SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) કામગીરી સંભાળેલી. આ સમયગાળામાં ગુજરાતથી દિલ્હી સુધીના નાના-મોટા નેતાઓનો નજીકથી પરિચય થયો. સાહિત્ય વાંચન ઉપરાંત તમામ ગુજરાતી અખબારોના તંત્રીલેખો વાંચવાનો ખાસ શોખ. વળી પત્રકારત્વમાં રસ. ૧૯૫૫ થી ૧૯૬૪ સુધી પત્રકાર તરીકે કામ કર્યું. એ નિમિત્તે લોકસંપર્ક અને સમાજના પ્રશ્નોને સમજવાની, વાચા આપવાની તક મળી. આ સમય દરમ્યાન જાહેરજીવનનો વિશાળ અનુભવ મેળવી લીધો. ૧૯૬૪થી એમના જીવનનું નવું સોપાન શરૂ થાય છે. તેમની કર્મભૂમિ ભાવનગર બને છે. તેમના કાર્યપરિવર્તન વિશે તેમણે પોતે કહ્યું છે કે “જાહેરજીવનમાં આત્માને છેતરીને ઘણું બધું ખોટું કરવું પડતું. જાહેરજીવનનાં મૂલ્યોને સાચવવા પત્રકારત્વ અને રાજકારણનો ૧૯૬૪ના માર્ચના અંતમાં ત્યાગ કર્યો. જૂનાં મૂલ્યો, જૂની સંસ્કૃતિ, જૂની રાખરખાવટને ગ્રંથસ્થ કરવાની મનમાં નાની ઉંમરથી પ્રબળ ભાવના, સમાજનું ઊજળું ચિત્ર રજૂ કરવાની તાલાવેલીને કારણે અસ્મિતાગ્રંથ શ્રેણીનું સર્જન, ગોહિલવાડથી વિશ્વકક્ષા સુધીના સંદર્ભગ્રંથો આપ્યા. જે ગુજરાત સરકાર અને સંસ્થાઓને ખૂબ જ ઉપયોગી થઈ પડ્યા.” કાર્બાઈલનું વાક્ય છે Blessed is he who has found his work. આમ નંદલાલભાઈને પણ ગમતું કામ મળી ગયું. ૧૯૬૪ની સાલથી તેમણે ગ્રંથ સંપાદનને પોતાનું જીવનકાર્ય બનાવ્યું. પ્રથમ ગ્રંથ “ગોહિલવાડની અસ્મિતા” ભાગ-૧ને લોકોનો આવકાર મળ્યો. એનાથી પ્રોત્સાહિત થઈને આ પ્રકારના ગ્રંથો તૈયાર કરવાની પ્રેરણા અને બળ મળ્યાં. ગોહિલવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત, એશિયા અને વિશ્વ–આમ ફલક વિસ્તરતું ગયું. ગ્રંથ સંપાદનનું કામ બહુ પરિશ્રમ માગી લેતું કામ છે. નંદલાલભાઈએ સવ્યસાચીની જેમ ટેબલવર્ક અને ફીલ્ડવર્ક બન્ને કામ જાતે જ સંભાળ્યા. ક્યારેક તો મહિનામાં વીશ વીસ દિવસ સુધી પ્રવાસના કાર્યક્રમો હોય. ઘણીવાર આર્થિક સંકડામણ પણ આવી જાય. પરંતુ તેઓ તો સતત પ્રયત્નશીલ રહીને કામ કરતા રહ્યા, અને ઉત્તરોત્તર સફળતા મેળવતા ગયા. આ બધાં કાર્યમાં તેમને સૌથી મોટો સહકાર કુટુંબીજનોનો. ગૃહિણી શ્રીમતી જયવંતીબહેને ગૃહસ્થાશ્રમ નિભાવ્યો. કુટુંબના યોગક્ષેમનું વહન કર્યું. કૌટુંબિક વહેવારો સાચવ્યા. ઘરની અર્થવ્યવસ્થા સંભાળી લીધી અને નંદલાલભાઈને સંપાદનકાર્ય માટે સંપૂર્ણપણે મુક્ત રાખ્યા. નંદલાલભાઈએ તેમનાં સંતાનોને ડબલ ગ્રેજ્યુએટ કર્યા. એ જવાબદારી પણ સુપેરે અદા કરી. ૧૯૬૪ થી ૨૦૧૪ સુધીમાં-૪૦ વર્ષોમાં તેમણે માહિતીસભર અને વૈવિધ્યસભર ૨૦ સંદર્ભગ્રંથો આપ્યા છે. જેમાં નવ ગ્રંથો જૈનધર્મ અને શ્રમણ સાધઓના સસંકલિત, સમન્વિત પરિચય ગ્રંથો છે. ગ્રંથો’ અને ‘બૃહદ્ ગુજરાત પ્રતિભાદર્શન જેવા સંદર્ભગ્રંથો આપ્યા છે. જે કાર્યથી તેઓ મુઠ્ઠી ઊંચેરા માનવી બની ગયા. એક પરંપરા એવી હતી કે પાલિતાણામાં જૈન અગ્રણીઓ પધારે ત્યારે બ્રહ્મભટ્ટ સમાજના આગેવાનો એમના સન્માનરૂપે ફૂલહાર કરતા. નંદલાલભાઈનાં સંપાદનકાર્યની પ્રશંસારૂપે જૈન સમાજના અગ્રણીઓએ જુદાં જુદાં શહેરોમાં તેમનું બહુમાન કર્યું. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy