SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ પ્રભાકુંવરજી, પૂ. દિવ્યપ્રભા, પૂ. દર્શનપ્રભાજી પૂ. મહાભાગા લછમાજી, પૂ. શ્રી બડેહમીરાજી, શ્રી આનંદકુંવરજી, પૂ. સોનાજી, પૂ. કાસાજી, પૂ. હત્રામકુંવરજી, પૂ. કસ્તુરાજી, પૂ. બટજુજી. આ ઉપરાંત પૂ. અમૃતકુંવર, પૂ. હીરાજી, પૂ. નંદુજી, પૂ. રાજકુંવર, પૂ. રંભાજી, પૂ. ઇન્દ્રકુંવરજી, ઉમરાવકુંવર, પૂ. છોટે હમીરાજી તથા પૂ. કેશરદેવીજીનો સમાવેશ થાય છે. ક્રિયોદ્ધારક લવજીઋષિની પાટ પર પૂ. સોમજી ઋષિ તથા પૂ. કહાનઋષિ બિરાજ્યા. પૂ. તારાઋષિજી માળવાથી ગુજરાત પધાર્યા. તેમના શિષ્ય પૂ. મંગળઋષિ ખંભાતી પાંચમી પાટે બિરાજ્યા. તેમની પરમ્પરાના આચાર્ય કાંતિઋષિ, પૂ. નવીનઋષિ, પૂ. અરવિંદમુનિ, પૂ. કમલેશમુનિ, પૂ. દર્શનમુનિ તથા પૂ. મહેન્દ્રૠષિ આદિ સંતો છે. આ સંપ્રદાયનાં સાધ્વીઓમાં મહાન વિદ્વાન પૂ. શારદાબાઈ મહાસતીજીની શિષ્યાઓ પૂ. વસુબાઈ સ્વામી, પૂ. સુભદ્રાબાઈ સ્વામી, પૂ. કમલાબાઈ સ્વામી, પૂ. ચંદનબાઈ સ્વામી, પૂ. રંજનબાઈ સ્વામી, પૂ. સંગીતાબાઈ સ્વામી આદિ વિશાળ સતીવૃંદ છે. લોંકાશાહના અવસાન બાદ લોકાગચ્છમાં આવેલી શિથિલતા દૂર કરવાવાળા સંતોમાં ક્રિયોદ્ધારક પૂ. ધર્મસિંહજી મહારાજ હતા. ૧૫ વર્ષની ઉંમરે દેવજી સ્વામીના સદ્ઉપદેશથી વૈરાગ્ય થયો અને દીક્ષા લીધી. તેમણે ગુરુ આજ્ઞાથી તે સમયના મુખ્ય શ્રેષ્ઠી કામદાર દલપતરાય વગેરેને અમદાવાદના દરિયાપુર દરવાજા પર ઉપદેશ આપવાથી તે સંપ્રદાયનું નામ દરિયાપુરી પડ્યું. તેમણે વિ.સં. ૧૬૯૪માં ક્રિયોદ્ધાર કર્યો. ૨૧મી પાટે પૂ. રઘુનાથજી મહારાજ બિરાજમાન થયા. દરિયાપુર આઠ કોટિ સંપ્રદાયના પ્રવર્તમાન આચાર્ય પૂ. શાંતિલાલજી મહારાજ, પૂ. વિરેન્દ્રમુનિજી મહારાજ તથા પૂ. રાજેન્દ્રમુનિજી મહારાજ છે. પૂ. વાસંતીબાઈ, પૂ. ઝવેરીબાઈ, પૂ. સુશીલાબાઈ, પૂ. નારંગીબાઈ, પૂ. પ્રવીણબાઈ, પૂ. મૃદીલાબાઈ આદિ સતીવૃંદ છે. ક્રિયોદ્ધારક ધર્મદાસજી મહારાજ ૧૮મી સદીમાં થયા. પૂ. સંવત ૧૭૭૨માં મહાવીર જયંતિને દિવસે અલગ રીતે ૨૨ શિષ્યોએ ધર્મ પ્રવર્તનાનું કામ શરૂ કર્યું, ત્યારથી બાવીશ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો. આમાં પૂ. ધર્મદાસજી સાથે ધનરાજી, પૂ. લાલચંદજી, પૂ. હરિદાસજી, પૂ. જીવાજી આદિ સંતો હતા. તેરાપંથ પ્રવર્તક શ્રીમદ્ આચાર્ય ભિક્ષુ સ્થાનકવાસી Jain Education Intemational પથપ્રદર્શક પરંપરાના મહાન આચાર્ય રઘુનાથજીના શિષ્ય હતા. વિ.સં. ૧૮૧૭માં કેળવા (મેવાડ)માં તેઓ કુલ્લે મળીને તેર સાધુઓએ તેરાપંથ સંપ્રદાયની રચના કરી. તેમના છેલ્લા આચાર્ય તુલસી હતા. પ્રવર્તમાન આચાર્ય પૂ. મહાપ્રજ્ઞજી છે. પ્રમુખ સાધ્વી કનકપ્રભાજી છે. સંગઠન અને મર્યાદા મહોત્સવ આ સંપ્રદાયની વિશિષ્ટતા છે. પૂ. ધર્મદાસજીની ત્રીજી પાટે જયમલ્લજી મહારાજ થઈ ગયા. યુવાચાર્ય મિશ્રીમલજી મહારાજ (મધુકર)ના સંપ્રદાયમાં પ્રમુખ સાધ્વી પૂ. ઉમરાવકુંવરજી છે. પૂ. ધર્મદાસજીની મેવાડપરંપરાના વર્તમાન શ્રમણસંઘના મહામંત્રી શ્રી સૌભાગ્યમુનિ ‘કુમુદ’ છે. પૂ. ધર્મદાસજી મહારાજના બાવીશ શિષ્યોમાં પૂ. પંચાણજી મહારાજ સારેવતી પરંપરામાં પૂ. ડુંગરશીસ્વામી થયા, જેનો સંપ્રદાય ગોંડલ સંપ્રદાયના નામે પ્રસિદ્ધ થયો. પૂ. ધર્મદાસજી મહારાજના બીજા પ્રમુખ શિષ્ય ગુલાબચંદજી મહારાજની શિષ્યપરંપરામાં પૂ. બાલજી, પૂ. નાગજી, પૂ. મૂલજી, પૂ. દેવચંદ્રજી, પૂ. મેઘરાજ, પૂ. સંધજી આદિ સંતોનો સાયણ સંપ્રદાય થયો; જેમાં પૂ. બલભદ્રમુનિ અને પૂ. રેખચંદજી મ.સા.નો સમાવેશ થાય છે. પૂ. મૂળચંદજી મહારાજની પરંપરામાં ચૂડા સંપ્રદાય થયો. પૂ. મૂળચંદજી મ.સા.ના પાંચમાં શિષ્ય પૂ. વિઠ્ઠલજી સ્વામીથી ધ્રાંગધ્રા સંપ્રદાય ઉદયમાં આવ્યો. પૂ. વિઠ્ઠલજી સ્વામીના શિષ્ય પૂ. ભૂખણજી અને પૂ. વશરામજી સ્વામી થયા. તેમના શિષ્ય પૂ. જસાજી બોટાદ પધાર્યા. આ સંપ્રદાયમાં પૂ. અમરચંદજી અને પૂ. માણેકચંદજી થયા. આ પાટપર પૂ. નવીનમુનિ આચાર્ય થયા. પૂ. અમીચંદજી, પૂ. શૈલેશમુનિ, પૂ. હિતેષમુનિ આદિ સંતો છે. પૂ. ચંપાબાઈ મહાસતીજી પૂ. સવિતાબાઈ મ., પૂ. મધુબાઈ મ., પૂ. અરૂણાબાઈ મ. આદિ સાધ્વીવૃંદ છે. પૂ. મૂળચંદજી મ.સા. ના છઠ્ઠા શિષ્ય પૂ. બનાજી મહારાજથી બરવાળા સંપ્રદાયની સ્થાપના થઈ. વર્તમાનમાં પૂ. ચંપકમુનિજીના શિષ્ય પૂ. સરદારમુનિ, પૂ. પારસમુનિ, તરુણમુનિ આદિ સંતો છે. મહાસતીજીઓ પૂ. ઝવેરબાઈ, પૂ. મોંઘીબાઈ, પૂ. અંગુરબાલાજી આદિ છે. આઠ કોટિ મોટો પક્ષ : પૂ. મૂળચંદજીના સાતમા શિષ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy