SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ પ્રતિભાઓ સમાધિભાવે : તેમને શ્વાસની તકલીફ વધી. આખી રાત તે તકલીફ રહી. બેચેની વધી. તબિયત વધુ ખરાબ થતી ગઈ. છઠ્ઠના દિવસે તા. ૨૯-૧૧ને દિવસે હોસ્પિટલ ખસેડવાનું નક્કી કર્યું. જાવજીવનું પ્રતિક્રમણ સવારે કરાવ્યું. રાતભર આલોચના, સંયમ શુદ્ધિ માટેનું પ્રાયશ્ચિત્ત, ‘દશ વૈકાલિકીનાં ૪ અધ્યયનો, ભક્તામર, જાપ આદિ ચાલુ જ હતું. તેમણે બધાંને ખમાવ્યાં. મનની મક્કમતા ઘણી. એબ્યુલન્સમાં ન જતાં વહીલચેરમાં કાંદાવાડી ગયાં. તબિયત સિરિયસ થતી જતી હતી. છતાં સાંજે સાડા પાંચ પછી કોઈ સારવાર કરવા ન દીધી. બધું બંધ. દવા–ઇજેક્શન પણ નહીં. ફરી સવારે સંથારો, પ્રતિક્રમણ, જાપ વગેરે કરાવ્યું. એમ કરતાં સવારે નવ વાગે પૂ.શ્રીના પાર્થિવ દેહમાંથી મુખ દ્વારા ચેતન દેવ ચાલ્યો ગયો. તપ, જાપ અને આરાધના અને તપસ્યાનાં પારણાંના પવિત્ર વાતાવરણભર્યા મહોત્સવમાં પોતે પણ પોતાના મૃત્યુને મંગલમય મહોત્સવમાં જોડી વીરતાપૂર્વક મૃત્યુને વર્યા. આપને અમારાં અગણિત વંદન હો! असंयतात्मना योगो दुष्णाय इति मे मतिः વાતાના તુ યતતા શક્યોગવાણુમુપાવતઃ ગીતા. અસંયમી સાધક સાધનામાર્ગને પામી શકતો નથી, પણ જે સંયમી અને પ્રયત્નશીલ છે તે ઉપાય દ્વારા તુરત જ યોગારાધના કરી શકે છે. “ભક્તિ એવી પંખીણી, જેને જ્ઞાન, વૈરાગ્ય બે પાંખ છે; ચિદાકાશમાં એ તો ઊડે, જેને સગુરુરૂપિણી આંખ છે.” અખો. પંખીનું નિવાસસ્થાન વૃક્ષ પર ઊંચે હોય છે. દાણા માટે જમીન ઉપર આવે પણ ફરી વૃક્ષ ઉપર ચાલ્યું જાય. તેમ સાધક આત્માની મનોભૂમિકા ઊંચે ઊંચે હોય. ‘તનુ સંસારે ચિત્ત મોક્ષ.” શરીર સંસારમાં ચિત્ત મોક્ષમાં હોય. અરિહંતના ઉપાસકનું બધું અરિહંતમય બની જાય.” - પૂ.શ્રીના પત્રમાંથી. એક ફૂલ ઊગ્યુંઃ સુરેન્દ્રનગરની ધરતી ઉપર પિતાશ્રી વાડીભાઈના કુળમાં અને માતા શ્રી શાંતાબહેનની કૂખે ૧૯૯૬ના ફાગણ સુદ ત્રીજ, બુધવાર તા. ૧૨-૩-૧૯૪૭ના રોજ કુસુમબહેનનો જન્મ થયો. તેમનો શૈશવકાળ અને કોલેજકાળ પસાર થતો હતો. ત્યાં તેઓ અને તેમના ધર્મિષ્ઠ પૂ. માતાપિતા, બા.બ્ર.પૂ. વજુબાઈ મ.સ., બા.બ્ર.પૂ.શ્રી કેશવલાલજી મ.સા. અને બા.બ્ર.પૂ.શ્રી લીલાવતીબાઈ મ.સ.ના સંપર્કમાં આવ્યાં. કુસુમબહેનને વૈરાગ્યનો રંગ ચડ્યો. અને બા.બ્ર.પૂ.શ્રી કેવળમુનિ મ.સાહેબે સુરેન્દ્રનગરની જન્મભૂમિમાં સં. ૨૦૧૬, કારતક વદ૩, બુધવાર, તા. ૧૮-૧૧-૧૯૫૯માં કુસુમબહેનને સંયમનાં દાન આપ્યાં. સમર્પણ : ગુરુણીમૈયાની અસીમકૃપા તેમના પર વરસતી હતી. એક એક સિદ્ધાંતના ગુઢાર્થ તેમને સમજાવતાં. તે અમૃતધારાને પૂ.શ્રી કુસુમબાઈ મ.સ. પોતાના પાત્રમાં ઝીલતાં. ધાર્મિક અભ્યાસનું પાઠન, મનન, વાચન અને પાચન કરતાં. પોતાની જાતને પોતાના ગુરુને પૂર્ણ રીતે સમર્પિત કરવામાં માનતાં. ગુરુદેવની ઇચ્છા તે જ મારી ઇચ્છા. બીજો કોઈ વિકલ્પ નહીં. નિર્વિકલ્પ દશા. ગદા સંતો તદા વહિં પોતે જેવાં અંદર તેવાં જ બહાર હતાં. સંસારી સગાંઓની સાથે તેઓએ ક્યારેય તેમની પાસે બેસીને વાતો નથી કરી કે સંસારી વાતો નથી કરી. પોતે ગુણજ્ઞ પણ બન્યાં અને ગુણાનુરાગી પણ બન્યાં, જે બનવું કોઈ પણ વ્યક્તિ માટે બહુ મુશ્કેલ છે. તેમની મુખાકૃતિ હંમેશાં હળવાહળવા સ્મિતથી છલકાતી, ખીલેલા ગુલાબ જેવી સદાય ચિત્તપ્રસન્નતાથી મલકતી રહેતી. અરે! કેન્સર જેવા મહાભયંકર વેદનાના રોગ વચ્ચે પણ તેઓનું મુખારવિંદ સમતા-સમાધિ અને સ્મિતવગરનું કરમાયેલું જોવા મળ્યું નથી. અગમનાં એંધાણઃ પોતાને કેન્સર વાનાં તેમને સપનાંઓ આવતાં અને તે જ પ્રમાણે બન્યું. ૧૯૮૪મરણપુરા સ્થાનકવાસીની વાડીમાં ચાતુર્માસ પ્રવેશ વખતે આ દફ એધાણ જંગ ખેલ્યો પણ ઝૂક્યા નહી. બા.બ્ર. પૂ.શ્રી કુસુમબાઈ મહાસતીજી શુભ નામ : કુસુમબહેન. જન્મદિન : વિ.સં. ૧૯૯૬, ફાગણ સુદ ત્રીજ, બુધવાર, તા. ૧૨-૩-૪૦. માતાપિતા : શ્રી શાંતાબહેન વાડીલાલ કસ્તુરચંદ શાહ. દીક્ષાદાતા : પૂ.શ્રી લીલાવતીભાઈ મહાસતીજી. જન્મસ્થળ : સુરેન્દ્રનગર. દીક્ષાદિન : સુરેન્દ્રનગર, સં. ૨૦૧૬, કારતક વદ-૩, બુધવાર, તા. ૧૮-૧૧-૧૯૫૯. સંપ્રદાય : લીંબડી ગોપાલ સંપ્રદાય. ધાર્મિક અભ્યાસ : આગમ શાસ્ત્રોનાં ઊંડાં અભ્યાસી. કાળધર્મ : નારણપુરા, અમદાવાદ. સં. ૨૦૪૪, અષાઢ સુદ ૧૩, મંગળવાર, તા. ૨૬-૭-૮૮, રાત્રિએ ૧૦-૫૦ મિનિટે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy