SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ માસ પસાર થયા ન થયા ત્યાં તો દામાજીનું અવસાન થયું. “ભલું થયું ભાંગી જંજાળ...સુખે....શું ખરે જ એવું બન્યું? માર્ગ પલટાયો ? ખરે જ! એવું બન્યું ભાવિના ભૂગર્ભમાં શું છુપાયું છે તેની શું ખબર પડે! વૈધવ્યજીવનના આ નિમિત્તે મફતબહેનનો માર્ગ સમગ્રતયા પલટાવી નાખ્યો. તેમના મામાજીની દીકરી પૂ.શ્રી કેસરબાઈ મ.સ.ના સત્સંગે તેમની ઝળાંહળાં થતી સમ્યગ જ્ઞાન માર્ગની આભાઓ મફતબહેનના માનસપટ ઉપર ઝળહળ થવા લાગી. શાળાનું વ્યાવહારિક જ્ઞાન પ્રાપ્ત કરતાં ગોંડલ સંપ્રદાયના પૂ.શ્રી પુરષોત્તમભાઈ મ.સા. પાસે ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યાં. દરિયાપુરી સંપ્રદાયના પૂ.શ્રી ઝબકબાઈ મ.સ. તેમ જ પૂ.શ્રી સૂરજબાઈ મ.સ.ના સાનિધ્યમાં આગમનો અભ્યાસ કર્યો અને મફતબહેનની દીક્ષા માટેની દિવ્ય ભાવના પ્રગટ થતાં વિ.સં. ૧૯૯૫માં મહાસુદ દશમ, ઈ.સ. ૧૯૩૯, ૩૦મી જાન્યુઆરીના દિવસે દીક્ષા લઈ મફત-બહેનમાંથી તેઓ પૂ.શ્રી વસુમતીબાઈ મ.સ. બન્યાં. પૂ.શ્રી સદ્ગરુણીના પ્રભાવે પૂ.શ્રી વસુમતીબાઈ મ.સ. શાસ્ત્રજ્ઞાનના ઊંડાં અભ્યાસી બની ગયાં અને દીક્ષા પછીના પ્રથમ દિવસથી જ તેઓએ પ્રતિભાશાળી પ્રવચનકાર બની કાંઈક જીવોને પ્રતિબોધ પમાડ્યો. કંઈક સુષુપ્ત આત્માઓને ઢંઢોળી જાગૃત કરી તેમને તપ, ત્યાગ અને સંયમ માર્ગે જવા પ્રેર્યા. વિચરણ : પૂ.શ્રીનો વિહાર પ્રદેશ સૌરાષ્ટ્ર, ગુજરાત અને મહારાષ્ટ્ર હતો. અનેક આત્માઓને ધમિિભમુખ કચ : તેમની સરળતા, વિદ્વત્તા, ગંભીરતા એવા અનેક ગુણોથી પૂ.શ્રી અનેક જૈન-જૈનેત્તર શ્રોતાઓને અહિંસામય અને ધર્મમય બનાવ્યા. સંયમ અને શીલનાં દાન આપ્યાં. કેટલાકને વ્રત-નિયમોનાં પચ્ચકખાણ કરાવ્યાં. ગુજરાતી સંત-સતીજીઓમાં વિ.સં. ૨૦૧૩માં પ્રથમ પૂ.શ્રી મુંબઈ પધાર્યા. ત્યાંના સમાજને ધર્માભિમુખ કર્યો. કહો કે તેમના માટેના જ્ઞાનનાં દ્વાર ખોલ્યાં. પૂ.શ્રી.નાં મુંબઈનાં ચાર ચાતુર્માસ દરમિયાન ૧૦૧ યુગલોએ બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. પાંચ બહેનોએ દીક્ષા અંગીકાર કરી અને અનેક આત્માઓ કલ્યાણને પંથે દોરાયા. પૂ.શ્રીને પાંચ સુશિષ્યાઓ : (૧) પૂ.શ્રી દમયંતીબાઈ–પાલનપુર, (૨) પૂ.શ્રી દીક્ષિતાબાઈ–વઢવાણ, (૩) પૂ.શ્રી હીરાબાઈ–વઢવાણ, (૪) પૂ.શ્રી સવિતાબાઈ–કડી, (૫) પૂ.શ્રી પ્રફુલ્લાબાઈ પથપ્રદર્શક –મુંબઈ. તેમને ૧૭ પ્રશિષ્યાઓ હતી. તેમનો કુલ ૪૨ ઠાણાનો પરિવાર છે. મુસીબતોને મૂંઝવી : એક વખત વિહાર કરતાં પૂ.શ્રી સૂરજબાઈ, તારાબાઈ, કેસરબાઈ અને વસુમતીબાઈ આર્યાજીઓને ચાર બુકાનીધારી ઘોડેસવારો આડા ફર્યા. કોઈ ડર્યું નહીં. સતત નવકારમંત્ર ભણ્યા. તેનો અને પૂ.શ્રી સતીજીઓનાં ઝળહળતાં ચારિત્રની અને તેમની નીડરતા અને નિર્ભયતાને કારણે ઘોડેસવારો પાછા ફર્યા. મુસીબતોમાં પોતે ન મૂંઝાયાં. શીલનું રક્ષાબંધન જીવનને નંદનવન બનાવે છે. ભીતિ અને પ્રતિઃ પૂશ્રી વસુમતીબાઈનાં વાણી અને સંયમ ખૂબ પ્રભાવક રહ્યાં. તેઓ સ્પષ્ટવક્તા અને નીડર હતાં. તેમની પાસે બાંધછોડની વાત કરી શકાતી નહીં. કડક શિસ્તપાલનના સદાગ્રહી, ભીતિ અને પ્રીતિ ઉભયની અનુભૂતિ કરાવનાર હતાં. સૂત્રજ્ઞાનનાં અભ્યાસી હતાં. તેથી વિદુષી મ.સ. તરીકે તેમણે પ્રસિદ્ધિ મેળવી. તેથી તેમને વાણી ઉપર ઘણું પ્રભુત્વ હતું. તેને કારણે તેમનાં વ્યાખ્યાનનાં પુસ્તકો “વસુઝરણાં', “વસુધારા', ‘વસુસુવાસ” વગેરે પુસ્તકોની વ્યાખ્યાનમાળા બહાર પડી. વિદુષીની વાણી : પૂ.શ્રી વાસીલાલજી મ.સા.ના શબ્દોમાં : “તેમની શૈલી તલસ્પર્શી, વિચારસભર, ગંભીરભાવવાળી છે. તેમાં સાત્ત્વિક જ્ઞાન, સિદ્ધાંતદર્શન તેમ જ ધર્મના રહસ્યનો ઉદય દેખાય છે. તેમની વાણી સાંભળવાથી તત્ત્વજ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. તેમનાં વ્યાખ્યાનો મિથ્યાત્વના તિમિરનાશક છે.” વિધિનો સંકેત : સં. ૨૦૩૧ની ચૈત્ર વદ ૧૧ મંગળવાર તા. ૬-૫-૧૯૭૫ના રોજ ગૂઢવાણી ઉચ્ચારતાં, અગમનાં એંધાણ પારખતાં હોય તેમ વિરમગામથી વિઠ્ઠલગઢ સવારે ૭-૪૫ વાગે આવી પહોંચ્યાં. વિહારમાં ખૂબ ધર્મ-ગોષ્ઠિ કરી હતી. પૂ.શ્રી મંજુલાબાઈ મ.સ.એ પૂછ્યું કે “આપની પથારી કઈ પાટ ઉપર કરું?” ત્યારે “ભદ્ર! આજે મારે પાટ ઉપર સૂવાનું જ નથી.” તેમ કહ્યું જાણે કોઈ વિધિનો સંકેત હતો! ભેદદષ્ટિ ટળે તો ભય ટળેઃ તેમની તબિયત સારી હતી. મન સ્થિર અને આત્મા સ્થિત હતો. પૂ.શ્રીની વાણી સબળ હતી. તેમને કોઈ દર્દ ન હતું. છતાં બારમાં દસ મિનિટે પૂ. શ્રી હીરાબાઈએ તેમના પાર્થિવ દેહને છૂટતાં નિહાળ્યો. તેમને ધર્મ સંભળાવી પચ્ચકખાણ કરાવ્યાં અને તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. તેમના પાર્થિવ દેહને લખતર લઈ જવામાં આવ્યો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy