SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૧૦૦ વસાવવા તનતોડ મહેનત કરી હતી. સિંધની જમીન અને ખેતી ઉપર અવારનવાર અખબારોમાં લેખો લખતા હતા. પરદેશમાં ગુજરાતી તરીકે ઠીક ઠીક નામના મેળવી ત્યાંની પ્રજાનો સુંદર ચાહ મેળવ્યો. ‘ગરવી ગુજરાતમાં પણ ‘ગુજરાતી ખેડૂતોને સિંધ દેશમાં ખેતી કરવા માટે અમૂલ્ય તક' નામનો લેખ લખેલો હતો. આઝાદીની લડતને વેગ આપવા ગ્રામોફોન રેષ્ઠ મ્પની ઊભી નાર શ્રી દુલેરાયભાઈ આણંદરાય પંડ્યા શ્રી યૂસુફ મહેરઅલી બી.એ. એલએલ.બી શ્રી યૂસુફભાઈ યુવા શક્તિના જ આત્મા સમાન હતા, પર્દા પાછળ રહીને લડતનાં તમામ કામની પધ્ધતિ નક્કી કરતી “શેડો કેબિનેટ’ના શ્રી મહેરઅલી આગેવાન નેતા હતા. તેમને તા.૧૧-૪-૩૦ના રોજ ચાર માસની, તા.૧૬-૧૦-૩૦ના રોજ તેમજ તા.૩૧-૧-૩૧ના દિવસે સમગ્ર ‘શેડો કેબિનેટ' સાથે નવ મહિનાની સખત કેદની સજા થઈ હતી. સરકારે તેમને વકીલાત કરવાની સનંદ આપી નહોતી. ૧૯૩૪ની કોંગ્રેસ બેઠક વખતે તેઓ સ્વયંસેવકદળના સેનાપતિ નિમાયા હતા. તેઓ ‘સાયમન કમિશન બહિષ્કાર આંદોલનના આગેવાન રહ્યા હતા. જન્મ સને ૧૮૯૬ના ફેબ્રુઆરી માસની ત્રીજી તારીખે વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં અમદાવાદમાં થયો. માતાનું નામ સૌ. શંકરલક્ષ્મી હતું. પિતાશ્રી સ્વભાવે ઘણા જ ઉદાર અને કુટુંબ વત્સલ હતા. પુત્રને લાડ કરતા પણ એટલા જ શિસ્તપાલનના કડક હિમાયતી હતા. માતુશ્રીનું અવસાન ત્રીશ વર્ષની નાની ઉંમરે થયું ત્યારે દુલેરાયભાઈ છ વર્ષના બાળક હતા. બાળક દુલેરાયનું ધ્યાન હંમેશાં હરદાસની કથાઓ સાંભળવામાં ઉત્સુક રહેતું. મોકો મળતાં માણભટ્ટની કથા સાંભળવા પણ પહોંચી જતા. માસીબા મુ. સબા તથા મુ. કસ્તુરબા તેમને નાગદમન' તથા ‘સુદામાચરિત્ર” તેમજ “ધુવાખ્યાન' વગેરે સંભળાવતાં અને તે આખ્યાનો સાંભળીને તેમનું મન સોળે કળાએ ખીલી ઊઠતું. ક્યારેક ધ્યાનથી સાંભળતાં રુદન પણ થઈ આવતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું પણ વિદ્યાર્થી તરીકેનું તેમનું જીવન જરા તોફાની હતું. એક દિવસ ચાલુ શાળાએ તેમણે શાળાનો ઘંટ વગાડ્યો જેને કારણે શાળાના વિદ્યાર્થીઓ છૂટી ગયા અને દુલેરાયના આનંદનો પાર ન રહ્યો. તેમને રમતગમત અને કસરતનો પણ ભારે શોખ હતો. મેટ્રિકની પરીક્ષા તેમણે ટ્યૂટોરિયલ હાઇસ્કૂલમાં ઉત્તીર્ણ કરેલી, પણ શાળાજીવનનાં તોફાન-મસ્તીના તેમના ઘણા પ્રસંગો રોમાંચક હતા. શ્રીમતીબહેન સાથે તેમનાં લગ્ન થયાં. પૂનાની ફરગ્યુસન કોલેજ અને અમદાવાદની ગુજરાત કોલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેમના અભ્યાસ દરમ્યાન પૂનામાં લોકમાન્ય તિલકની રાજકીય પ્રવૃત્તિની અસર તેમના ઉપર ઠીક રહી. ગાંધીજીની પ્રવૃત્તિઓ તરફ પણ આકર્ષાયા. પૂનામાં તેમણે એક નાગર કલબ પણ શરૂ કરી. સમાજ જીવનની વિવિધ પ્રવૃત્તિઓમાંથી તેમણે ઘણી પ્રેરણા મેળવી. યુવાવસ્થામાં તેમણે નોકરી કરતાં વ્યાપારનું ક્ષેત્ર વિશેષ ધ્યાનમાં આવ્યું. મુંબઈ આવીને ધંધાની તાલીમ લીધી. થોડો સમય મુંબઈમાં રહ્યા. પછી અમદાવાદ આવીને શેરબજારમાં રસ લીધો. શેરબજારની પ્રવૃત્તિ સાથે રંગ ઉદ્યોગના જૂના અનુભવોને ધ્યાનમાં લઈ તે પણ ચાલુ રાખ્યું. સારી પ્રગતિ કરી પણ ધંધામાં પણ રસ ન રહ્યો. કોઈ ( શ્રી વિઠ્ઠલભાઈ પટેલ બાર - એટ- લો જી મુંબઈની પ્રચંડ કે પ્રજાશક્તિને સંગઠિત કરનાર આ દેશભક્તને સમગ્ર ભારત સંપૂર્ણ રીતે પિછાણે છે. વાઇસરોયની ધારાસભામાં લોકનિયુક્ત પ્રતિનિધિ તરીકે પ્રજાના પ્રશ્નોનો પડઘો પાડનાર પ્રતાપી પુરુપ (ઈ.સ. ૧૯૧૮). Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy