SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ રમતાં ખેલતાં પાંચમે વર્ષે તેમને રંગૂનની શાળાએ બેસાડવામાં આવ્યા સાથે ધાર્મિક અભ્યાસ પણ શરૂ થયો. સાત વર્ષની ઉંમરે તો લીલાવતીબહેન સામાયિક, પ્રતિક્રમણ કરતાં, ચોવિહાર કરતાં, તિથિએ લીલોતરીનો ત્યાગ હતો. કંદમૂળનો સર્વથા ત્યાગ કર્યો હતો. શ્રી વીરચંદભાઈને રંગૂનથી વાંકાનેર આવવાનું થયું. તે સમયે લીંબડી ગોપાલ સંપ્રદાયના શાસ્ત્રવિશારદ મોહનલાલજી મ.સા.નાં સુશિષ્યા પૂ.શ્રી દિવાળીબાઈના સાન્નિધ્યમાં આવવાનું બન્યું. પૂ. લીલાવતીબહેન વૈરાગ્યના રંગે ભીંજાવાં માંડ્યાં. તેમની વેવિશાળ અંગેની વાતો થતાં માતાપિતાને કહી દીધું કે મારું વેવિશાળ તો હવે વીતરાગના શાસનમાં જ થશે. ગળારે ખાયા : કસોટીની સરાણે ચડાવ્યા પછી વિ.સં. ૧૯૯૨ના જેઠ સુદ સાડી અગિયારસ ને સોમવાર તા. ૧-૬૧૯૩૬ના માંગલ્ય દિવસે પૂ.શ્રી દિવાળીબાઈ ગુરુણીનાં ચરણોમાં પોતાના જીવનને સમર્પિત કર્યું. પ્રવ્રજ્યાના પંથે પ્રયાણ આદર્યું. ‘‘આળા! ધમ્મો બાળાÇ તવો’” ‘“આણ એ જ ત્રાણ” ત્યાં જ પ્રાણ. વૈરાગ્ય પ્રત્યેનો તેમનો સંવેગ વધ્યો. તેમની દરેક ક્રિયામાં ‘જતના’ દેખાતી. ગુરુણીની તબિયત બગડતાં ૧૯૯૪માં પૂ.શ્રી સ્વામીએ વ્યાખ્યાન, ગોચરી, ગુરુની સેવા વગેરે સર્વભાર કુશળતાથી, પ્રેમથી ઉપાડી લીધો. તેમના વ્યાખ્યાનમાં લીંબડીના ઠાકોરસાહેબ, દોલતસિંહજી, પોરબંદરમાં તેમના ચાતુર્માસમાં ૨૦૦૨માં મહારાણા શ્રી નટવરસિંહજી પોતાના અંગત સ્ટાફ સાથે વ્યાખ્યાન સાંભળવા આવતા અને રાજ્યના અધિકારીઓ, એન્જિનિયર વગેરે ભણેલો વર્ગ તેમને સાંભળવા આવતો. નાની ઉંમરમાં તેઓ પ્રતિભાશાળી પ્રવચન ફરમાવતાં થઈ ગયાં હતાં. પૂ.શ્રી ગુરુણીનો વિરહ : પૂ.શ્રી દિવાળીબાઈને ડાયાબીટીસનો જૂનો રોગ. તેમાં પગમાં કાંટો વાગતાં સોયનો ઉપયોગ કરવા જતાં સેપ્ટિક થઈ ગયું. સેપ્ટિક ફેલાતું જતું હતું. વેદના વધતી જતી હતી. શાસ્ત્રના અભ્યાસી પૂ.શ્રી શાસ્ત્રના શબ્દોને જીવનમાં ઉતારતા હતા. ‘ઉ.સૂત્ર.’ ૨૯મા અધ્યયનમાં ગૌતમસ્વામી ભ. મહાવીરને પૂછે છે ઃ વૈયાવચ્ચથી જીવ શું ઉપાર્જન કરે છે?’ ઉત્તર ઃ વૈયાવચ્ચથી જીવ તીર્થંકર નામ– ગોત્ર કર્મ ઉપાર્જન કરે છે.” તે પ્રમાણે પૂ.શ્રીએ પોતાના ગુરુણીમૈયાની સેવામાં પોતાના જીવનને સુસંગત કરી દીધું હતું. સંવત ૧૯૯૫ માગશર સુદી અગિયારસને શનિવારે તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. ૨૧ વર્ષની ઉંમરના પૂ.શ્રીએ પૂ. ગુરુણીના સાન્નિધ્યમાં અઢી વર્ષનો સંયમપર્યાય વિતાવેલો અને Jain Education International પથપ્રદર્શક આ નાની ઉંમરના પૂ.શ્રી તો વિરહની વેદનાને સમભાવે પચાવી ગયાં. ગુરુકૃપાથી તેમના હૃદયનાં દ્વાર ખુલી ગયાં. જેમણે સિંહની પેઠે દીક્ષા લીધી હોય, સિંહની પેઠે દીક્ષા પાળે તેવાં આ ત સિંહબાળ હતાં. ખુમારીનું ઝળકતું નૂરઃ એક વખત રાત્રિએ બારીમાંથી સર્પ આવી તેમના પગે ડંશ દઈ વીંટળાઈ ગયો. પૂ મુક્તાબાઈ મ.સ.નો ખભે ટેકો લઈ બહાર જઈ પૂંજણીર્થ શાંતિથી સર્પને ઉતારી નાખી લઘુનીતથી ડંખ સાફ કર્યો ઉપવાસનાં પચ્ચક્ખાણ કર્યાં. જાપ સાથે જાગરણ કર્યું અને એક ભયંકર ઉપસર્ગથી બચી ગયા. બીજે દિવસે વિહાર પણ શરૂ કરેલો. આવું તેમના ગૃહસ્થાવસ્થામાં ૧૫-૧૬ વર્ષની ઉંમરે બનેલું. પૂ. ગુરુણીની પાટ પાસે નીચે સૂતાં હતાં ત્યારે સર્પે ડં *દીધો અને ગુરુણીની ઊંઘમાં ખલેલ ન પડે તે રીતે લોહી સાફ કરી પગે જોરથી પાટો બાંધી નવકારમંત્રનું સ્મરણ કર્યું. ખમીર : મુંબઈમાં બે કુમારિકાની દીક્ષા પ્રસંગે સંઘર્ન માઇક વાપરવાની ઇચ્છાને નકારી કાઢી. પોતાનાં સુશિષ્યા પૂ.શ્ર પ્રતિભાબાઈની માંદગી સમયે સૂર્યાસ્ત પછી ડૉ.ને કોઈ ટ્રીટમેન્ટ કરવા દીધી નહીં. પૂ.શ્રી પ્રજ્ઞાબાઈના ઑપરેશન પછી સૂર્યાસ્ત પછી દુખાવો થતો હોવા છતાં ઘેનનું ઇન્જેક્શન ન આપવા દીધું શિષ્યોની સંસ્કાર દ્વારા ગુરુમાતા સંભાળ લેતાં. જન્મદાત્રીની અ ભવપૂરતી જવાબદારી છે, પણ ગુરુમાતાની તો શિષ્યન જનમોજનમ ન બગડે તેની જવાબદારી છે. તેથી તેઓ કડકપણે આચારનું પાલન કરતાં. એક વખત વિહારમાં સાયકલવાળાએ પછાડતાં પૂ.શ્રીને પગનો દુઃખાવો વધી જતાં કષ્ટને ઇષ્ટ ગણી હસતાં રહેતાં. છેવટે પોતાની અનિચ્છાએ લોકોના આગ્રહથી ડોળીમાં બેઠાં. એક ભૂવાને માતાજીના મઢમાં બાર મહિના સુધી નિકાલ ન થતાં નાળિયેરના ભેગા થતાં ઢગલામાં થતી હિંસા કરતાં અટકાવ્યો. તે ભૂવો રોજ પૂ.શ્રીનું માંગલિક સાંભળતો થઈ ગયો. પૂ.શ્રી. પોતાને લોહીની ઊલટીઓ થતાં ડૉક્ટરને લોહીના બાટલા ચડાવવા ન દીધા. રાત્રિ ધર્મધ્યાનમાં પસાર કરતાં. એક વખત એક પૂ. મહાસતીજીને બોલાતું બંધ થતાં સતત જાપ કર્યા. બે, ત્રણ દિવસે બોલતાં થઈ ગયાં. પૂ.શ્રીને આંતરસ્ફુરણા થતી અને તેમની પ્રશ્નો ઉકેલવાની સૂઝ ઘણી હતી. ભાવ પણ ભેદભાવ નહીં : પોતાની શિષ્યાઓ ઉપરાંત અન્ય સાધુસંતની પણ સેવા કરતાં. એક વખત વિડયા તરફ વિહાર કરતાં થોડાં અન્ય મ.સતીજીઓ મળતાં તેમાંના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy