SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ પ્રતિભાઓ પોર-ઇટોલા-પોર ગામડી-ગોરજ-એ ૪ પૈકી ૧ જગ્યાએ જવા કહ્યું, અનુબહેનને ગોરજ પસંદ પડ્યું. ચાર-પાંચ બાળકોના બાલમંદિરથી તેમણે શરૂઆત કરી ત્યારે પ્રારંભમાં અબુધઆદિવાસી પ્રજાનો જોઈતો સહકાર મળવો બાજુએ રહ્યો પણ માથાભારે તત્ત્વો દ્વારા અનુબહેનને ધમકીઓ મળવા લાગી. પરંતુ પછીથી લોકોનો વિશ્વાસ વધતાં ભૂલકાંઓ આવવા લાગ્યા, બે–ત્રણ અનાથ બાળકીઓ પણ રહેવા આવી. માટીના ખોરડે શરૂ થયેલા મુનિઆશ્રમ આજે તો રળિયામણો અને અદ્યતન સાધનોથી સુસજ્જ બનીને ૬૫ એકરમાં પથરાયેલો છે. અહીંના “પરિવાર મંદિર'માં નિરાધાર બાળકો-નવજાત શિશુઓને આશ્રય, હૂંફ અને વાત્સલ્ય સાંપડે છે, આ શિશુઓને સુયોગ્ય, નિઃસંતાન દંપતીઓને દત્તક પણ અપાય છે, માનસિક રીતે ક્ષતિગ્રસ્ત બહેનો માટે આશ્રમમાં “ભગિની મંદિર' ની સ્થાપના અનુબહેને કરી, જે તા. ૧૭-૧૦-૧૯૯૭ના રોજ ૧ કરોડની અલાયદી, અદ્યતન ઇમારતમાં ખસેડાયું. અહીં મંદબુદ્ધિની બહેનોને ભરત-ગૂંથણ, શીવણ, ચિત્રકામ તથા પાપડ બનાવવા જેવા ગૃહઉદ્યોગ શીખવાડાય છે. ૧૯૮૧માં આશ્રમ ખાતે એક અદ્યતન હોસ્પિટલ ‘આરોગ્ય મંદિર'ના નામે સ્થપાઈ, અહીં મંડિકલ-સર્જિકલ-ઓર્થોપેડિક વિભાગોની સગવડ છે, સરેરાશ રોજના ૧૦૦ આઉટડોર દર્દીઓ અને વર્ષે ૧૨૦૦ ઓપરેશન થાય છે. વિવિધ પ્રકારનાં ઓપરેશનો, ઇલાજ, સારવાર, નિદાનની અહીં વ્યવસ્થા છે. અડખેપડખેના ૫૦ ગામો માટે તો “આરોગ્યમંદિર' આશીર્વાદરૂપ છે, જ્યાં દરરોજ ૨૫૦૩૦૦-દર્દી અને તેમના સગાંસંબંધીઓ મળીને-નિઃશુલ્ક, આરોગ્યપ્રદ ભોજન કરે તે માટે “અન્નપૂર્ણામંદિર' છે. વૃદ્ધ વડીલો માટે, ‘વાનપ્રસ્થ મંદિર', “શારદામંદિર', આશ્રમશાળા, ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ‘ગૌમંદિર', તથા બાળમંદિર તથા ઘોડિયાઘરોની સ્થાપના (અહીં તથા આસપાસના ગામોમાં) થયેલી છે. ગુજરાતમાં અમદાવાદ સિવાય કેન્સર માટે અદ્યતન સારવાર અપ્રાપ્ય હોવાથી આઠ-દશ કરોડ રૂ.ના ખર્ચે ગોરજમાં આ પ્રોજેકટ નાખવા દોડાદોડી કરીને પરિપૂર્ણતા પ્રાપ્ત કરવા માંડી એટલામાં અનુબહેનની માંદગી વધતાં સારવાર અર્થે મુંબઈ લઈ જવાયાં, હવે સારું થાય તેમ નહીં હોવાથી પાછા ગોરજ આવતી વેળાએ રસ્તામાં જ ૧૮-૧૨-૨૦૦૧ના રોજ હજારો લોકોને રડતા મૂકીને તેમણે જીવનલીલા સંકેલી લીધી! સામાજિક સેવાની કદરરૂપે અનુબહેનને મળેલા એવોર્ડ સન્માનોમાં : ૧૯૮૮માં “અશોક ગોંધિયા એવોર્ડ' તથા બાળકલ્યાણમાં પ્રદાન બદલ ગુજ. રાજ્યનું પારિતોષિક, પ્રસિદ્ધ જાનકીદેવી બજાજ એવોર્ડ' (૧૯૯૬), ૧૯૯૮માં મહારાણા મેવાડ ફાઉન્ડેશન (ઉદેપુર) તરફથી સન્માન મળ્યું પરંતુ લોકહૈયાનો પ્રેમાદર પણ મોટું સન્માન જ છે ને? શ્રી અંબિકા નિકેતન-સુરતના સ્થાપક સાધિકા પૂજ્ય ભારતી મૈયા સુરતમાં સૂર્યપુત્રી તાપી નદીના રમણીય કિનારે દિવ્ય અનુભૂતિના ફળસ્વરૂપે શ્રી અંબિકા નિકેતન પૂ. ભારતીમૈયાએ સ્થાપ્યું. સંવત ૨૦૨૫, આસો વદ ૮, તા. ૨ નવે. ૧૯૬૯ના શુભ દિને મા અષ્ટભૂજા અંબિકાની સુંદર પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા થઈ, માતાજીના સાનિધ્યમાં અન્ય દેવ-દેવીઓની પ્રતિમાઓ શોભાયમાન છે. સવારસાંજ શ્રદ્ધાળુ ભક્તોની આરતીથી વાતાવરણ આફ્લાદક બને છે. ચૈત્રી અને આસો નવરાત્રીના ઉત્સવો ઉપરાંત અવારનવાર કથાકીર્તન થાય છે. ૧૯૭૬માં લક્ષચંડી યજ્ઞનું અને ઓકટો-૯૦માં શ્રી યાગ મહાયજ્ઞપંચકુંડીયજ્ઞનું આયોજન અહીં થયું હતું. શ્રી અંબિકા નિકેતન સંસ્થાની એક વિશેષતા એ છે કે ભાવભક્તિના ધામમાં માનવસેવાની વિવિધ પ્રવૃત્તિઓનો સુંદર સમન્વય થવાથી તેને દ. ગુજ.માં અનન્ય લોકચાહના પ્રાપ્ત થઈ છે. અતિથિગૃહ, અન્નક્ષેત્ર, જલધારા, ધર્માર્થ દવાખાનું, છાત્રોને સંપૂર્ણ સગવડ સાથે નિઃશુલ્ક શિક્ષણ આપતી સંસ્કૃત પાઠશાળા, આનંદધામ' રૂપે નિઃશુલ્ક અને આદર્શ વૃદ્ધાશ્રમ, ગૌશાળા ઉપરાંત શ્રી ભારતીમૈયા ડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટર, ક્ષય પ્રતિકારક કેન્દ્ર વગેરે. ઉપરાંત પૂ. ભારતી મૈયાનાં નિધનપ્રસંગે માનું ઘર' મહિલા સંસ્થાના નિર્માણનો સંકલ્પ થયો. જે વિસ્થાપિત યુવાનબહેનોને સ્વાશ્રયી બનાવી સમાજમાં પુનઃ સ્થાપનની પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. ભક્તિ, શ્રદ્ધા અને સંકલ્પબળના સંગમતીર્થ સમા પૂ. ભારતીમૈયાનું અસલ નામ તો અદકુંવરબા. પિતા સુરસિંહજી ગોહિલ અને માતુશ્રી કેસરબા તરફથી ભક્તિ વારસામાં મળી. જન્મસ્થળ સણોસરા, તા. ૧૪-૧૦-૧૯૨૦. પુણ્યતિથિ તા. ૧૮-૩-૧૯૯૧. પાલિતાણા પાસે મોસાળ-સાંઢખાખરામાં ઉછેર થયો ત્યારે ક્ષત્રિય પરિવારોની પુત્રીઓને બહુ શિક્ષણ નહોતું અપાતું. બાળપણમાં અદકુંવરબાને શરીરશ્રમ, સાધુસંતોની સેવા અને સાદગીનો લાભ મળ્યો. ગાંધીજીના આંદોલનની અસર તેમના પરિવાર પર પડી, આઠ વર્ષની વયે ખાદી પહેરી, વિદેશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy