીકેની નિમણુંક મળી. લોકોની સેવાનું માધ્યમ મળ્યું પણ શિક્ષણના જીવને બાળકો અતિ પ્રિય હતાં, તેથી ૧૯૬૬માં પી.ટી.સી. પૂર્ણ કરીને પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે સૌ પ્રથમ ગારિયાધાર તાલુકાનાં ખારડી મુકામે નિમણુંક મેળવી. શિક્ષણની પ્રવૃત્તિની સાથે સાથે સતત શિવભક્તિ ચાલુ હતી. ૧૯૬૮માં ગોવિંદગિરિને સિહોરના સુપ્રસિદ્ધ તીર્થ ગૌતમેશ્વર મંદિરના મહંતપદે ચાદરવિધિથી બિરાજમાન કરાયા. દરમિયાન પોતાના સદ્ગુરુ જગદીશ્વરાનંદજી મહારાજની સતત કૃપાના પરિણામે તેઓએ ૧૯૬૭માં મુ. ઝાંઝમેર તા. ઉમરાળા ખાતે શિવમંદિર બનાવ્યું અને ૧૯૬૯માં ગૌતમેશ્વર મહાદેવના મંદિરનો જિર્ણોદ્ધાર કર્યો. ૧૯૬૩થી પોતાના સદ્ગુરુના સંપર્કમાં આવ્યા ત્યારથી સંન્યાસના વિચારો દૃઢ થયા હતા. ૧૯૭૦માં વૃંદાવનવાળા સ્વામીશ્રી અખંડાનંદજી મહારાજનો તેઓને સત્સંગ પ્રાપ્ત થયો હતો. સ્વામીશ્રી જગદીશ્વરાનંદજી મહારાજે ૧૯૯૨માં ગુરુપૂર્ણિમાના પાવન દિવસે સંન્યાસી દીક્ષા માટે સંકલ્પ કરાવ્યો અને તેઓને પોતાનો દેહ પડ્યા પછી ૧૦મા વર્ષે વિધિવત્ સંન્યાસી બનજો તેવી આજ્ઞા કરી. ૧૯૮૩માં સદ્ગુરુ જગદીશ્વરાનંદજીનું નિર્વાણ થયું. ૧૦ વર્ષ સુધી સતત સાધના અને શિક્ષણકાર્ય ચાલુ રાખ્યું. ગુરુ આજ્ઞાનુસાર ૧૯૯૪માં Jain Education International ૨૯૫ નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને હરિદ્વાર ‘સાધના સદન’ વાળા સાધનામૂર્તિ સ્વામી શ્રી ગણેશનંદજી મહારાજની અધ્યક્ષતામાં સિહોરમાં તેમનો દીક્ષા મહોત્સવ ભવ્યતાથી સંપન્ન થયો અને ‘સ્વામી શ્રી સ્વરૂપાનંદજી સરસ્વતી' નામ ધારણ કર્યું. સંન્યાસી દીક્ષા લઈને પોતાના સદ્ગુરુની આજ્ઞાનુસાર ગૌતમેશ્વર મહાદેવની જગ્યામાં એકદમ સરળ, સાદગીપૂર્ણજીવન શરૂ કર્યું. ભિક્ષામાં હંમેશાં “વ્યસનથી મુક્તિ’ માટેનું વ્રત આપવા માટે કાયમ અનુરોધ કરતા રહ્યા. ૧૯૯૬માં નર્મદાની પદયાત્રાથી પરિક્રમા સંપન્ન કરી. ૧૯૯૭માં અને ફરીથી ૨૦૦૪માં કૈલાસ-માનસરોવરની દુર્ગમ યાત્રા બે વાર કરી અને સાધનાનું ભાથું સમૃદ્ધ કર્યું. ઇષ્ટદેવ ભોળાનાથ દેવાધિદેવ મહાદેવનાં બારે-વાર જ્યોતિર્લિંગની યાત્રા અને અનુષ્ઠાન એક વરસ સુધી ૨૦૦૨-૨૦૦૩માં સુખરૂપ પૂર્ણ કરી જે દરમ્યાન તેમની સાદગી, તપ, સાધના અને ઈશ્વરકૃપાથી અનુગ્રહિત થઈને ભારતભરના સાધુ-સંતોમાં ભવ્ય ‘મહામંડલેશ્વર'નું સમ્માન પ્રયાગરાજ કુંભમેળામાં પટ્ટાભિષેક દ્વારા અર્પણ કરવામાં આવ્યું અને આ સાથે જ સિહોર, ભાવનગર અને ગુજરાતનું નામ ભારતભરમાં ગુંજતું થયું. આ સમ્માન ભારતભરમાંથી ૪૦ થી ઓછા સંતોને અર્પણ કરવામાં આવેલ છે. મહામંડલેશ્વર બન્યા બાદ તરત જ કાઠિયાવાડની મહેમાનગતિની મહત્તા દર્શાવતું ભારતભરની મહામંડલેશ્વરોનું મહાઅધિવેશન સિહોરમાં બોલાવ્યું અને એક ધર્મોત્સવની ઉજવણીથી સિહોરને મંગલમય બનાવ્યું. વ્યસનમુક્તિની ઝુંબેશની સાથે સાથે ઉનાળામાં છાશ કેન્દ્રો, આરોગ્યવિષયક કેમ્પો, તિબેટના ડૉક્ટરો દ્વારા નિદાન, સારવાર જેવા કાર્યક્રમો કાયમ માટે ચાલુ રાખ્યા છે. સિહોરના સ્મશાન / મોક્ષધામનો જિર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો છે અને આજે સંકલ્પ પૂર્ણ થવાના આરે છે. સિહોરના મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓના અસ્થિ દર મહિને ગંગામાં હરકી પડી હરિદ્વાર ખાતે વિસર્જિત કરવાનો કાર્યક્રમ છેલ્લાં છ છ વર્ષથી ચાલુ છે. સેવકોના સહકારથી ગૌતમેશ્વર મંદિરે પાકો પ્રસાદ છ વર્ષથી વિતરિત થઈ રહ્યો છે. શિક્ષણનો જીવ હોઈને સિહોરમાં ગરીબ વિસ્તારના બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુથી સ્વામી શ્રી જગદીશ્વરાનંદજી પ્રા. શાળા ઊભી કરી છે તો ઉચ્ચ અભ્યાસ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy