SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ખમીર અને ખુમારી પૂ.શ્રી વેલબાઈ મહાસતીજી શુભ નામ : વેલુબહેન. માતાપિતા : ભમીબહેન વીરાભાઈ જન્મ : જન્મસ્થળ : સં. ૧૯૪૫, ગુંદાળા (કચ્છ) મધ્યે. દીક્ષા : સં. ૧૯૬૭, ૨૨ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. સં. ૨૦૪૪માં ૧૦૦માં વર્ષમાં પ્રવેશ. દીક્ષા ગુરુણી : પૂ.શ્રી જીવીબાઈ. સંયમપ્રદાતા : પૂ.શ્રી દેવચંદ્રજી મ.સા. સંપ્રદાય : અજરામર સંપ્રદાય-લીંબડી. પૂ.શ્રી વેલબાઈ સ્વામીની જન્મ-શતાબ્દી રાપર ગામે તપ, જપ, ત્યાગથી ઊજવાઈ ત્યારે તેમનો દીક્ષાપર્યાય ૭૮ વર્ષનો હતો. “તરવર, સરવર, સંત-જન, ચોથા બરસત મેહ, પરમારથકે કારણ, ચારે ધરી છે દેહ.'' વેલબાઈનો વેલો : “વેલબાઈનો વેલો વધતો રહેશે’' એવાં જેમનાં વચનો ખરે જ ફળીભૂત થયા તેવા વચનસિદ્ધ આ.પૂ.શ્રી દેવચંદ્ર સ્વામીના પૂ.શ્રી વેલબાઈને દીક્ષાના પાઠ ભણાવતાં સમયના તેમના અપાયેલા અંતરના આ ઉદ્ગારો હતા. એ જ પ્રમાણે બન્યું અને પૂ. શ્રી વેલબાઈ મ.સ. ૧૦૦માં વર્ષમાં પ્રવેશતાં હતાં ત્યારે તેમને ૧૦૦ શિષ્યાઓ હતાં. ગંજીપાનો મહેલ : કચ્છ-મુંદ્રાથી પાંચ માઇલ દૂર એવા ગુંદાલા ગામે શ્રેષ્ઠીશ્રી વીરજીભાઈ તેજુ રાંભિયાને ત્યાં માતા ભમીબહેનની કુક્ષિએ એક પુત્ર અને બે પુત્રીઓનો જન્મ થયો હતો. તેમાંની એક પુત્રી તે વેલુબહેન. સં. ૧૯૫૬માં માત્ર ૧૨ વર્ષની ઉંમરે પુત્રી વેલબાઈનાં લગ્ન ચાંપશીભાઈ સાથે લેવાયાં હતાં. વેલબાઈનો સંસાર હજી શરૂ થાય ન થાય ત્યાં તો તેમના સંસારના પાયા ડગમગી ગયા. તેમનો ઊભો થતો સંસાર અને હજી સંસારને પૂરો સમજે ન સમજે ત્યાં તો ગંજીફાના મહેલની માફક વાવાઝોડાની એક ફૂંકે તે ધરાશાયી થઈ ગયો. “તું ધર્મ કરજે” તેવો સંદેશો આપી સં. ૧૯૬૪માં વેલબાઈના પતિ ચાંપશીભાઈ ભરયુવાનીમાં પરલોક સિધાવ્યા અને તેમનાં વચનોએ વેલબાઈ ધર્મમાર્ગે વળ્યાં. શીલનું રક્ષણ : એક વખત પ્રસંગોપાત વેલબાઈને એક સંબંધીને ત્યાં જતાં રાત્રે એક ભાઈની બેહુદી માંગણી થતાં Jain Education International ૨૬૯ તેમનો વિરોધ કરી નવકારમંત્રના સહારે પોતાના શીલને અખંડ રાખ્યું. તેમનું ખમીર જાગ્યું અને ખુમારી પ્રગટી. પૂ.શ્રી ગુરુણી જીવીબાઈ મ.સ. પાસે તેમણે જ્ઞાનાભ્યાસ શરૂ કર્યો હતો. શાસ્ત્રપ્રિય તે આત્માએ એક વખત ભોજનમાં ઉપરથી નમક લઈ રહેલા શ્રી જેચંદભાઈ મોરબિયાને નમકના એક કણમાં પૃથ્વીના અસંખ્યાત જીવોની થતી હિંસાને ધર્મ દ્વારા સમજાવી ઉપરથી નમક લેતાં અટકાવ્યા હતા. આવા ધર્માનુરાગી વેલબાઈએ સં. ૧૯૬૭ મહા સુદ ૧૦ ના પૂ. આ. દેવચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી પૂ.શ્રી ડાહીબાઈ મ.સ. અને પૂ.શ્રી જીવીબાઈ મ.સ.ની નિશ્રામાં વિરાગ તરફ પગલાં માંડ્યાં. સેવા : પૂ. ગુરુણી સાથે સૌ સતીવૃંદ સાથે રહેતું. તેમાં કાળક્રમે અશાતાના ઉદયે પૂ.શ્રી માણિક્યબાઈ મ.સ.ને દૃષ્ટિએ દેખાતું નહીં અને કંઠમાળ થતાં તેની દારુણ વેદના થતાં પૂ. શ્રી વેલબાઈએ પોતાની શિષ્યા પૂ. માણિક્યબાઈની સાર-સંભાળ અને સેવાની જવાબદારી પૂ. ગુરુણી-આજ્ઞાએ પોતે ઉપાડી લીધી. એક વખત કચ્છ-પ્રાગપુર તરફ વિહાર કરતાં રસ્તામાં બે ચારણ બહેનોએ તેમની સાથે રાતવાસો ગુજારવાની વાત કરી ત્યારે તેમણે સમયસૂચકતાપૂર્વક અજાણ્યા હોવાને કારણે ના પાડી દીધી. પૂ.શ્રી વેલબાઈ ગૌચરીએ પધારતાં તો તેમની ગૌચરી તે સરસાઈવાળી ગોચરી કહેવાતી. નિઃસ્વાર્થભાવે નિર્દોષ આહારાદિ લેનાર અને દેનાર બંને સદ્ગતિ પ્રાપ્ત કરે છે, એટલું તો તેનું મહત્ત્વ છે. સમયસૂચકતા : એક વખત પૂ. મોટા સ્વામીજી સાથે પોતે, અન્ય સતીવૃંદ અને બે બહેનો ને એક ભાઈ વિહારમાં હતા. ત્યારે માર્ગમાં બે ભાઈઓ વચ્ચેની થતી વાતચીત તેમણે સૂચકતાથી સાંભળી લીધી કે સાથેની બહેનોનાં ઘરેણાં રાત્રે તક મળતાં પડાવી લેવા. તે વાત સેવાભાવી ગોપાળજીભાઈને કરતાં તેમણે એક આરબને ચોકી માટે રાખ્યો. સાવધાની રાખી તો રાત નિર્વિઘ્ને પસાર થઈ ગઈ. એક જૈનેતરભાઈ દિવાલ કૂદી ઉપાશ્રયમાં આવતાં તેને જોરશોરથી પડકાર્યો અને આવ્યો તેવો જતો રહ્યો. પૂ.શ્રી આવાં નીડર, જાગૃત અને સાવધાન રહેતાં. વ્યસનમુક્તિ : પૂ.શ્રી વેલબાઈને ચાનું ભારે વ્યસન હતું. વિહારમાં ચા ન મળતાં તેમને ભારે બેચેની થતી. પૂ. ગુરુદેવશ્રી શામજી સ્વામીની ચા છોડવાની આજ્ઞાને આ શિષ્યારત્ને સાદર સ્વીકારી લીધી. ચા વગર શરૂઆતમાં તેમને ખૂબ તકલીફ પડી, પણ આખરે તે ચાના વ્યસન ઉપર પૂ. સતીજીએ વિજય મેળવ્યો અને પછી એવો નિયમ બની ગયો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy