SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પલટાયું. તેમની પાસેથી વિનુ માંકડે તાલીમ મેળવી રણજી ટ્રોફીમાં પ્રવેશ કર્યો. ઇંગ્લેન્ડના લોર્ડ્ઝ ખાતે પ્રથમ ટેસ્ટમાં તેમણે ઓપનીંગ બેટ્સમેન તરીકે રમીને કારકિર્દીની શરૂઆત કરી. તેમણે ૧ થી ૧૧ એમ તમામ ક્રમે આવીને બેટીંગ કરી છે. સ્પષ્ટ દૃષ્ટિથી દડાને પારખવાની કુનેહ ઉપરાંત ઝડપી ગોલંદાજ સામે અનિવાર્ય એવી હિંમત અને આત્મવિશ્વાસ એક બેટ્સમેન તરીકે તેમની પાસે અખૂટ હતા. તેમણે એકનાથ સોલકર, અશોક માંકડ, ઉમેશ કુલકર્ણી, શરદ હઝારે, રામનાથ પારકર જેવા અનેક ક્રિકેટરોને તૈયાર કર્યા હતા. ભારતના ક્રિકેટજગત માટે ૨૧-૮-૧૯૭૮ નો દિવસ કમનસીબ હતો. તે દિવસે મુંબઈમાં વિનુ માંકડે ચિરવિદાય લીધી. વિનુ માંકડને મન ક્રિકેટ, ટીમ અને દેશાભિમાન એ જ કાયમ મહત્વના રહ્યા હતા. આ ત્રણેયનું હિત સાચવવામાં તેમણે શરીર, અંગત સિદ્ધિ, યશ કે અપયશની પણ પરવા કરી નથી. બહુમુખી પ્રતિભા અમૃત વસંત પંડ્યા ભૂતકાળના સંશોધક શ્રી અમૃત વસંત પંડ્યાનો જન્મ ૨૨-૯-૧૯૧૭ ના રોજ જામનગરમાં થયો હતો. નાનપણથી જ તેમને સંશોધિત અવશેષોમાં ઊંડો રસ હતો. પુરાતત્ત્વ પર હિંદી ભાષામાં તેઓ લેખ પણ લખતા. સોમનાથ જિર્ણોદ્ધાર નિમિત્તે જૂનાગઢમાં પુરાતત્ત્વખાતું ઊભું થતાં ત્યાં તેઓ ડાયરેક્ટર પદે નિમાયા. ભારતભરની પુરાતત્ત્વ પરિષદોમાં ભાગ લેતાં. ઇન્દુલાલ યાજ્ઞિકની જનતા પરિષદ' નું બંધારણ ઘડવામાં પણ એમનો મહત્વનો ફાળો હતો. ‘કુમાર’, ‘નવચેતન’ અને ‘જન્મભૂમિ પ્રવાસી’ માં એમણે સળંગ લેખમાળાઓ પ્રગટ કરી હતી. ઉપરાંત ભૂસ્તર ખનીજ જ્ઞાનકોશના એક લેખક તરીકેની જવાબદારી પણ ઉપાડેલી. નર્મદાની ખીણોમાં ભટકીને આદિ માનવના જે સગડ મેળવ્યા છે એ એક અનન્ય સિદ્ધિ કહી શકાય. ગુજરાતને લગતો જે માહિતી ભંડાર એમણે એકલે હાથે સમર્પિત કર્યો છે એવો ભાગ્યે જ કોઈએ કર્યો હશે. શ્રી પંડ્યાને મન પુરાતત્ત્વ સાથે સંબંધિત અનેક વિષયો પર લખવાની હોંશ હતી, પરંતુ સ્થળ-સ્થળના ખોરાક–પાણીની અસર એમની તબિયત પર થવા લાગી. અંતે ૧૮-૭-૧૯૭૫ ના રોજ તેઓ ચિરનિદ્રામાં પોઢી ગયા. આપબળે વિકસેલી આવી Jain Education International ૧૯૯ બહુમુખી પ્રતિભા ગણીગાંઠી જ હોય છે એમાં શ્રી પંડ્યા એક પ્રતિભાવંત વ્યક્તિવિશેષ હતા. સંગીતકાર અવિનાશ વ્યાસ ગીત–ગરબાને ગુજરાતમાં ઘેર ઘેર ગૂંજતા કરનાર શ્રી અવિનાશ વ્યાસનો જન્મ અમદાવાદના સંસ્કારી નાગર કુટુંબમાં થયો હતો. ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યો. નાનપણથી જ ગાવાનો શોખ. મુંબઈની નેશનલ ગ્રામોફોન કંપની સાથે એકાએક સંપર્ક થતા તેમના એક ગીતનું રેકોર્ડિંગ કર્યું. ત્યાર પછી તો આકાશવાણી પરથી તેમના ગીતો પ્રસારિત થવા લાગ્યા. ક. મા. મુનશીએ તેમની સૂઝ પિછાની તેમને ભારતીય વિદ્યાભવનના સંગીત વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. અવિનાશભાઈએ મુંબઈમાં તેમના સૌપ્રથમ નૃત્યરૂપક જય સોમનાથ' નું સર્જન કર્યું. હિન્દી-ગુજરાતી બંને ભાષાની ફિલ્મોમાં એમણે સંગીત આપ્યું પણ આપણે એમને વિશેષરૂપે ગુજરાતી ગીતોના માધ્યમથી જાણીએ છીએ. એમણે લખેલા ગીત-ગરબાના સંગ્રહોમાં દૂધગંગા, સથવારો, વર્તુળ વગેરે મુખ્ય છે. લગભગ ૧૨૦૦૦ જેટલા ગીતો એમણે લખ્યા છે. અને ૨૫૦ ફિલ્મોમાં સંગીત આપ્યું ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ઇલકાબ એનાયત કરી સન્માનિત કર્યા હતા. આદ્યશક્તિ મા અંબાના ભક્તરાજ સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસનું ૨૦-૮-૧૯૮૪ ના રોજ દેહાવસાન થયું. આજે પણ એમના ગીતોની લોકપ્રિયતા-લોકભોગ્યતા એટલી બધી જનમાનસ પર છવાયેલી છે કે ગુજરાતી ગીતની વાત નીકળે એટલે અવિનાશ વ્યાસનું નામ પ્રથમ આવે. પદ્મભૂષણ ડૉ. વિક્રમ સારાભાઈ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા મહાન વૈજ્ઞાનિક ભારતના અણુશક્તિ પંચના અધ્યક્ષ ડૉ. વિક્રમ સારાભાઈનો જન્મ ૧૨૮-૧૯૧૯ ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે મુંબઈ અને કેમ્બ્રિજમાં શિક્ષણ લીધું. એમના પ્રિય વિષયો ગણિત અને વિજ્ઞાન હતા. કોસ્મિક કિરણો પર અનુસંધાન કરી કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. ડૉ. વિક્રમભાઈએ પોતાની પ્રતિભા અને ગૌરવથી અનેક સંસ્થાઓની સ્થાપના કરી, જેમાં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા’ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy