SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૨૪. નિર્મળાબહેન (માતાજી) ગાંધી (અવસાન : ૨૧-ઑગષ્ટ, ૨૦૦૦) નિર્મળાબહેન એટલે નખ-શિખ આશ્રમવાસી, આશ્રમનો વાત્સલ્યનો વડલો. બાપુનાં પોતાનાં પુત્ર-પુત્રવધૂઓમાં કદાચ સૌથી વધુ બા-બાપુનો સહવાસ નિર્મળાબહેનને જ મળ્યો હશે. ૧૧ વર્ષની વયથી જે એ સહવાસ તેમને મળ્યો તે તેમણે બાપુના અવસાન પછી, તેમના સેવાગ્રામ આશ્રમમાં રહી, ઉજાળ્યો! બાપુના અવસાન પછી, બાપુ સ્થાપિત અખિલ ભારત સંઘોનું સર્વ સેવા સંઘમાં વિલિનીકરણ થયું. સર્વ સેવા સંઘ બન્યો. પરંતુ સેવાગ્રામ આશ્રમનું સ્થાન અનોખું હતું તેથી તે સ્વતંત્ર રહ્યો. વિનોબાએ નિર્મળાબહેનને વિનંતિ કરી કે, તમે સેવાગ્રામ આશ્રમ સંભાળો, તમારું કાયમી નિવાસસ્થાન, બાપુની જેમ અહીં બનાવો. એ રીતે છેલ્લાં ૪૫ કરતાં પણ વધુ વર્ષથી સેવાગ્રામમાં રહી દેશ-વિદેશથી આવતા દર્શનાર્થીઓને તેઓ બાપુનો સંદેશ સમજાવતાં, સંભળાવતાં. લોકોને મળતાં, તેમની પાસેથી પ્રત્યક્ષ હાલ સાંભળતાં અને એ રીતે બાપુભક્તિનો અમૃતાનુભવ કરાવી, જીવનની સાર્થકતાનો સંતોષ માનતાં. આશ્રમ એટલે બાપુના એકાદશ વ્રત, તેમની સાંજસવારની પ્રાર્થનાઓ, ત્યાંના લોકો સાથેનો વહેવાર, ત્યાંનો પરિશ્રમ મુલક, સ્વાશ્રયી, સ્વાવલંબી, અપરિગ્રહી જીવનભાવના. આવી જીવનચર્યા એ સ્વયં એક પ્રકારનું તપ છે. નિર્મળાબહેન છેલ્લા ૪૫થી અધિક વર્ષથી તેવું જીવન જીવતાં આવ્યાં છે. શરીર સાથ આપે, ક્યારેક ન આપે તો ઉરુલી કાંચન, મુંબઈ વગેરે જઈ આવે પણ જરાક સ્વસ્થ થયાં ત્યાં સેવાગ્રામ ભણી પગ વળે જ. સેવાગ્રામ એ જ તેમનું વૈકુંઠ! ન સેવાગ્રામમાં તેઓ માતાજીથી ઓળખાતાં તેમના ત્યાંના નિવાસથી, આવનાર સૌ કોઈને વાત્સલ્ય અને આદરભાવ મળી રહેતાં. મારા જેવા અનેકને એ લાભ મળ્યો છે. તેમને ત્યાં મળવા જઈએ એટલે સમય હોય તો ભોજન નહીંતર નાસ્તો તો ખરો જ. આશ્રમમાં એમની હાજરી એ જ મોટું કાર્ય. યુવાનીમાં સ્વરાજ આંદોલનોમાં બાપુના બધા સત્યાગ્રહોમાં ભાગ લીધો. દારૂનાં પીઠાં ઉપર પિકેટિંગ, ખાદી ફેરી, કાંતણ વર્ગો, સીવણ અને સંગીત વર્ગો, હિરજન સેવા, આરોગ્ય ચિકિત્સા-વગેરે જાતજાતનાં કામો કર્યાં, તેમાં રચ્યાં પચ્યાં રહ્યાં, તેમ છતાં પોતાની જાત માટે અનાસક્તિ કેળવી શક્યાં. કોઈ સંસ્થાનો પદભાર ન સ્વીકાર્યો અને છતાં બાપુ સ્થાપિત આશ્રમો, કસ્તુરબા ટ્રસ્ટ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ સાથેનો સંબંધ એટલો જ જાળવ્યો. Jain Education International ૧૪૧ છેલ્લા છએક માસથી સેવાગ્રામ આશ્રમના સંચાલક રામભાઉજીના પ્રત્યેક પત્રમાં આવે કે, માતાજીકી તબિયત દિનબ–દિન બિગડતી જા રહી હૈ.' છેવટે એ નિર્મળ જ્યોત બાપુની વિરાટ જ્યોતમાં સમાઈ ગઈ. આશ્રમ સૂનો.....સૂનો......એક મહાન વત્સલ વટવૃક્ષની છાયા કાયમ માટે ચાલી ગઈ! ૨૫. નાનુ...ભાઈ નહીં...નાનુ...બા (તા. ૭-ઑગષ્ટ, ૨૦૦૦) વેડછી આશ્રમની ત્રણ વિભૂતિઓ : શ્રી જુગતરામ દવે, ચીમનભાઈ ભટ્ટ અને નાનુભાઈ પટેલ. તેમાંની આ છેલ્લી હસ્તીનો ૭મી ઑગષ્ટના રોજ અસ્ત થયો. જુગતરામભાઈએ આશ્રમી કેળવણીનાં જે ઉમદા લક્ષણો વર્ણવ્યાં છે, તે સઘળાંના મૂર્તિમંત જાણે કે નાનુભાઈ. નાનુભાઈ એટલે નિયમ પાલનના ચુસ્ત આગ્રહી. બંને વડીલોની ગેર હાજરીમાં સાંજસવારની પ્રાર્થનાઓનું સંચાલન કરે. રસોડું તો નાનુભાઈનું. ગોકુળમાં કાકા જમે, મહેમાનો કોઈ હોય તો તે પણ તેમાં ભળે. પૂર્ણ સાત્વિક છતાં પૂર્ણ આશ્રમી ભોજન તમને એમના રસોડામાં મળે. નાનુભાઈ એ જ છાત્રાલયના ગૃહપતિ, એક ખૂણામાં પડેલા ટેબલથી અને તેમાં કંઈક ને કંઈ લખતા, હિસાબ કરતા, અધ્યયન કરતા જણાઈ આવે. પોતાની પાસે ફાજલ સમય હોય તો વણાટશાળામાં કોઈને તાણી પૂરવામાં કે વણાટ શીખવવામાં મદદ કરતા હોય કાં હિંદીનો અભ્યાસ કરતા હોય. આશ્રમની સફાઈ અને સુઘડતાનો એક સ્તંભ એટલે નાનુભાઈ. તેમનું ગોકુળ એટલું સ્વચ્છ રહે. ગૌશાળામાં શિવાકાકાએ તેમને રસ કેળવાવ્યો અને તેમણે ગોપાલનશાસ્ત્ર આત્મસાત કર્યું. એકવડો બાંધો છતાં પહાડ જેવા જવાહરને (સાંઢ) એ હાંક મારે તો તે રાંક થઈ ઊભો રહે. પછી ગાયોની વાત જ શી કરવી! આવી તેમની ગૌસેવા અને ગૌપ્રેમ! સ્થાનિક નાના બાળકોની સાથે તેઓ રાનીપરજ ચૌધરી બોલીમાં જ વાત કરે અને એ રીતે બાલવાડીના બાળકોનો અને તેમનાં માતાઓનો પ્રેમ સંપાદન કરી લે. નાનુભાઈને કોઈ દિવસ ક્રોધી તો શું ઊંચે સાદે બોલતા પણ સાંભળ્યા નથી. ‘નમ્રતા'નો જે આદર્શ આશ્રમવાસીઓમાં હોવો જોઈએ તે તેમના જીવનમાં, પ્રેમમાં પરિવર્તિત થઈ રૂંવે રૂંવે પ્રગટતો અને સૌને પોતાના કરી લેતો. આશ્રમ પ્રાર્થનામાં રોજ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ગવાતાં, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy