SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ સ્વચ્છ અને નિખાલસ વ્યવહારનો પ્રભાવ એટલો જ પ્રભાવક હતો. સમયાનુસાર ગ્રામીણ ક્ષેત્રોમાં વિચરણ કરતા ત્યારે ગ્રામ્ય પ્રજાને અનુરૂપ જે ભાવવર્ષા કરતા તે પણ અલૌકિક અને જનગ્રાહી હતી તેથી ગુરુદેવ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં પછી તે ગામડું હોય કે શહેર પણ બધે જ શ્રાવકને આચરવા યોગ્ય દાન, શીલ, તપ અને ભાવની અદ્ભૂત અપાર વૃદ્ધિ થઈ. તેમની ભાવવાહી વાણીનો પ્રભાવ ચારેબાજુ પ્રસરી જતો. મેઘની ગર્જનાથી જેમ મયુર નાચી ઊઠે તેમ તેમના ગંભીર નંદીઘોષથી સહુનાં મન મયુર નાચી ઊઠતા હતા. કુદરતે ગુરુદેવને એક વિચરણ વ્યક્તિત્વ સાથે આ પૃથ્વી પટ પર મોકલ્યા હતા. તેઓને પામી આ ધરા ધન્ય બની ગઈ. તેમના વ્યક્તિત્વના પ્રભાવે તેઓ ધાર્યું કાર્ય કરાવી શકતા હતા. આ બાબતનું એક જ ઉદાહરણ— કોઈ એક ગામમાં જૈનસંઘમાં ઉપાશ્રય માટે ફાળો થઈ રહ્યો હતો. ગુરુદેવની પ્રેરણાત્મક ઘોષણાથી ફાળો આગળ વધી રહ્યો હતો. આ સભામાં એક અતિ લોભી શ્રાવક બેઠા હતા. જેમને પાંચ રૂપિયા પણ દાનમાં આપતાં પરસેવો વળતો હતો. ભલભલા એમની પાસેથી એક દમડી પણ કઢાવી શકે નહિ. ગુરૂદેવની ધારણા હતી કે આ ભાઈ પાસેથી પૂરા પાંચ હજાર ફાળામાં લખાવવા. જે વાત અગાઉ ગુરુદેવે અન્ય શ્રાવકને કહી હતી. શ્રાવકો આ સાંભળી હસી પડ્યા. ‘ન ભૂતો ન ભવિષ્યતિ' જેવી આ વાત સૌને લાગતી હતી. ગુરુદેવ પાટે બિરાજ્યા તેઓનો ગિરિ ગર્જનાત્ ઉદ્ઘોષ મંગલવાણી સાથે પ્રવાહિત થયો. પેલા શ્રાવક રત્ન ત્રીજી કે ચોથી પંક્તિમાં બેઠેલા હતા. ગુરુદેવનો પડકાર તેમના વ્યક્તિત્વને અનુરૂપ હતો. આવા ઉત્કૃષ્ટ પ્રેરણા ભરેલા ભાવોનો પ્રભાવ સહુને પ્રમુદિત કરી રહ્યો હતો. પેલા શ્રાવકનું મન દ્રવી ઉઠ્યું. કદાચ એમના માટે જિંદગીની આ પહેલી જ તક હશે. તેઓ વ્યાખ્યાન પૂરું થતાં પહેલાં જ વચ્ચે જ બોલી ઉઠ્યા, ‘લખો મારા પાંચ હજારને એક પ૦૦૧,' આ સાંભળીને સકળ સંઘ આશ્ચર્ય સાથે ખુશખુશ થઈ ગયો, જે શ્રાવક ‘ન ભૂતો ન ભવિષ્યતિ' બોલ્યા હતા તે પણ સ્તબ્ધ થઈ ગયા. આમ જ્યારે જ્યારે જે જે ક્ષેત્રે કોઈ પણ શાસન સેવાનાં કાર્યો, માનવ સેવાનાં કાર્યો કે જીવદયાનાં કાર્યો માટે જરૂર ઊભી થઈ હોય અને ગુરુદેવની પડકાર ભરી હાકલ સાંભળતા, જેમ અષાઢી મેહૂલો ગાજે અને વર્ષા વરસી પડે તેમ શ્રાવકોનાં દીલ દરિયાવ થઈ, દાનનો વરસાદ વરસાવી દેતાં અને શાસન પ્રભાવનાનાં અનેક કાર્યો સહજ રીતે પાર પડતાં. ગુરુદેવની વાણીમાં શીલ અને સદાચારને પોષતો ભાવ મર્યાદા સહિત Jain Education International પથપ્રદર્શક વારંવાર આવતો. ગૃહસ્થ વેષે જીવતો માનવી કઈ રીતે મર્યાદામાં રહી શકે, કેટલો સંયમ હોવો જોઈએ. અને એ સંયમ અને મર્યાદાનો પ્રભાવ ભાવી પેઢી પર પડતાં તેઓનું જીવન કેવું સંસ્કારી અને સદાચારી બને છે. આ વિષય અદ્ભૂત શૈલીમાં રજૂ કરી સુદર્શન શેઠ અભયા રાણીનાં દૃષ્ટાંતે શ્રોતાજનોના ગળે ઉતારી દેતા ને સંખ્યાબંધ દંપતી બ્રહ્મચર્ય વ્રત આદરવા તૈયાર થઈ જતાં. ગુરુદેવે તેમનાં મુનિ જીવનનાં ૩૭ ચોમાસા કર્યાં. તેમાં એક પણ ચોમાસું એવું નહીં કે જેમાં બ્રહ્મચર્ય વ્રત ન આદરાયા હોય. ચોમાસામાં તો ખરાં જ પણ શેષકાળમાં પણ, શું ગામડામાં કે શું શહેરોમાં, જ્યાં થોડા દિવસ માટે પધાર્યા હોય ત્યાં શીવ્રત લેનારા તો હોય હોય ને હોય જ. આમ ગુરુદેવે અનેક દંપતીઓને શીલવ્રતધારી બનાવ્યાં. તો કેટલાય વ્યસની જીવોનાં વ્યસનો છોડાવ્યાં. એ વ્યસન બીડી હોય, ચાનું હોય, જુગારનું હોય, કે દારૂનું હોય, પણ ગુરુદેવના સાનિધ્યમાં આવ્યો અને જો એક વાર પણ એ વાણીનું પાન કર્યું તો એ અમૃતવાણી અંતરના વિષને ધોયા વગર રહે નહીં. જેમ વ્યસનીને વ્યસનની તલપ લાગે તેમ એ જ વ્યસનીને વ્યસન ત્યાગની તલપ લાગતી. અવળી તલપને સવળી તલપમાં બદલવાનું પ્રેરક બળ હતું. પૂ. ગુરુદેવ આચારધર્મ પરત્વે અત્યંત જાગૃત રહેતા. પોતાના સાધુ–સાધ્વીજીને હંમેશા શુદ્ધાચારની પ્રેરણા કરતા રહેતા. એ જ રીતે ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાને પણ તેમને યોગ્ય આચારનો પ્રેમાળ ઉપદેશ આપી, શ્રાવકાચાર શીખવતા. પંદર કર્માદાન સમજાવી શ્રાવકોને ન્યાયસંપન્ન વૈભવ-આજીવિકાની પ્રેરણા કરતા. આમ ગુરુદેવ સાચા અર્થમાં પ્રભાવક ધર્મપુરુષ હતા. જન્મશતાબ્દીના પાવન પ્રસંગે કાઠિયાવાડના પ્રત્યેક શ્રાવક-શ્રાવિકાના હૃદયસમ્રાટ સમા સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજને ભાવપૂર્વક સ્મરણાંજલિ. વિશ્વવાત્સલ્યના આરાધક ક્રાંતર્દષ્ટા મુનિ સંતબાલ સરોવર, તરૂવર (વૃક્ષો) અને સંતોનું જીવન પરોપકાર અર્થે જ હોય છે એમ મુનિ સંતબાલ પીડિતો પ્રતિ કરુણાથી પ્રેરાઈ દુઃખિયાના હમદર્દ અને માર્ગ ભૂલેલાના હમરાહ બન્યા હતા. એમણે નિજી જીવનમાં નિશ્ચય અને વ્યવહારનો સમન્વય કર્યો હતો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy