SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ દક્ષિણ ગુજરાતના ગાંધી વિચારના પ્રેરકો ડો. પંકજભાઈ ટી. દેસાઇ ૧૫૩ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ અજોડ સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલાયો. ગાંધીજીની દોરવણીથી દેશને બ્રિટીશરોની ગુલામીમાંથી જલ્દી કેમ મુક્ત કરવો તેની સૌના દિલમાં તમન્ના જાગી દેશભરમાંથી ગામેગામથી અનેકોએ આઝાદીના સંગ્રામમાં ઝંપલાવ્યું. જેમાં ગુજરાત અને તેમાં પણ સુરત જિલ્લાએ અને બારડોલી, દાંડી, કરાડી તેમજ કછોલી, ગણેશ, સિસોદ્રા, ઓલપાડ, વેગામ, ચીખલી, જલાલપોર, ઉભરાટ વગેરે ગામ ઐતિહાસિક સ્થળો બની ગયાં. ટૂંકમાં સમગ્ર દક્ષિણ ગુજરાતે સ્વાધીનતા સંગ્રામમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નવસારી શહેર અને તેને સંલગ્ન ગ્રામ વિસ્તારોને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામોની સમરાંગણ ભૂમિ બનવાનું સૌભાગ્ય અનેકવાર પ્રાપ્ત થયું છે. આ લેખમાળામાં લડતોમાં ભાગ લેનારા કેટલાક પાયાના કાર્યકરો (આગેવાનો) વિશેની જીવનરેખા આપવામાં આવી છે. તે સાથે એમાં સ્વાતંત્ર્ય ઇતિહાસના તાણાવાણાં પણ જોડાઈ ગયા છે. લડતો અંગેની માહિતી પણ એમાં સાથો સાથ રજૂ થઈ છે. લેખમાં રજૂ થયેલી માહિતી ક્ષેત્રકાર્ય, રૂબરૂ મુલાકાત દફતરીય સાધનો તેમજ લેખિત ગ્રંથોના આધારે મેળવવામાં આવી છે. ઇતિહાસની ઝલક આવે એ હેતુથી કેટલીક વ્યક્તિઓની વિગત વધારે પ્રમાણમાં પણ લેવાઈ છે. સ્વાતંત્ર્ય સંગ્રામના કેટલાક લડવૈયાઓ હાલ આપણી વચ્ચે છે. કેટલાક મુરબ્બીઓએ દેશને ખાતર કુરબાની વહોરી લીધી છે. દેશને ગુલામીની ચુંગાલમાંથી છોડાવવા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક પાયાના કાર્યકરોએ પ્રવૃત્તિઓની આગેવાની લઈ લડતોમાં આગળ પડતી ભૂમિકા ભજવી જેની માહિતી પ્રસ્તુત લેખમાં આપવામાં આવી છે. આ લેખમાળા રજૂ કરનાર ડૉ. પંકજ ઠાકોરભાઈ દેસાઈ નવસારીના વતની છે. ૧ એપ્રિલ ૧૯૪૨ ના રોજ તેમનો જન્મ થયો. તેમણે ગુજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાંથી બી.એ., એમ.એ., એમ. ફિલ. અને વિદ્યાવાચસ્પતિની પદવી ઇતિહાસ વિષયમાં પ્રાપ્ત કરી ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગમાં વ્યાખ્યાતા તરીકે તેમણે શૈક્ષણિક કારકિર્દીથી શરૂઆત ૧૯૮૩માં કરી. ત્યારબાદ ક્રમશઃ આજ વિભાગમાં તેમણે રીડર, પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે ૨૦૦૪ સુધી સેવા કરી હતી. આ ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠમાં પરીક્ષા નિયામક, તથા આચાર્ય (મ. દે. સમાજસેવા મહાવિદ્યાલય) તરીકે સેવા આપી. ૧ એપ્રિલ, ૨૦૦૪ ના રોજ વય મર્યાદાને કારણે સેવા નિવૃત્ત થયા છે. એમ.એ., એમ.ફિલ. અને પી.એચ.ડી. કક્ષાએ તેઓ સલાહકાર અધ્યાપક તરીકે સેવા આપી હતી. તેમના માર્ગદર્શન હેઠળ એમ.એ. કક્ષાએ ૧૬૭, એમ.ફિલ. કક્ષાએ ૬૭ તથા પી.એચ.ડી. કક્ષાએ ૧૭ જેટલા વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. શ્રી દેસાઈ રાજ્યની વિવિધ યુનિવર્સિટીમાં ઇતિહાસ વિષયના તજ્ઞ તરીકે અભ્યાસ સમિતિમાં સેવા આપી રહ્યા છે. તેઓ મોહનલાલ સુખડિયા યુનિવર્સિટી ઉદેપુર ખાતે પણ ઇતિહાસ વિષયના તજ્જ્ઞ સલાહકાર પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ ભારત સરકારની દફ્તરવિદ્યા શાખામાં પણ ૨૦૦૧ ની સાલથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy